Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 439
________________ श्रीधर्मसूरेस्त्रीभुवनव्यापिनी निर्मला कीर्तिः । ३८५ गुरुनाम तेन विशेषणसहितमुपन्यस्तम् । स कथयति यत् स्वगुरोः कीर्तिः सम्पूर्णलोके प्रसृत्वराऽऽसीत् । तया निखिलो लोको व्याप्तः । ऊर्ध्वलोकेऽपि सा प्रासरत् । इन्द्रोऽपि स्वसदसि तद्गुणप्रशंसां कृतवान् । तत्कीतिरधोलोकमप्यपुनात् । भवनपति-व्यन्तरदेवा अपि तद्गुणानस्मरन् । नृलोकेऽपि स सर्वत्र प्रसिद्धोऽभवत् । इत्थं स्वकीर्त्या तेन समग्रो लोको धवलीकृतः । मृगमदं मृगस्य नाभौ वर्त्तते, परन्तु तस्याऽऽमोदः सर्वत्र प्रसरति । एवं श्रीधर्मसूरिरपि स्वाऽस्तित्वेन नृलोकमलङ्कृतवान्, परन्तु स्वकीर्तिदेहेन त्रिभुवनमपि व्याप्नोत् । श्रीधर्मसूरेः कीर्तिर्निमलाऽऽसीत् । सा मालिन्येन कलङ्किता नाऽऽसीत् । यदि कस्मिंश्चिन्नरे गुणा दोषाश्च स्युस्तहिं तद्गुणकृतकीर्तिः सर्वत्र प्रसरति, परन्तु सा तद्दोषकृताऽपकीर्त्या मिश्रिता भवति । अतः सा मलिना भवति । सा कीर्तिरुच्यते न तु निर्मलकीर्तिः । यदि तस्मिन्नरे केवलं गुणा एव स्युस्तहि सर्वत्र प्रसरन्ती तत्कीर्तिरपकीर्त्या मलिना न भवति । ततः सा निर्मलकीतिरुच्यते । ग्रन्थकारेणोक्तं यत् श्रीधर्मसूरेः कीर्तिनिर्मलाऽऽसीत् । ततो ज्ञायते यत्स गुणराशिरासीत्, तस्मिन्न कोऽपि दोष आसीत् । ગુરુનું નામ તેમણે વિશેષણ સાથે મૂક્યું છે. તેઓ કહે છે કે પોતાના ગુરુની કીર્તિ સંપૂર્ણ લોકમાં ફેલાયેલી હતી. તેનાથી સંપૂર્ણ લોક ભરાયો હતો. ઊર્ધ્વલોકમાં પણ તે ફેલાઈ હતી. ઇન્દ્ર પણ પોતાની સભામાં તેમના ગુણોની પ્રશંસા કરતો હતો. તેમની કીર્તિએ અધોલોકને પણ પવિત્ર કર્યો હતો. ભવનપતિ-વ્યંતરના દેવો પણ તેમના ગુણોને યાદ કરતા હતા. મનુષ્યલોકમાં પણ તેઓ બધે પ્રસિદ્ધ હતા. આમ પોતાની કીર્તિથી તેમણે આખો લોક ઉજળો કર્યો હતો. કસ્તુરી હરણની નાભીમાં હોય છે. પણ તેની સુગંધ બધે ફેલાય છે. એમ શ્રીધર્મસૂરિમહારાજ પણ પોતાના અસ્તિત્વથી મનુષ્યલોકને શણગારતા હતા પણ પોતાની કીર્તિથી ત્રણે ભુવનમાં વ્યાપેલા હતા. શ્રીધર્મસૂરિ મહારાજની કીર્તિ નિર્મળ હતી. તે અપકીર્તિની મલિનતાથી ખરડાયેલી ન હતી. જો કોઈ માણસમાં ગુણ અને દોષ બન્ને હોય તો તેના ગુણોથી તેની કીર્તિ બધે ફેલાય છે, પણ તે દોષથી થયેલ અપકીર્તિથી મિશ્રિત હોય છે. માટે તે મલિન છે. તે કીર્તિ કહેવાય પણ નિર્મળ કીર્તિ ન કહેવાય. જો તે માણસમાં માત્ર ગુણો જ હોય તો બધે તેની કીર્તિ જ ફેલાય. તે અપકીર્તિથી મલિન ન હોય. તેથી તે નિર્મળકીર્તિ કહેવાય. તેથી જણાય છે કે તે ગુણોના ભંડાર હતા, તેમનામાં કોઈ દોષ ન હતો.

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443