________________
३४२
अष्टाविंशतितमं वृत्तम् । ददति, न तु भवान्तरेष्टानि ददति । किञ्च ते भौतिकेष्टान्येव ददति, न चाऽध्यात्मिकेष्टानि ददति । गुरुभक्तिस्त्विहभवपरभवसर्वेष्टानि ददति, भौतिकाऽऽध्यात्मिक-सर्वेष्टानि च ददति । ततः कामितपूरणे गुरुभक्तिश्चिन्तामण्यादीनतिशेते । अतो गुरुभक्तिरेव कर्त्तव्या न तु चिन्तामण्यादिसेवा । चिन्तामण्यादयः कदाचिदिष्टप्राप्ति व्यभिचरन्त्यपि, गुरुभक्तिस्तु कदाचिदपि वाञ्छितसिद्धिं न व्यभिचरति । अतो वाञ्छितप्राप्त्यर्थमपि गुरुभक्तिरेव कर्त्तव्या।
गुरुभक्तेः पारमार्थिकं फलं तु मोक्ष एव । अस्मिन्श्लोके तु तस्याः सर्वमानुषङ्गिकं फलमुक्तम् । बालजीवाऽऽकर्षणार्थमेवमुक्तम् । यतस्ते बाह्यफलैर्लुभ्यन्ते । बाह्यफलैर्लुब्धाः सन्तस्ते सुखेनैव गुरुभक्तौ नियोक्तुं शक्यन्ते ।
एवं गुरुभक्तिफलप्रदर्शनेन गुरुभक्तौ शिष्यप्रेरणा कृता ॥२७।।
अवतरणिका - अधुनैतदेव विशेषेण कथयित्वा गुर्ववज्ञाकृतापायप्रदर्शनेन शिष्यान् गुरुभक्तौ प्रेरयति - मूलम् - आराहणाओ गुरुणो, अवरं न हु किंपि अत्थि इह अमियं ।
तस्स य विराहणाओ, बीयं हालाहलं नत्थि ॥२८॥ छाया - आराधनाया गुरोः, अपरं न खलु किमपि अस्ति इह अमृतम् ।
तस्य च विराधनाया, द्वितीयं हालाहलं नास्ति ॥२८॥
વસ્તુઓ જ આપે છે, પરભવની ઇચ્છિત વસ્તુઓ નથી આપતા. વળી તેઓ ભૌતિક ઇષ્ટવસ્તુઓ જ આપે છે, આધ્યાત્મિક ઇષ્ટવસ્તુઓ નથી આપતા. ગુરુભક્તિ તો આભવપરભવની બધી ઇષ્ટ વસ્તુઓ આપે છે, ભૌતિક-આધ્યાત્મિક બધી ઇષ્ટ વસ્તુઓ આપે છે. તેથી ઇચ્છિતને પૂરવામાં ગુરુભક્તિ ચિંતામણિ વગેરે કરતા ચઢી જાય છે. માટે ગુરુભક્તિ જ કરવી, ચિંતામણી વગેરેની સેવા ન કરવી. ચિંતામણી વગેરેથી ક્યારેક ઇષ્ટ ન મળે એવું ય બને, ગુરુભક્તિ ક્યારેય નિષ્ફળ ન જાય. માટે વાંછિત મેળવવા પણ ગુરુભક્તિ જ કરવી.
ગુરુભક્તિનું વાસ્તવિક ફળ તો મોક્ષ જ છે. આ શ્લોકમાં તો બધું તેનું આનુષંગિક ફળ બતાવ્યું છે. બાળજીવોને આકર્ષવા માટે આમ કહ્યું. કેમકે તેઓ બાહ્ય ફળોથી લોભાય છે. બાહ્ય ફળોથી લોભાયેલા તેઓ સુખેથી ગુરુભક્તિમાં જોડી શકાય છે.
આમ ગુરુભક્તિનું ફળ બતાવી ગુરુભક્તિમાં શિષ્યોને પ્રેરણા કરી. (૨૭)
અવતરણિકા - હવે ઉપરની વાત જ વિશેષથી કહી ગુરુની અવજ્ઞાથી થતા અપાય બતાવી શિષ્યોને ગુરુભક્તિમાં પ્રેરે છે.