________________
प्रकृतोपदेशः चतुर्विधसङ्घाय दत्तः ।
३५९ प्राप्नोति । ततोऽघातिकर्म क्षपयित्वा सिद्धिं याति । एवमयमुपदेशः परलोकेऽपि हितं करोति । इत्थमयमुपदेश उभयलोकहितावहो भवति । ___एष उपदेशश्चतुर्विधसङ्घाय दत्तः । सङ्घः - साधुसाध्वी-श्रावकश्राविकारूपो भवति ।
जैनप्रवचनं द्वादशाङ्गीरूपं भवति । द्वादशाङ्गी श्रुतज्ञानरूपा भवति । ज्ञानञ्चात्मरूपाधारं विना न भवति । ततो जैनप्रवचनं चतुर्विधसङ्के तिष्ठति । जैनप्रवचनस्य भक्तिं कर्तुकामेन सङ्घस्य भक्तिः कर्त्तव्या । सङ्घरक्षणेन जैनप्रवचनरक्षा भवति । यदि सङ्घो गुणसम्पन्नो भवति तर्हि जैनशासनं दृढं परैरघर्षणीयञ्च भवति । अतो जैनशासनभक्तिरक्षणकर्तुकामेन साधुसाध्वीश्रावक श्राविकाणां भक्तिरक्षणे कर्त्तव्ये । जिनशासनस्याऽस्माकमुपरि परमोपकारोऽस्ति । तेनैव वयमेतदुच्चैः पदं प्रापिताः । यदि जिनशासनं नाऽभविष्यत्तर्हि वयमियती भूमिं न प्राप्स्याम । अतोऽवश्यं जिनशासनस्य सेवा कर्त्तव्या । ग्रन्थकारोऽपि जिनशासनर्णमुक्तिमिच्छन्साधुसाध्वी-श्रावक-श्राविकाणां भक्तिं कर्तुमिच्छति । अत एव स एतत्कुलकं रचितवान् । अस्य पाठेन ते गुरुभक्तिमाहात्म्यं ज्ञास्यन्ति । ततः स्वजीवने गुरुभक्तिबहुमानादीनां प्रादुर्भावं करिष्यन्ति । प्रादुर्भूताश्च तान्दृढतमान्करिष्यन्ति । ततस्ते इहभवपरभवसम्पदः प्राप्स्यन्ति, परम्परया च मुक्तिं यास्यन्ति । एवं ग्रन्थकृता साधु
ખપાવી કેવળજ્ઞાન પામે છે. પછી અઘાતિ કર્મ ખપાવી મોક્ષે જાય છે. આમ આ ઉપદેશ પરલોકમાં પણ હિતકારી છે. આમ આ ઉપદેશ બન્ને લોકમાં હિત કરનાર છે.
આ ઉપદેશ ચતુર્વિધ સંઘને આપ્યો છે. સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ છે. જૈનપ્રવચન દ્વાદશાંગીરૂપ છે. દ્વાદશાંગી શ્રુતરૂપ છે. જ્ઞાન એ આત્મારૂપી આધાર વિના ન હોય. માટે જૈનપ્રવચન ચતુર્વિધસંઘમાં રહે છે. જૈનપ્રવચનની ભક્તિ કરવાની ઇચ્છાવાળાએ સંઘની ભક્તિ કરવી. સંઘની રક્ષા કરવાથી જૈનપ્રવચનની રક્ષા થાય છે. જો સંઘ ગુણસંપન્ન હોય તો જૈનશાસન દઢ અને બીજા જેને હરાવી ન શકે એવું બને. માટે જૈનશાસનની ભક્તિ અને રક્ષણ કરવાની ઇચ્છાવાળાએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ભક્તિ અને રક્ષા કરવી. જિનશાસનનો આપણી ઉપર પરમ ઉપકાર છે. તેણે જ આપણને આ ઊંચા પદે પહોંચાડ્યા છે. જો જિનશાસન ન હોત તો આપણે અહીં સુધી આવ્યા ન હોત. માટે અવશ્ય જિનશાસનની સેવા કરવી. ગ્રંથકાર પણ જિનશાસનના ઋણમાંથી છૂટવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવા ઇચ્છે છે. માટે જ તેમણે આ કુલક રચ્યું છે. આના પાઠથી તેઓ ગુરુભક્તિના માહાભ્યને જાણશે. તેથી પોતાના જીવનમાં ગુરુભક્તિ બહુમાન વગેરેને પ્રગટાવશે અને તે પ્રગટ થયા હોય તો તેને દૃઢ કરશે. તેથી તેઓ આભવ અને પરભવની સંપત્તિઓ પામશે. અને પરંપરાએ મુક્તિએ