Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 438
________________ ३८४ ग्रन्थकर्तुः परोपकारः । ज्ञायेते, तदतिरिक्तं तत्सम्बन्धि न किमपि ज्ञायते । तस्य गुरोर्नाम श्रीधर्मसूरिरित्यासीत् । तेन स्वगुरोः प्रभुरिति विशेषणमुपन्यस्तम् । एतेन ज्ञायते यत्स स्वगुरुं प्रभुतुल्यं मतवान् तस्य हृदयं गुरुबहुमाननिर्भरमासीत् । अत एव तस्य हृदयान्मुखद्वारैते शोभना भावाः कुलकरूपेण निर्गता: । कुसुमं स्वसौरभं न केवलं स्वस्मिन्नेव सङ्गृह्णाति, परन्तु सर्वस्मिन्नुद्याने तं प्रसारयत्यपि । एवं तत् लोकानपि प्रीणयति । एवं सतां विभूतयः परोपकाराय भवन्ति । ते न केवलं स्वार्थतत्पराः सन्ति । अयं ग्रन्थकारोऽपि सज्जनगणाग्रणीरासीत्। अतः स परोपकारकरणशील आसीत् । स्वहृदयप्रादुर्भूतगुरुबहुमानं स न केवलं स्वहृदये समगृह्णात् । परन्तु जनेभ्योऽपि तदुपदेशमददात् । एवं जनानपि सोऽप्रीणयत् । स्वहृदयवर्तमानगुरुबहुमानभावं स सर्वत्र प्रासारयत् । एतेनैतदपि ज्ञायते यत्स सङ्कुचितवृत्तिर्नाऽऽसीत् परन्तूदार आसीत् । ग्रन्थकारो नम्रतामूर्त्तिरासीत् । तेन स्वनाम्नोऽग्रे न किमपि विशेषणमुक्तम् । सज्जनाः कदाऽपि स्वमुखेन स्वश्लाघां न कुर्वन्ति । अन्यकृतस्वश्लाघां श्रुत्वाऽपि ते लज्जन्ते । स्वस्य सूरित्वेऽपि तेन स्वपरिचयो निजगुरुशिष्यरूपेण दत्तो न तु स्वगुणवर्णनेन । ગુરુનું નામ શ્રીધર્મસૂરિ હતું. તેમણે પોતાના ગુરુનું ‘પ્રભુ’ એવું વિશેષણ મૂક્યું છે. તેથી જણાય છે કે તેઓ પોતાના ગુરુને ભગવાન તુલ્ય માનતા હતા. તેમનું હૃદય ગુરુબહુમાનથી ભરેલું હતું. એથી જ એમના હૃદયમાંથી મુખ દ્વારા આ શુભ ભાવો કુલકરૂપે બહાર નીકળ્યા. ફૂલ પોતાની સુગંધને માત્ર પોતામાં જ નથી સંઘરી રાખતું પણ સંપૂર્ણ ઉદ્યાનમાં તેને ફેલાવે પણ છે. એમ લોકોને પણ તે ખુશ કરે છે. એ પ્રમાણે સજ્જનોની વિભૂતિઓ પરોપકાર માટે હોય છે. તેઓ માત્ર સ્વાર્થમાં તત્પર નથી હોતા. આ ગ્રંથકાર પણ સજ્જનોમાં અગ્રેસર હતા. માટે તેઓ પરોપકાર કરવાના સ્વભાવવાળા હતા. પોતાના હૃદયમાં પ્રગટેલ ગુરુબહુમાનને તેઓએ માત્ર પોતાના હૃદયમાં સંઘરી નહોતો રાખ્યો પણ લોકોને પણ તેનો ઉપદેશ આપ્યો. આમ લોકોને પણ તેમણે ખુશ કર્યા. પોતાના હૃદયમાં રહેલ ગુરુબહુમાનભાવને તેમણે બધે ફેલાવ્યો. આનાથી એ પણ જણાય છે કે તેઓ સંકુચિત મનોવૃત્તિવાળા ન હતા પણ ઉદાર હતા. ગ્રંથકાર નમ્રતાની મૂર્તિ જેવા હતા. એમણે પોતાના નામની આગળ કોઈ વિશેષણ નથી મૂક્યું. સજ્જનો ક્યારેય પોતાના મોઢે પોતાની પ્રશંસા ન કરે. બીજાએ કરેલી પોતાની પ્રશંસા સાંભળીને પણ તેઓ શરમાય છે. પોતે આચાર્ય હોવા છતાં એમણે પોતાનો પરિચય પોતાના ગુરુના શિષ્યરૂપે આપ્યો, પણ પોતાના ગુણોનું વર્ણન કરીને નહીં.

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443