________________
३३९
तीर्थङ्कराणामृद्धयः।
'अनेन भवनैर्गुण्यं सम्यग्वीक्ष्य महाशयः । तथाभव्यत्वयोगेन विचित्रं चिन्तयत्यसौ ॥१॥ मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥२॥ अहमेतानतः कृच्छ्राद्यथायोगं कथञ्चन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ॥३॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः ॥४॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वामवाप्नोति परं सत्त्वार्थसाधनम् ॥५॥'
ततश्चरमभवे तेषां च्यवनजन्मदीक्षाकेवलज्ञाननिर्वाणाख्यानि पञ्च कल्याणकानि भवन्ति । तदा देवा महामहान्कुर्वन्ति । देशनावसरे देवाः सालत्रयात्मकं समवसरणं रचयन्ति । जघन्यतोऽपि कोटिदेवास्तान्सेवन्ते । ते यत्र विचरन्ति तत्र वैरविरोधादयः प्रशाम्यन्ति । तद्देशना सुधाया अपि मधुरतरा भवति । तेषां देशना कदापि मोघा न भवति ।
गुरुभक्त्या चक्रित्वेन्द्र त्वगणधरत्वार्हत्त्वादीनि सर्वपदानि प्राप्यन्ते । अत्र प्रमुखशब्देनाऽन्यानि पदानि ग्राह्याणि । तानि चैवंप्रकाराणि भवन्ति - वासुदेवत्व -
આ તથાભવ્યત્વના યોગથી આ મહાશય સંસારની નિર્ગુણતાને બરાબર જોઈ વિચિત્ર ચિંતન કરે છે – “આ ધર્મતેજ હોવા છતાં મોહના અંધકારથી ભયંકર એવા આ સંસારમાં
જીવો દુઃખી થઈને ભમે છે. યથાયોગ્ય કોઈક રીતે શ્રેષ્ઠ સમકિતવાળો હું એમને આ સંસારમાંથી આ તથાભવ્યત્વ વડે પાર ઉતારું. કરુણા વગેરે ગુણોવાળા, પરાર્થવ્યસની, બુદ્ધિમાન, વધતા મહાન ઉદયવાળા તેઓ તે જ રીતે ચેષ્ટા કરે છે. તે તે કલ્યાણના યોગથી જીવોનું હિત જ કરતા તેઓ જીવોના હિતના શ્રેષ્ઠ સાધનરૂપ તીર્થંકરપણાને પામે છે.”
પછી છેલ્લા ભવમાં તેમના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણક થાય છે. ત્યારે દેવો મોટા મહોત્સવો કરે છે. દેશના વખતે દેવો ત્રણ ગઢવાળું સમવસરણ રચે છે. ઓછામાં ઓછા કરોડ દેવતા અવશ્ય તેમની સેવામાં હાજર હોય છે. તેઓ જયાં વિચરે છે ત્યાં વૈર, વિરોધ વગેરે શાંત થાય છે. તેમની દેશના અમૃત કરતા પણ વધુ મીઠી હોય છે. તેમની દેશના ક્યારેય નિષ્ફળ નથી જતી.
ગુરુભક્તિથી ચક્રવર્તિપણું, ઇન્દ્રપણું, ગણધરપણું, તીર્થંકરપણું વગેરે પદવીઓ મળે છે. અહીં શ્લોકમાં કહેલા ‘પ્રમુખ' શબ્દથી બીજી પદવીઓ પણ લઈ લેવી. તે આવી