________________
३६०
प्रकृतोपदेशः सङि क्षप्तरूपो भवति । साध्वी-श्रावक-श्राविकाणां सर्वेषां हितकाम्ययाऽमुपदेशो दत्तः । अतः सर्वैरेनमुपदेशं श्रुत्वा तद्भावार्थो मनस्यवधारणीयस्तदनुसारेण च स्वजीवनं जीवितव्यम् । एवं कृते सति तेषामुभयलोकहितं भविष्यति ।
। अयमुपदेशो ग्रन्थकृता सङ्क्षेपेण कथितः । यत एतत्कुलकस्य प्रमाणं चतुस्त्रिशत्श्लोकप्रमितमस्ति । जगति सत्त्वाः द्विविधाः सन्ति - सङ्क्षेपरुचयो विस्ताररुचयश्च । सङ्क्षिप्तं शास्त्रं सङ क्षेपरुचीञ्जीवानुपकरोति । विस्तृतं शास्त्रं विस्ताररुचीञ्जीवानुपकरोति । सङ्क्षिप्तशास्त्रे मुख्यतत्त्वानां निरूपणमस्ति । विस्तृतशास्त्रे प्रसक्तानुप्रसक्तसर्वतत्त्वानां निरूपणमस्ति । सङ्क्षिप्तं शास्त्रं झटित्युपादेयं भवति । तेन बोधोऽपि शीघ्रं जायते । सङ्क्षिप्तं शास्त्रं मन्दप्रज्ञानामुपकारकं भवति । गुरुभक्तिबहुमानादीनां विस्तृतोपदेशो गुरुवन्दनभाष्यप्रवचनसारोद्धार-दशवैकालिकसूत्र-पञ्चवस्तुक-पञ्चाशक-उत्तराध्ययनसूत्रचन्द्रकवेध्यक-प्रकीर्णक-अध्यात्मकल्पद्रम-गुरुतत्त्वविनिश्चयादिग्रन्थेषु दृश्यते । एतत्सर्वग्रन्थसारभूतं ग्रन्थकृतेदं सङि क्षप्तं शास्त्रं रचितम् । शब्दप्रमाणेन सङ्क्षिप्तोऽप्ययं ग्रन्थोऽर्थप्रमाणेन महानस्ति । अत एषो ग्रन्थो न सकदेव पठित्वा मोक्तव्यः, किन्तु पुनः पुनरयं ग्रन्थः पठनीयः । मतिमद्भिरेतद्ग्रन्थः कण्ठस्थीकरणीयः, सूक्ष्मबुद्ध्या तदर्थश्चिन्तनीयः, ऐदंपर्यार्थं જશે. આમ ગ્રંથકારે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા - એ બધાના હિતની ઇચ્છાથી આ ઉપદેશ આપ્યો છે. માટે બધાયે આ ઉપદેશ સાંભળી તેનો ભાવાર્થ મનમાં ધારવો અને તેને અનુસારે પોતાનું જીવન જીવવું. આમ કરવાથી તેમનું બન્ને લોકમાં હિત થશે.
આ ઉપદેશ ગ્રંથકારે સંક્ષેપથી કહ્યો છે. કેમકે આ કુલકનું પ્રમાણ ૩૪ શ્લોકોનું છે. જગતમાં જીવો બે પ્રકારના છે - સંક્ષેપરુચિવાળા અને વિસ્તારરુચિવાળા. ટૂંકું શાસ્ત્ર સંક્ષેપરુચિવાળા જીવો ઉપર ઉપકાર કરે છે. વિસ્તૃતશાસ્ત્ર વિસ્તારરુચિવાળા જીવો ઉપર ઉપકાર કરે છે. ટૂંકાશાસ્ત્રમાં મુખ્ય મુખ્ય બાબતોનું નિરૂપણ કર્યું હોય છે. વિસ્તૃતશાસ્ત્રમાં બધી બાબતોનો વિસ્તાર કર્યો હોય છે. ટૂંકુ શાસ્ત્ર જલ્દીથી ઉપાદેય બને છે. તેનાથી બોધ પણ જલ્દીથી થાય છે. ટુંકું શાસ્ત્ર મંદબુદ્ધિવાળા જીવો ઉપર ઉપકાર કરે છે. ગુરુભક્તિબહુમાન વગેરેનો વિસ્તૃત ઉપદેશ ગુરુવંદનભાષ્ય-પ્રવચનસારોદ્ધાર-દશવૈકાલિકસૂત્ર-પંચવસ્તક-પંચાશક-ઉત્તરાધ્યયનસૂત્ર-ચન્દ્રકવેધ્યકપયન્ના-અધ્યાત્મકલ્પદ્રુમ-ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાં દેખાય છે. આ બધા ગ્રંથોના સારરૂપ આ ટુંકો ગ્રંથ ગ્રંથકારે રચ્યો છે. આ ગ્રંથના શબ્દો ભલે ઓછા હોય પણ એનો અર્થ ઘણો મોટો છે. માટે આ ગ્રંથ એકવાર ભણીને મૂકી ન દેવો, પણ વારંવાર આ ગ્રંથ ભણવો. બુદ્ધિશાળીઓએ આ ગ્રંથ ગોખવો, સૂક્ષ્મ બુદ્ધિથી તેના અર્થ વિચારવા, તેનો ઔદંપર્યાર્થ જાણવો, આ ગ્રંથમાં