________________
यथाकथञ्चिदपि स्वात्मा गुरुहृदये वासनीयः । तथापि तस्य भद्रमेव भविष्यति । येन केनाऽपि भावेन मुखे क्षिप्तो मोदको मधुर एव भवति । तथा येन केनाऽपि भावेन कृता गुरुभक्तिः सत्फलमेव ददाति । एवं प्रसभं गुरुभक्तिं कुर्वाणोऽपि शिष्यो गुरुहृदये वसति । ततश्च तस्याऽपि निश्चितं श्रेयो भवति । ___ कश्चिच्छिष्य ईर्ष्णया गुरुभक्तिं करोति । तद्यथा – 'यदि स गुरुभक्तिं कृत्वा गुरुहृदये वसति तहिं न तस्माद्धीनोऽस्मि । अहं ततोऽधिकां गुरुभक्तिं कृत्वा गुरुं प्रसाद्य तद्धृदये स्थानं प्राप्स्यामि ।' एवं यदि मानेामिश्रभावेन स गुरुभक्तिं कृत्वा गुरुहृदये वसति तद्यपि तस्य कल्याणं भवति ।
कश्चिच्छिष्यो मायया गुरुभक्तिं करोति । स स्वमनोगतभावमावृत्य बहिर्वृत्या गुरुभक्ति करोति । तद्भक्त्या गुरुः प्रसीदति । ततो गुर्वनुमत्या स स्वेष्टकार्यं करोति । एवं स केवलं स्वकार्यकरणार्थमेव गुरुभक्तिं करोति, न तु बहुमानभावेन, तच्छून्यत्वात् तस्य । स्वकृतभक्त्या स गुरुहृदये स्थान प्राप्नोति । स यदि मायाया निवर्त्तते तर्हि तस्यापि भद्रं भवति ।
कश्चिच्छिष्यो लोभेन गुरुभक्तिं कुर्यात् । 'यद्यहं गुरुभक्तिं करिष्यामि तर्हि गुरुर्मा
થાય છે. કોઈ પણ ભાવથી મોઢામાં નંખાયેલો લાડવો મીઠો જ લાગે છે. તેમ કોઈ પણ ભાવથી કરેલી ગુરુભક્તિ સારું ફળ જ આપે છે. આમ પરાણે ગુરુભક્તિ કરનારો શિષ્ય પણ ગુરુના હૃદયમાં વસે છે. તેથી તેનું પણ અવશ્ય કલ્યાણ થાય છે.
કોઈક શિષ્ય ઇર્ષ્યાથી ગુરુભક્તિ કરે. તે આ રીતે-“જો તે ગુરુભક્તિ કરીને ગુરુના હૃદયમાં વસતો હોય તો હું તેનાથી ઓછો નથી. હું તેનાથી વધુ ગુરુભક્તિ કરીને ગુરુને ખુશ કરીને તેમના હૃદયમાં સ્થાન મેળવીશ.” આમ જો માન-ઇર્ષાથી મિશ્રિત ભાવથી તે ગુરુભક્તિ કરીને ગુરુના હૃદયમાં વસે તો પણ તેનું કલ્યાણ થાય છે.
કોઈક શિષ્ય માયાથી ગુરુભક્તિ કરે છે. તે પોતાના મનના ભાવ છુપાવીને બહારથી ગુરુભક્તિ કરે છે. તેની ભક્તિથી ગુરુ ખુશ થાય છે. પછી ગુરુની રજા લઈ તે પોતાનું મનનું ધાર્યું કરે છે. આમ તે માત્ર પોતાનું કાર્ય કઢાવવા માટે જ ગુરુભક્તિ કરે છે, બહુમાનભાવથી નહીં, કેમકે તેના હૃદયમાં બહુમાનભાવ છે જ નહીં. પોતે કરેલી ગુરુભક્તિથી તે ગુરુના હૃદયમાં સ્થાન પામે છે. તે જો માયાથી પાછો ફરે તો તેનું પણ કલ્યાણ થાય.
કોઈક શિષ્ય લોભથી ગુરુભક્તિ કરે. “જો હું ગુરુભક્તિ કરીશ તો ગુરુ ઘણા અને