________________
३६४
शिष्येण गुरुमनःकमले भ्रमरवद्वसनीयम् । १धन्ना ते जीयलोए, गुरवो निवसंति जाण हिययंमि । धन्नाणवि सो धन्नो, गुरूण हिययंमि निवसइ जो उ ॥'
एवं गुरुहृदयकृतवासः शिष्यो धन्यातिधन्यो भवति । अत एवास्मिन्श्लोकयुग्मे शिष्येभ्यो गुरुहृदये वासकरणोपदेशो दत्तः ।
भ्रमरः कमले वसति । कमलगतं मधु स पिबति । स पुष्पं न पीडयति । स कमलेऽत्यासक्तो भवति । कमलं विमुच्याऽन्यत्र न गच्छति । कदाचित्कमलगतमधुपानमग्नः स भ्रमरः सन्ध्याकालं न जनाति । ततः कमले मुकुलिते स भ्रमरो बद्धो भवति । द्वितीयदिने सूर्योद्गमनानन्तरं कमले विकसिते एव स बहिर्निर्गन्तुं शक्नोति । एवं भ्रमरः कमलेऽतीवाभिष्वक्तो भवति । इत्थमेव सर्वैः शिष्यैः स्वात्मा स्वगुरुहृदयकमले स्थापनीयः । गुरुगतगुणमकरन्दं शिष्येण पातव्यम् । न च तेन स्वप्रवृत्त्या कदापि गुरोर्मनसि खेदः कारणीयः । तेन सदा गुर्विच्छापालनरक्तेन भवितव्यम् । तेन गुरुः कदापि न मोक्तव्यः । तेन गुरुं विमुच्याऽन्यत्र न गन्तव्यम् । गुरुभक्तौ तेन स्वात्मा विस्मर्त्तव्यः । तेन सर्वत्र गुरुरेव मुख्यः कर्तव्यः, स्वात्मा सर्वत्र उपसर्जनीकर्त्तव्यः । एवं કહ્યું. શાસ્ત્રમાં કહ્યું છે કે – “જેમના હૃદયમાં ગુરુ વસે છે તે જીવો જીવલોકમાં ધન્ય છે, જે ગુરુના હૃદયમાં વસે છે તે ધન્યો કરતા પણ વધુ ધન્ય છે.”
આમ ગુરુના હૃદયમાં રહેનાર શિષ્ય બન્યાતિધન્ય બને છે. માટે જ આ બે શ્લોકમાં શિષ્યોને ગુરુના હૃદયમાં વસવાનો ઉપદેશ આપ્યો છે.
ભમરો કમળમાં રહે છે. કમળમાં રહેલું મધ તે પીવે છે. તે પુષ્પને પીડા નથી કરતો. તે કમળમાં ખૂબ આસક્ત હોય છે. તે કમળ છોડી બીજે નથી જતો. કદાચ કમળમાં રહેલ મધ પીવામાં મગ્ન તે ભમરાને ખબર ન પડે કે સાંજ પડી ગઈ તો તે કમળ બીડાતા ભમરો અંદર પુરાય જાય છે. બીજા દિવસે સૂર્યોદય થયા પછી કમળ વિકસિત થાય ત્યારે જ તે બહાર નીકળી શકે છે. આમ ભમરો કમળ ઉપર અતિ આસક્ત હોય છે. એ જ રીતે બધા શિષ્યોએ પોતાની જાત ગુરુના હૃદયકમળમાં સ્થાપવી. ગુરુમાં રહેલા ગુણોરૂપી મધ તેણે પીવું. તેણે પોતાની પ્રવૃત્તિથી ક્યારેય ગુરુને ખેદ ન કરાવવો. તેણે હંમેશા ગુરુની ઇચ્છાનું પાલન કરવામાં રક્ત રહેવું. તેણે ગુરુને ક્યારેય છોડવા નહી. તેણે ગુરુને છોડી બીજે ન જવું. ગુરુની ભક્તિમાં તેણે જાતને ભૂલી જવી. १. धन्यास्ते जीवलोके, गुरवः निवसन्ति येषां हृदये ।
धन्येभ्योऽपि सः धन्यः, गुरूणां हृदये निवसति यस्तु ॥