Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 429
________________ विभिन्ना अपि गुर्वाज्ञा मुक्ति प्रापयन्ति । ३७५ मिथ्यात्वहेतुकत्वात्तस्य, न हि मिथ्यात्वं विना निश्चितशुद्धप्ररूपकत्वेऽपि प्रज्ञाप तथाकारं न प्रयुङ्क्ते इति गाथार्थः ॥१७॥ ' गुरुर्लाभालाभौ दृष्ट्वैवाऽऽज्ञां करोति, न तु यथाकथञ्चित् ततः सैकान्तेन शिष्यहितायैव भवति । गुरुः पक्षपातं न करोति । सर्वशिष्येषु स समानो भवति । स सर्वशिष्याणां हितमिच्छति । परन्तु शिष्याणां स्वभावो भिन्नो भिन्नो भवति । ते नानादेशेभ्य आगताः सन्ति । तेषां कर्मोदयक्षयोपशमा विविधाः सन्ति । ततो गुरुस्तेभ्यो भिन्नां भिन्नामाज्ञां ददाति । बहिर्दृष्ट्या भिन्ना भिन्ना भासमाना अपि ताः सर्वा वस्तुवृत्त्याऽवश्यं मुक्ति प्रापयन्ति । भिन्नभिन्नस्थानेभ्यो विवक्षितपुरप्राप्तेर्मार्गा विभिन्नाः सन्ति । भिन्नत्वे सत्यपि ते सर्वे विवक्षितं पुरमवश्यं प्रापयन्ति । तैर्गच्छतां पथिकानां परस्परं न कोऽपि मत्सरभावोऽस्ति । ते सर्वमार्गाणां युक्तायुक्तात्वविचारं नैव कुर्वन्ति । परन्तु स्वमार्ग इष्टपुरं प्रापयति न वेत्येव विचारयन्ति । स्वमार्गमिष्टपुरप्रापणसमर्थं ज्ञात्वा ते तेनेष्टपुरं प्राप्नुवन्ति । न चैवं विचारयन्ति यन्मम मार्ग ईदृशोऽस्ति, अन्यस्य तु भिन्नः, ततस्तस्य मार्ग समीचीनोऽस्ति, मम मार्गस्तु न तथेति । કરનારા ગુરુનું વચન ન સ્વીકારે.’ ગુરુ લાભાલાભ જોઈને જ આજ્ઞા કરે છે, ગમે તેમ નહીં. તેથી તે એકાંતે શિષ્યના હિત માટે થાય છે. ગુરુ પક્ષપાત નથી કરતા. બધા શિષ્યો વિષે તેઓ સમાન હોય છે. તેઓ બધા શિષ્યોનું હિત ઇચ્છે છે. પણ શિષ્યોનો સ્વભાવ જુદો જુદો હોય છે. તેઓ જુદા જુદા દેશમાંથી આવેલા હોય છે. તેમના કર્મના ઉદય, ક્ષયોપશમ વગેરે વિવિધ હોય છે. તેથી ગુરુ તેમને જુદી જુદી આજ્ઞા આપે છે. બહારથી જુદી જુદી દેખાતી પણ તે બધી આજ્ઞાઓ હકીકતમાં અવશ્ય મોક્ષે પહોંચાડે છે. જુદા જુદા સ્થળેથી કોઈ એક જગ્યાએ જવાના રસ્તા જુદા જુદા હોય છે. જુદા હોવા છતાં તે બધા તે નગરમાં અવશ્ય પહોંચાડે છે. તે રસ્તાઓ પર ચાલનારા મુસાફરોને એક-બીજા પ્રત્યે ઇર્ષ્યા નથી હોતી. તેઓ બધા માર્ગો બરાબર છે કે નહીં એવો વિચાર નથી કરતા, પણ પોતાનો રસ્તો ઇષ્ટ નગરે પહોંચાડે છે કે નહીં એટલું જ વિચારે છે. પોતાનો રસ્તો ઇષ્ટ નગર સુધી લઈ જવા સમર્થ છે એમ જાણીને તેઓ તે રસ્તેથી ઇષ્ટ નગરે જાય છે. તેઓ એમ નથી વિચારતા કે - ‘મારો રસ્તો તો આવો છે, પેલાનો જુદો છે. તેથી તેનો રસ્તો બરાબર હોવો જોઈએ, મારો રસ્તો બરાબર નથી.'

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443