Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 430
________________ ३७६ गुर्वाज्ञा शिष्यलाभायैव भवति । ___ एवं शिष्याणां शारीरिक-भौतिक-मानसिकाध्यात्मिकावस्था भिन्ना भिन्नाः सन्ति । ततो गुरुस्तेभ्यो भिन्नां भिन्नामाज्ञां ददाति । ताः सर्वा अपि सर्वशिष्याणामात्मकल्याणमवश्यं कुर्वन्ति । ततः शिष्यैराज्ञायां युक्तायुक्तत्वविचारो नैव कर्त्तव्यः । तैरिदमेव चिन्तनीयं यद् 'गुरुणा मह्यं याऽऽज्ञा दत्ता तस्याः समाचरणेन ममाऽऽत्मकल्याणं भविष्यत्येव । ततः साऽवश्यमनुष्ठेया ।' न चैवं विचारणीयं, 'गुरुणा मह्यमीदृश्याज्ञा दत्ता, अन्यस्मै त्वन्या। ततः साऽऽज्ञा समीचीना, मह्यं दत्ता त्वाज्ञाऽसमीचीनेति ।' वैद्यो भिन्नभिन्नरोगिभ्यो भिन्नभिन्नौषधानि ददाति । तथापि ते परस्परं वैमनस्यं न कुर्वन्ति । एवमत्रापि ज्ञेयम् । शिष्येण स्वहृदये ईदृशी श्रद्धा धारणीया यद्गुर्वाज्ञा मम लाभायैव भविष्यति, न च सा कदाऽपि ममाऽहितं करिष्यति । यदि हृदयमेवं श्रद्धावासितं भवेत्तर्हि शिष्यः कदापि गुर्वाज्ञाया युक्तायुक्तत्वं न पश्येत् । बालको मातरं श्रद्दधाति । ततः स कदापि न विचारयति यन्मातृदत्तो मोदको विषमिश्रितो भविष्यति न वा ? एवं शिष्यैर्गुरुर्मातृवत्श्रद्धातव्यः । यदि शिष्यो गुर्वाज्ञाया युक्तायुक्तत्वं विचारयति तीदं सूचितं भवति यत्स गुरुं न श्रद्दधाति । भावेन गृहीतमौषधं रोगमपनयति । औषधे समीचीने सत्यपि यदि એમ શિષ્યોની શારીરિક, ભૌતિક, માનસિક, આધ્યાત્મિક અવસ્થાઓ જુદી જુદી હોય છે. તેથી ગુરુ તેમને જુદી જુદી આજ્ઞા આપે છે. તે બધી ય બધા શિષ્યોના આત્માનું અવશ્ય કલ્યાણ કરે છે. માટે શિષ્યોએ “આજ્ઞા બરાબર છે કે નહી ?' એવો વિચાર ન કરવો. તેમણે એટલું જ વિચારવું કે, “ગુરુએ મને જે આજ્ઞા આપી છે તેના આચરણથી મારું આત્મકલ્યાણ થવાનું જ છે. તેથી મારે તેનું અવશ્ય પાલન કરવું.’ એમ ન વિચારવું કે, “ગુરુએ મને આવી આજ્ઞા આપી, બીજાને બીજી આજ્ઞા આપી. તેથી તે આજ્ઞા સારી છે. મને આપેલી આજ્ઞા બરાબર નથી.” વૈદ્ય જુદા જુદા રોગીઓને જુદી જુદી દવા આપે છે. છતાં તેઓના મનમાં વૈમનસ્ય નથી થતું. એમ અહીં પણ સમજવું. શિષ્ય પોતાના હૃદયમાં એવી શ્રદ્ધા રાખવી કે ગુરુની આજ્ઞા મારા લાભ માટે જ થશે, તે ક્યારેય મારું અહિત નહીં કરે, જો હૃદય આવી શ્રદ્ધાથી વાસિત થયું હોય તો ક્યારેય શિષ્ય ગુરુની આજ્ઞાના સાચાખોટાપણાને ન જુવે. બાળકને માતા ઉપર વિશ્વાસ છે. તેથી તે ક્યારેય વિચારતો નથી કે માતાએ આપેલો લાડવો ઝેરવાળો હશે કે નહીં? એમ શિષ્યોએ માતાની જેમ ગુરુ ઉપર શ્રદ્ધા રાખવી. જો શિષ્ય ગુરુની આજ્ઞાના સાચાખોટાપણાનો વિચાર કરે તો એ સૂચિત થાય કે તેને ગુરુ ઉપર વિશ્વાસ નથી. ભાવથી લીધેલી દવા રોગ દૂર કરે છે. દવા બરાબર હોય છતાં જો તે શંકિત હૃદયથી

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443