________________
२४४
सकृत्पृष्ट्वाऽनेककार्यकारी शिष्यो मायावी। साधवो यद्वा साहाय्यं कुर्वन्तीति साधवो यद्वा सत्त्वं स्फोरयन्तीति साधवो यद्वा संयम पालयन्तीति साधवो यद्वा समत्वं धारयन्तीति साधव इत्यष्टसकारमयं साधुत्वम्, शोभनाश्च ते साधवश्चेति सुसाधवः, तेषामिति सुसाधूनाम्, लघुकेषु - लघूनि - सूक्ष्माण्येव लघूकानि, स्वार्थे क-प्रत्ययः, तेष्विति लघुकेषु, अपि - सुसाधूनां महाकार्येष्वेषैव मर्यादाऽस्ति, लघुकार्येष्वप्येषैव मर्यादाऽस्तीति द्योतनार्थम्, कार्येषु - प्रयोजनेषु, एषा - प्रत्येककार्येषु गुरुप्रच्छनरूपा, मर्यादा - सामाचारी, अस्तीत्यध्याहार्यम् ।
अयं सङि क्षप्तोऽर्थः, विस्तृतार्थस्त्वेवम् - गुरुं पृष्ट्वैव कार्यं कर्त्तव्यमिति सामाचारी ज्ञात्वा कश्चिन्मायावी पण्डितंमन्यः शिष्यः स्वविकल्पितकार्यकरणार्थं सकृद्गुरुं पृष्ट्वाऽनेकानि कार्याणि करोति । तद्दुष्टप्रवृत्तिनिरोधनार्थं ग्रन्थकारोऽस्मिन्श्लोके पृच्छासामाचार्या विशेषार्थं व्यतिरेकेण दर्शयति । सकृद्गुरुं पृष्ट्वाऽनेककार्यकरणमिति न पृच्छासामाचार्या अर्थः । प्रत्येककार्यं गुरुं पृष्ट्वा कर्त्तव्यमिति पृच्छासामाचार्यर्थः । अत: सूक्ष्मधियैतदर्थं ज्ञात्वा प्रवर्तनीयम् । स्थूलधिया प्रवर्त्तनेनाऽऽत्मवञ्चना न कर्त्तव्या । सकृद्गुरुं पृष्ट्वाऽनेककार्यकारी शिष्यः स्वमनोगतं भावं गोपायित्वा बहिः स्वात्मानं गुरुभक्तं दर्शयति । तं दृष्ट्वा जनो वदति – 'धन्योऽयं शिष्यो यो गुरुं पृष्ट्वैव कार्यं करोति ।' परन्तु तत्त्वतस्तस्य न कोऽपि लाभो जायते । यतस्तस्य मनसि सकृद्गुरुं पृष्ट्वाऽनेककार्याणि गुर्वज्ञातानि कर्त्तव्यानि
સહે તે સાધુ, અથવા સેવા કરે તે સાધુ, અથવા સહાય કરે તે સાધુ, અથવા સત્ત્વ ફોરવે તે સાધુ. અથવા સંયમ પાળે તે સાધુ. અથવા સમતા ધરે તે સાધુ. આમ સાધુપણું આઠ स-२थी बनेj छ.
આ સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તૃત અર્થ આવો છે – ‘ગુરુને પૂછીને કાર્ય કરવું જોઈએ? એવી સામાચારી જાણીને કોઈક પોતાને પંડિત માનતો માયાવી શિષ્ય પોતે વિચારેલા કાર્યને કરવા માટે એકવાર ગુરુને પૂછીને અનેક કાર્યો કરે. તેની દુષ્ટ પ્રવૃત્તિને અટકાવવા ગ્રંથકાર આ શ્લોકમાં વ્યતિરેકથી પૃચ્છા સામાચારીનો વિશેષ અર્થ બતાવે છે. એક વાર ગુરુને પૂછીને અનેક કાર્ય કરવા એ પૃચ્છા સામાચારીનો અર્થ નથી. દરેક કાર્ય ગુરુને પૂછીને કરવું એ પૃચ્છા સામાચારીનો અર્થ છે. માટે સૂક્ષ્મ બુદ્ધિથી આ અર્થ જાણીને પ્રવર્તવું. સ્થૂલ બુદ્ધિથી પ્રવર્તીને આત્માને ઠગવો નહીં. એકવાર ગુરુને પૂછીને અનેક કાર્ય કરનારો શિષ્ય પોતાના મનના ભાવ છુપાવીને બહાર પોતાને ગુરુનો ભક્ત બતાવે છે. તેને જોઈને લોકો કહે છે – “આ શિષ્ય ધન્યવાદને પાત્ર છે જે ગુરુને પૂછીને જ કાર્ય કરે છે.' પણ વાસ્તવમાં તેને કોઈ લાભ નથી થતો, કેમકે તેના મનમાં એકવાર