Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 419
________________ परलोकलालसयाऽपि स्वात्मा गुरुहृदये वासनीयः । ३६५ कृते सति तस्य वासो गुरुहृदये भवति । गुरुहृदये वसनार्थं शिष्येण स्वहृदयं गुरवेऽर्पणीयम् । तेन स्वतन्त्रेण भूत्वा न कुत्राऽपि प्रवर्तनीयम् । सर्वकार्येषु तेन गुरुपारतन्त्र्यं स्वीकर्त्तव्यम् । यः संसारं त्यजति स साधुर्भवति । यो मनस्त्यजति स शिष्यो भवति। संसारत्यागो द्रव्यदीक्षारूपो भवति । मनस्त्याग एव भावदीक्षा । यथा क्षीरे जलस्य स्वतन्त्रमस्तित्वं न भवति, तत्तत्र विलीनं भवति तथा गुरुमनसः पृथग् शिष्यमनोऽस्तित्वं न भवति । तत्तत्र विलीनं भवति । शिष्येण परलोकलालसयाऽपि स्वात्मा गुरुहृदये वासितव्यः । गुरुहृदये स्वात्मस्थापने कदाचित्शिष्यस्य मनसि परलोकवाञ्छा हेतुभूता स्यात् । स एवं चिन्तयेत् - 'इहभवे यदि गुरुराराद्धो भविष्यति तर्हि तज्जन्यपुण्येन परलोके मम सुगतिर्भाविनी । तत्र मनसि चिन्तिते सत्येव मम सर्वकार्याणि सेत्स्यन्ति । सर्वे मम सेवां करिष्यन्ति । मया समृद्धिः प्राप्स्यते । एवमादिपरलोकसम्बन्धीष्टसिद्ध्यर्थं शिष्यो गुरुभक्तिं कुर्यात् । तथा च स्वात्मानं गुरुहृदये वासयेत् । तथापि स प्रशस्योऽस्ति । तस्य कल्याणं भविष्यति । તેણે બધે ગુરુને જ આગળ કરવા, પોતાની જાતને બધે ગૌણ કરવી. આમ કરવાથી ગુરુના હૃદયમાં તેનો વાસ થાય છે. ગુરુના હૃદયમાં વસવા શિષ્ય પોતાનું હૃદય ગુરુને આપવું. તેણે સ્વતંત્ર રીતે ક્યાંય પ્રવૃત્તિ ન કરવી, બધા કાર્યોમાં તેણે ગુરુને પરાધીન બનવું. જે સંસારને છોડે છે તે સાધુ થાય છે, જે મનને છોડે છે તે શિષ્ય થાય છે. સંસારને છોડવો એ દ્રવ્યદીક્ષા છે, મનને છોડવું એ ભાવદીક્ષા છે. જેમ દૂધમાં પાણીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું, તે તેમાં એકમેક થઈ જાય છે, તેમ ગુરુના મન કરતા જુદું શિષ્યનું મન નથી હોતું, તે તેમાં ભળી ગયું હોય છે. શિષ્ય પરભવની અભિલાષાથી પણ પોતાનો આત્મા ગુરુના હૃદયમાં સ્થાપવો. ગુરુના હૃદયમાં જાતને સ્થાપવા પાછળ કદાચ શિષ્યના મનમાં પરલોકની ઇચ્છા હોય. તે એમ વિચારે કે, “આભવમાં જો ગુરુની આરાધના કરી હશે તો તેનાથી પેદા થયેલ પુણ્યથી પરભવમાં મારી સદ્ગતિ થશે. ત્યાં મનમાં વિચારવા માત્રથી જ મારા બધા કાર્યો પૂરા થશે. બધા મારી સેવા કરશે. અને સમૃદ્ધિ મળશે.” આ અને આવા બીજા પરભવસંબંધી ઇષ્ટોને મેળવવા શિષ્ય ગુરુભક્તિ કરે. તેમ કરીને પોતાને ગુરુના હૃદયમાં વસાવે. છતાં પણ તે પ્રશંસાપાત્ર છે. તેનું કલ્યાણ થશે.

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443