________________
३२६
ऋजुजडा वक्रप्राज्ञाश्च दृश्यन्ते । अत्र वक्रजडशिष्याणामुपदेशो दत्तः ।
उपर्युक्तचतुर्भ्यो भङ्गेभ्य: प्रथम - द्वितीय - चतुर्थभङ्गवर्त्तिशिष्याणां स्वरूपज्ञापनार्थं दृष्टान्ताः श्रीनेमिचन्द्रसूरिरचितप्रवचनसारोद्धारस्य श्रीसिद्धसेनसूरिरचितटीकायां चतुःसप्ततितमद्वारविवरणे एवमुपन्यस्ताः ‘इह हि तत्तत्कालस्वभावादेव त्रिविधाः पुरुषा भवन्ति ऋजुजडा वक्रजडा ऋजुप्राज्ञाश्च । तत ऋजवः शाठ्यरहितास्ते च ते जडाश्च - तथाविधोहापोहव्यपोहादुक्तमात्रार्थग्राहिण ऋजुजडा: - केऽपि प्रथमतीर्थकरसाधवः । ते च नटावलोकनज्ञातेन ज्ञातव्याः । तथाहि - किल केचित् प्रथमतीर्थकर साधवो विचारगोचराच्चिरेण वसतावागताः, पृष्टाश्च गुरुभिः - किमिति भोश्चिराद्यूयमागताः ? ते च ऋजुत्वादवोचन् यथा नटं नृत्यन्तमालोकयन्तो वयमस्थाम । ततो गुरुस्तानन्वशात् - यदुत रागादिनिबन्धनं नटनृत्तावलोकनं मा पुनर्भवन्तो व्यधुः । तेऽपि तथैव गुरूणां गिरं प्रतिपेदिरे । अपरेद्युश्च तथैव ते गुरुपृष्टा व्यजिज्ञपन् - यथा नटीं नृत्यन्तीं पश्यन्तः स्थिताः गुरुभिर्भणितं - ननु पूर्वमेव निषिद्धा यूयम् । अथ ते ऋजुजडत्वादूचुः नटनृत्तनिरीक्षणं भवद्भिः प्रत्यषिध्यत न नटीनृत्तनिरीक्षणमिति । नटे हि निषिद्धे रागनिमित्तत्वान्नटी निषिद्धैवेति प्रत्येतुं तैर्न शक्तमिति
-
-
-
-
-
અને વક્રપ્રાશ દેખાય છે. અહીં વક્રજડ શિષ્યોને ઉપદેશ આપ્યો છે.
આમાં પહેલા, બીજા અને ચોથા ભાંગાના સાધુઓનું સ્વરૂપ જાણવા માટેના દૃષ્ટાંતો પ્રવચનસારોદ્વારની ટીકામાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ ૭૪મા દ્વારના વિવરણમાં આ પ્રમાણે બતાવ્યા છે અહીં તે તે કાળ અને સ્વભાવના ભેદથી પુરુષો ત્રણ પ્રકારના છે ઋજુજડ, વક્રજડ અને ઋજુપ્રાજ્ઞ. ત્યાં ઋજુ એટલે શઠતા વિનાના અને જડ એટલે તેવા પ્રકારના ઉહાપોહ વિનાના હોવાથી માત્ર કહેલાને જ ગ્રહણ કરે. તે નટને જોવાના દૃષ્ટાન્તથી જાણવા. તે આ રીતે કેટલાક પહેલા તીર્થંકરના સાધુઓ સ્થંડિલભૂમી જઈ ઉપાશ્રયે મોડા આવ્યા. ગુરુએ પૂછ્યું - ‘કેમ વાર લાગી ?' તેઓ સરળ હતા એટલે બોલ્યા - ‘રસ્તામાં નટ નાચતો હતો તેને જોવા અમે ઊભા હતા.’ તેથી ગુરુએ શિખામણ આપી કે ‘નટને નાચતો જોવો એ રાગાદિનું કારણ છે. ફરી આવું ન કરતા.' તેમણે ગુરુની વાત માની. બીજી વાર તે જ રીતે ગુરુએ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘નટીને નાચતી જોતા ઊભા હતા.’ ગુરુએ કહ્યું ‘તમને પહેલા જ ના પાડી હતી.' તેઓ ઋજુજડ હોવાથી બોલ્યા ‘નાચતા નટને જોવાનો આપે નિષેધ કર્યો હતો. નટીના નાચને જોવાનો નિષેધ નહોતો કર્યો.' નટનો નિષેધ કર્યે છતે રાગનું નિમિત્ત હોવાથી નટીનો
ऋजुजडसाधुज्ञातम् ।
-
-