________________
१०४
गुरोर्देवतुल्या पूजा ।
भासते। यो गुरुं जीवन्परमात्मरूपं मन्यते स भवान्तरे परमात्मानं गुरुरूपेण प्राप्नोति । यस्य तु परमात्मैव गुरुर्भवति, सिद्धिस्तस्य करतलगता । उक्तञ्च चिरन्तनाचार्यकृतश्रीपञ्चसूत्रस्य 'पव्वज्जापरिपालणासुत्तं' नामचतुर्थे सूत्रे १ अओ परमगुरुसंजोगो । ततो सिद्धी असंसयं ।' श्रीहरिभद्रसूरिभिरपि षोडशके उक्तम् ‘गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह, बीजं तस्माच्च मोक्ष इति ॥१०॥' ततो देववद्गुरुरपि सर्वगुणयुक्तो मन्तव्यः, तस्मिन्दोषलेशस्याऽपि शङ्का न कर्त्तव्या । अतिप्रयत्नेन तद्भक्तिः कर्त्तव्या तदाशातना च वर्जनीया । यदुक्तं श्रीदशवैकालिकसूत्रस्य नवमाध्ययनस्य तृतीयोद्देशके श्रीशय्यंभवसूरिभिः - २ आयरियं अग्गिमिवाहिअग्गी सुस्सूसमाणो पडिजागरिज्जा ।' श्रीधर्मदासगणिकृतोपदेशमालायामपि कथितम् – पुण्णेहिं चोइआ पुरक्खडेहिं सिरिभायणं भवियसत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पज्जुवासंति ॥ १०१ ॥ ' कदाचिदनाभोगेन तदविनये जाते
જે ગુરુને જીવતા ભગવાન માને, તેને ભવાન્તરમાં ભગવાન ગુરુ તરીક મળે. ભગવાન જ જેના ગુરુ હોય તેની મુક્તિ નજીક બને છે. પંચસૂત્રના ‘પ્રવ્રજ્યાપરિપાલનસૂત્ર’ નામના ચોથા સૂત્રમાં કહ્યું છે - ‘એનાથી પરમગુરુનો સંયોગ થાય છે. તેથી વિના શંકાએ મોક્ષ થાય છે.” શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશકમાં પણ કહ્યું છે - “શુભભાવપૂર્વકની ગુરુની પરાધીનતા તેમના પરના બહુમાનરૂપ હોવાથી પરમાત્માની પ્રાપ્તિનું બીજ છે. તેનાથી મોક્ષ થાય છે.” તેથી ભગવાનની જેમ ગુરુને પણ સર્વગુણસંપન્ન માનવા, તેમનામાં થોડા પણ દોષની શંકા ન કરવી. ખૂબ પ્રયત્નપૂર્વક તેમની ભક્તિ કરવી અને તેમની આશાતના વર્જવી. દશવૈકાલિકસૂત્રના ૯મા અધ્યયનના ૩જા ઉદ્દેશામાં શ્રીશય્યભવસૂરિમહારાજે કહ્યું છે - આહિતાગ્નિ બ્રાહ્મણ જેમ અગ્નિની સેવા કરે તેમ શિષ્યે આચાર્યની સેવા કરવી.” ઉપદેશમાળામાં પણ કહ્યું છે - પૂર્વે કરેલા પુણ્યથી પ્રેરાયેલા, લક્ષ્મીના ભાજનરૂપ, જેમનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું છે એવા ભવ્ય જીવો ગુરુની ભગવાનની જેમ સેવા કરે છે.” ક્યારેક ભૂલથી તેમનો અવિનય થઈ જાય તો
१. अतः परमगुरुसंयोगः, ततः सिद्धिः असंशयम् ।
२. आचार्यं अग्निमिवाहिताग्निः शुश्रूषमाणः प्रतिजागृयात् ।
-
३. पुण्यैः चोदिता पुराकृतैः श्रीभाजनं भव्यसत्त्वाः । गुरुमागमिष्यद्भद्राः देवतामिव पर्युपासन्ते ॥ १०१ ॥