Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 417
________________ गुरुहृदयकृतवासः शिष्यो धन्यतमः । क्रमशः स विशुध्यति । दुर्गन्धिस्थाने यदि सुरभि कुसुममानीयते तर्हि तस्याऽऽमोदं दशसु दिक्षु प्रसरति । एवं शिष्यहृदये गुरुपुष्प आनीते शिष्यजीवने गुणसुरभिगन्धः प्रसरति । इत्थं यदि शिष्यः स्वहृदये गुरुं वासयति तर्हि प्रभूतं लाभं प्राप्नोति । ततः स भाग्यशाली भवति । अतः स धन्य उच्यते । यः शिष्यो गुरुहृदयकमले वसति स तु धन्यतमोऽस्ति । स सर्वप्रयत्नैर्गुरुं प्रसन्नं करोति । गुरोर्हृदयाशीः स प्राप्नोति । तेन तस्य सर्वा विपदो नश्यन्ति । स सर्वाः सम्पदः प्राप्नोति । यथा माता बालकचिन्तां करोति तथा गुरुस्तस्य सर्वां चिन्तां करोति । यथा सुगन्ध्यपवरके प्रविशन्नरः सौरभमयो भवति, तथा गुरुहृदये वसन् शिष्यो गुणमयो भवति । शिष्यस्य तु गुरुरेक एवाऽऽराधनीयोऽस्ति । अतस्तस्य हृदये गुरोर्वासः सुकरः । गुरोस्त्वनेके शिष्याः सन्ति । तेषां सर्वेषां योगक्षेमाः गुरुणा कर्त्तव्याः, तेषु सर्वेषु सत्स्वपि यः शिष्यो गुरुहृदयकमले वसति सोऽधिकः पुण्यशाली भवति । अतः स धन्यतम उच्यते । यो गुविच्छानुसारेण जीवनं जीवति स एव गुरुहृदये वस्तुं शक्नोति । गुर्विच्छानुसारेण जीवनं जीवतः पदे पदे ऋद्धि-सिद्धि-समृद्धयो भवन्ति । नेदं स्वमनीषिका-विजृम्भितम्, यदुक्तम् सिद्धान्ते - ભાગી જાય છે. તેથી ક્રમે કરી તે વિશુદ્ધ થાય છે. દુર્ગધવાળા સ્થળે જો સુગંધી ફૂલ લવાય તો તેની સુગંધ દશ દિશાઓમાં ફેલાય. એમ શિષ્યના હૃદયમાં ગુરુરૂપી ફૂલ લવાય તો શિષ્યના જીવનમાં ગુણોની સુગંધ પસરે. આમ શિષ્ય જો પોતાના હૃદયમાં ગુરુને વસાવે તો તેને ઘણો લાભ થાય. તેથી તે ભાગ્યશાળી બને માટે તે ધન્ય કહેવાય છે. જે શિષ્ય ગુરુના હૃદયમાં વસે છે તે વધુ ધન્યવાદને પાત્ર છે. તે બધા પ્રયત્નોથી ગુરુને પ્રસન્ન કરે છે. ગુરુના હૃદયના આશિર્વાદ તે પામે છે. તેનાથી તેની બધી વિપત્તિઓ નાશ પામે છે. તેને બધી સંપત્તિઓ મળે છે. જેમ માતા બાળકની ચિંતા કરે છે તેમ ગુરુ તેની બધી ચિંતા કરે છે. જેમ સુગંધિ ઓરડામાં પેસનાર માણસ સુગંધમય બને છે તેમ ગુરુના હૃદયમાં વસતો શિષ્ય ગુણમય બને છે. શિષ્ય માટે તો ગુરુ એક જ આરાધ્ય છે. એથી એના હૃદયમાં ગુરુનો વાસ થવો સહેલો છે. ગુરુને તો અનેક શિષ્યો છે. તે બધાના યોગક્ષેમ ગુરુએ કરવાના હોય છે. તે બધા હોવા છતાં જે શિષ્ય ગુરુના હૃદયકમળમાં વસે છે તે વધુ પુણ્યશાળી છે. માટે તે વધુ ધન્ય છે. ગુરુની ઇચ્છા મુજબ જીવનારો જ ગુરુના હૃદયમાં વસી શકે છે. ગુરુની ઇચ્છા પ્રમાણે જીવન જીવનારાને ડગલેને પગલે ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ મળે છે. આ મેં પોતાની બુદ્ધિથી વિચારીને નથી

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443