________________
२९२
प्रसन्नचन्द्रराजर्षिज्ञातम्। शास्त्रसूक्ष्मार्थसुमनांसि न प्रादुर्भविष्यन्ति । यदि त्वं स्वमनसि परमात्मनो वासमभिलषसि, शुभभावचिन्तनानां प्रादुर्भावमिच्छसि, शास्त्रसूक्ष्मार्थपुष्पोत्पादं च वाञ्छसि तर्हि त्वया स्वचित्तमुद्यानसमानं कर्त्तव्यम् । तत्कृते च त्वया गुरुविषयकाः कुविकल्पास्त्याज्याः, प्रकृष्टश्च गुरुबहुमानः स्वान्तःकरणे धरणीयः । अद्यपर्यन्तं कृतानां कुविकल्पानां गुरुसमक्षमालोचनां कृत्वा गुरुदत्तप्रायश्चित्ताऽनुष्ठानेन ते विशोधनीयाः । एवं ते चित्तं विशुद्धं भविष्यति । श्रीजिनभद्रगणिक्षमाश्रमणविरचितबृहत्सङ्ग्रहणेः श्रीमलयगिरिसूरिनिर्मितवृत्तौ १५७ तमगाथाविवरणे-'तथा चोक्तमेतदन्यैरपि तीर्थान्तरीयैः- “चित्तरत्नमसक्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ॥१॥"" अन्तःकरणे सङ्क्लिष्टे प्रकृष्टाऽपि बाह्यसाधना निरर्थिका भवति । यदुक्तं श्रीनेमिचन्द्रसूरिरचितप्रवचनसारोद्धारस्य श्रीसिद्धसेनसूरिविनिर्मितवृत्तौ द्वासप्ततितमद्वारविवरणे - 'दुष्टं हि मनः क्रियमाणं कायसंलीनतादिकेऽपि सति कर्मबन्धाय सम्पद्यते । श्रूयते हि प्रसन्नचन्द्रो राजर्षिर्मनोगुप्त्याऽभाविताऽहिंसाव्रतो हिंसामकुर्वन्नपि सप्तमनरकपृथ्वीयोग्यं कर्म निर्मितवान् ।' प्रसन्नचन्द्रराजर्षिज्ञातमेवं दृश्यते श्रीधर्मदास-गणिनिर्मितोपदेशमालायाः श्रीरामविजयगणिप्रणीतटीकायां विंशतितमगाथाविवरणे - 'पोतनपरे नगरे प्रसन्नचन्द्रो राजा बभूव । सोऽतीवधार्मिकः सत्यवादी न्याय-धर्मैकनिपुणः । स एकदा सन्ध्यायां બધા તેની દુર્ગછા કરશે. તેમાં શાસ્ત્રના સૂક્ષ્મ અર્થો રૂપી પુષ્પો નહીં ઉગે. જો તું પોતાના મનમાં પરમાત્માને વસાવવા ઇચ્છતો હોય, સારા ચિંતનો પ્રગટાવવા ઇચ્છતો હોય, શાસ્ત્રના સૂક્ષ્મ અર્થો રૂપી પુષ્પો ખીલવવા ઇચ્છતો હોય તો તારે તારું મન બગીચા જેવું બનાવવું. તેની માટે તારે ગુરુસંબંધી કુવિકલ્પો ત્યજવા અને જોરદાર ગુરુબહુમાન પોતાના હૃદયમાં ધારણ કરવું. આજ સુધી કરેલા વિકલ્પોની ગુરુ પાસે આલોચના કરી તેમણે આપેલ પ્રાયશ્ચિત્ત કરીને તેમને દૂર કરવા. આમ તારું મન વિશુદ્ધ થશે. શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત બૃહત્સંગ્રહણીની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકામાં ૧૫૭મી ગાથાના વિવરણમાં કહ્યું છે કે, “સંક્લેશ વિનાનું ચિત્તરત્ન એ આંતર ધન છે. દોષો વડે જેનું તે ધન લુટાઈ ગયું તેની માટે વિપત્તિઓ બાકી રહી છે.” મન જો સંક્લેશવાળું હોય તો બહારની ઊંચી સાધના પણ નકામી જાય છે. પ્રવચનસારોદ્ધારની ટીકામાં ૭૨મા દ્વારના વિવરણમાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ કહ્યું છે – “દુષ્ટ કરાયેલ મન કાયસંલિનતા વગેરે હોવા છતાં પણ કર્મ બંધાવનારું થાય છે. સંભળાય છે કે મનોગુપ્તિથી જેમણે અહિંસાવ્રતને ભાવિત નહોતું કર્યું એવા પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ હિંસા ન કરવા છતા પણ ૭મી નરકને યોગ્ય કર્મ બાંધ્યું.” પ્રસન્નચંદ્રરાજર્ષિનું કથાનક ઉપદેશમાળાની રામવિજયગણિકૃત ટીકામાં ૨૦મી ગાથાના વિવરણમાં આ રીતે બતાવાયુ છે -