Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 401
________________ गुरुविराधकस्य वाञ्छितं नैव सिध्यति । ३४७ तस्याऽनन्तानि मरणानि भवन्ति । एवं गुरुविराधनाऽनन्तानि मरणानि ददाति । गुरुविराधना कदाऽप्यनन्तमरणानि न व्यभिचरति । यतो देवगुर्वाशातकानां संसारो दीर्घो भवति । एवं गुरुविराधना, हालाहलविषमतिशेते । अत एव ग्रन्थकृतोक्तं - गुरुविराधनैव हालाहलं विषम् । ___ यथा विषं सर्वां शक्ति हन्ति तथा गुरुविराधनया शिष्यस्य जीवने सर्वाः शक्तयो हीयन्ते । विषं प्राणं हन्ति । प्राणापगमानन्तरं केवलं शरीरमवतिष्ठते । एवं गुरुविराधना संयमप्राणं हन्ति । तद्विगमानन्तरं केवलं बाह्यलिङ्गमवतिष्ठते । गुरुरुपकार्यस्ति । तस्य विराधनोपकारिण्यपकाररूपा भवति । उपकारिणि कृतोऽपकारः कृतघ्नता भवति । सा सर्वदोषाणां मुख्याऽस्ति । सा सर्वान्दोषानानयति, सर्वगुणांश्च नाशयति । ततः शिष्यो भावदरिद्रो भवति । एवं गुरुविराधना महानर्थकारिणी भवति । शिष्यः स्वाऽल्पस्वार्थकृते गुरुं विराधयति । गुरुविराधनया स्वार्थस्तु नैव सिध्यति, प्रत्युत महानर्थ एव प्राप्यते । ततः स्वार्थसिद्ध्यर्थमपि गुरुविराधना त्याज्या गुर्वाराधना च कार्या । गुरुविराधनया शिष्यो गुरुमनो विराधयति । ततः शिष्यस्य कदापि वाञ्छितसिद्धिर्न भवति । गुरुविराधको गुर्वनिष्टं करोति । ततः सोऽप्यनिष्टान्येव प्राप्नोति । થાય છે. આમ ગુરુની વિરાધના અનંત મરણો આપે છે. ગુરુની વિરાધના કરનારને અવશ્ય અનંત મરણો મળે છે. કેમકે દેવ-ગુરુની આશાતના કરનારનો સંસાર લાંબો થાય છે. આમ ગુરુની વિરાધના હાલાહલ ઝેર કરતા ચઢી જાય છે. માટે જ ગ્રંથકારે કહ્યું કે ગુરુની વિરાધના એ જ હાલાહલ ઝેર છે. જેમ ઝેર બધી શક્તિને હણે છે તેમ ગુરુની વિરાધનાથી શિષ્યના જીવનમાં બધી શક્તિઓ ઘટે છે. ઝેર પ્રાણને હરે છે. પ્રાણ ગયા પછી માત્ર શરીર રહે છે. તેમ ગુરુની વિરાધના સંયમરૂપી પ્રાણને હરે છે. તેના ગયા પછી માત્ર બાહ્ય લિંગ રહે છે. ગુરુ ઉપકારી છે. તેમની વિરાધના એ ઉપકારી ઉપર અપકાર જેવી છે. ઉપકારી ઉપર અપકાર કરવો એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા બધા દોષોમાં મુખ્ય છે. તે બધા દોષોને લાવે છે, અને બધા ગુણોનો નાશ કરે છે. તેથી શિષ્ય ભાવથી દરિદ્ર થઈ જાય છે. આમ ગુરુની વિરાધના મહા અનર્થને કરે છે. શિષ્ય પોતાના થોડા સ્વાર્થ માટે ગુરુની વિરાધના કરે છે. ગુરુની વિરાધનાથી સ્વાર્થ તો સિદ્ધ નથી જ થતો, ઉલ્ટે તેને મોટું નુકસાન થાય છે. માટે સ્વાર્થને સાધવા માટે પણ ગુરુની વિરાધના ત્યજવી અને આરાધના કરવી. ગુરુની વિરાધના કરવાથી શિષ્ય ગુરુના મનની વિરાધના કરે છે. તેથી શિષ્યના ઇચ્છિતની ક્યારેય સિદ્ધિ નથી થતી. ગુરુની વિરાધના કરનાર ગુરુને અનિષ્ટ કરે છે. તેથી તેને પણ અનિષ્ટો જ મળે છે.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443