Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 442
________________ ३८८ પ્રશતિઃ प्रशस्तिः श्रीसीमन्धरनाथकीर्तनपरा ये च क्षमाधारकाः, संसारादतिनिर्गुणोऽहमपि यै-र्दीक्षार्पणेनोद्धृतः । तेभ्यो वृत्तिकजं शुभं सुगुणदं सूरीश्वरेभ्यो ददे, हेमेन्दुभ्य इदं प्रकाशनकृते तत्त्वस्य दृब्धं मया ॥१॥ ॥ शार्दूलविक्रीडितम् ॥ विजयानन्दसूरीशः, गच्छे तपाभिधे पुरा । मण्डने जिनबिम्बस्य, सदा बभूव तत्परः ॥२॥ चरणकिङ्करस्तस्य, मुनिपः कमलाभिधः । पङ्कजमिव निर्लेपो, भोगेभ्यः समजायत ॥३॥ ततस्तत्पट्टपूर्वाद्रि-भानुमान्समजायत । कर्मारिभेदवीरः श्री-वीरविजयवाचकः ॥४॥ जात उपनिषद्वेदी, तच्चरणाब्जषट्पदः । सर्वेषामागमानां श्री-दानसूरीश्वरस्ततः ॥५॥ तस्यान्तेवासिमुख्यः श्री-प्रेमश्रमणनायकः । अवततार सिद्धान्त-प्रेममहोदधिस्ततः ॥६॥ क्रमाब्जभ्रमरस्तस्य, वर्धमानतपोनिधिः । भुवनभानुसूरीशो, जातो न्यायविशारदः ॥७॥ પ્રશસ્તિ જેઓ શ્રી સીમંધરસ્વામી ભગવાનની ભક્તિ કરવામાં તત્પર છે, જેઓ ક્ષમાને ધરનારા છે, જેમણે સાવ નિર્ગુણ એવા પણ મને દીક્ષા આપીને સંસારમાંથી બહાર કાઢ્યો તે ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને તત્ત્વનું પ્રકાશન કરવા મારા વડે રચાયેલ, સારા ગુણ આપનારું, શુભ એવું આ ટીકારૂપી કમળ અર્પણ કરું છું. (૧) પૂર્વે તપાગચ્છમાં જિનપ્રતિમાના મંડનમાં સદા તત્પર એવા શ્રીવિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ થઈ ગયા. (૨) તેમના ચરણકિંકર, કમળની જેમ ભોગોથી નિર્લેપ એવા શ્રીકમલસૂરીશ્વરજી મહારાજ થયા. (૩) ત્યારપછી તેમની પાટરૂપી પૂર્વાચલ ઉપર સૂર્ય સમાન, કર્ણોરૂપી દુશ્મનોને ભેદવા વીર એવા ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજ થયા. (૪) પછી તેમના ચરણકમળમાં ભમરા સમાન, બધા આગમોના રહસ્યોને જાણનારા શ્રીદાનસૂરીશ્વરજી મહારાજ થયા. (૫) ત્યારપછી તેમના મુખ્ય શિષ્ય, સિદ્ધાન્તો ઉપરના પ્રેમના મોટા દરિયા સમાન શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ થયા. (૬) તેમના ચરણકમળમાં ભમરા સમાન, વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. (૭)

Loading...

Page Navigation
1 ... 440 441 442 443