________________
गुर्वाराधनाया अपरममृतं नास्ति ।
३४३ ___ दण्डान्वयः - इह गुरुणो आराहणाओ अवरं किंपि अमियं न हु अत्थि, तस्स य विराहणाओ बीयं हालाहलं नत्थि ॥२८॥
हेमचन्द्रीया वृत्तिः- इह - अस्मिन्जगति, गुरोः - पुण्यगुरोः, आराधनायाः - पूजायाः, अपरम् - अन्यत्, किमपि - गुराधनाऽतिरिक्तसर्ववस्तूनाममृतत्वनिषेधार्थम्, अमृतम् - पीयूषम् - अमरत्वदायकद्रवविशेष इत्यर्थः, न - निषेधे, हु - एवार्थे, अस्ति - विद्यते, तस्य - गुरोः, च - समुच्चयार्थम्, विराधनायाः - आशातनायाः, द्वितीयम् - अन्यत्, हालाहलं - विष, नास्ति - न विद्यते । ___ अयं समासार्थः । अधुना विस्तरार्थः - लोके उच्यते यत् 'शम्भुना समुद्रं मथितम् । ततस्तेनाऽमृतं विषं च लब्धे । तेनाऽमृतं देवेभ्यो दत्तम् । तेन च देवैरमरत्वं लब्धम् । अत एव ते अमरा उच्यन्ते । शङ्करेण स्वयं विषं भुक्तम् । तेन च तस्य कण्ठं नीलं जातम् । अत एव स नीलकण्ठ उच्यते ।' अत्र यद्देवानाममरत्वमुक्तं तन्मिथ्या । यतो देवा अपि स्वायुःसमाप्तौ च्यवन्ते । तेषामायूंष्यसङ्ख्य वर्षमितानि सन्ति । एकस्मिन्देवभवे मनुष्यभवास्त्वनेके व्यतिगच्छन्ति । ततो मनुष्यभवाऽपेक्षया देवभवोऽतिदीर्घोऽस्ति । तत एव मनुष्याः देवानमरान्कथयन्ति । एवमस्मिन्जगति किमपि तात्त्विकममृतं नास्ति । इन्द्रैः तीर्थकृतो बाल्ये तदङ्गुष्ठे न्यस्तममृतं तु बुभुक्षाशामको द्रवविशेषो मन्तव्यो न तु
શબ્દાર્થ - અહીં ગુરુની આરાધના સિવાય બીજું કોઈ અમૃત નથી અને તેમની वि२धन। सिवाय भालु २ नथी. (२८)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - ગુરુનું પુણ્ય ઘણું હોય. આ જગતમાં ગુરુની આરાધના કરવા સિવાય બીજું કંઈ પણ અમૃત નથી. અને તેમની વિરાધના કરવા સિવાય બીજું ઝેર નથી.
આ ટુંકો અર્થ છે. હવે વિસ્તૃત અર્થ કરાય છે - લોકમાં કહેવાય છે કે “શંકરે સમુદ્રનું મંથન કર્યું. તેમાંથી તેને અમૃત અને ઝેર મળ્યા. તેણે અમૃત દેવોને આપ્યું. તેથી દેવો અમર થયા. માટે જ દેવોને અમર કહેવાય છે. શંકરે પોતે વિષ ખાધું. તેનાથી તેમનું ગળું કાળું થઈ ગયું. એથી જ તે નીલકંઠ કહેવાય છે.” અહીં જે દેવોને અમર કહેવાય છે તે ખોટું છે. કેમકે દેવો પણ પોતાનું આયુષ્ય પૂરું થાય ત્યારે ઍવે છે. તેમના આયુષ્યો અસંખ્ય વર્ષોના હોય છે. દેવના એક ભવમાં મનુષ્યના અનેકભવો પસાર થઈ જાય છે. તેથી મનુષ્યભવ કરતા દેવનો ભવ ઘણો લાંબો છે. તેથી જ મનુષ્યો દેવોને અમર કહે છે. આમ આ જગતમાં સાચું અમૃત કંઈ છે જ નહીં. ઇન્દ્રોએ પ્રભુના બાળપણમાં તેમના અંગુઠામાં મૂકેલું અમૃત એ ભૂખ શમાવનારું વિશેષ પ્રવાહી સમજવું.