________________
२९०
गुरुबहुमानाभावो भावमरणम् । एवं कृते सति गुरौ प्रभूतान्विशेषान् शिष्यः पश्यति । ततः कदाचिदपीदं न चिन्तनीयं यद्गुरौ कोऽपि विशेषो न दृश्यते । अयं विचारो शिष्यहृदये गुरुबहुमानभावस्य हानिमभावं वा व्यनक्ति । गुरुबहुमानाभावस्तु शिष्यस्य भावमरणमेव ।
शिष्येण न केवलं गुरुविशेषा एव चिन्तनीया, परन्तु गुरुदोषा अपि नैव दृष्टव्याः । यदि गुरुः कस्मैचिच्छिष्याय विशेषसन्मानादि ददाति तर्हि परे शिष्या एवं चिन्तयेयुर्यत्'गुरू राग्यस्ति, स्वसेवाकारकस्योपरि रागं करोति, तदधिकगच्छसेवाकारकं तु मां द्वेष्टि । जगति रागो दुर्जेयः । उच्चैःस्थानस्थितं गुरुमपि स न मुञ्चति । गुरुर्मूढोऽस्ति । स योग्यायोग्यशिष्ययोर्भेदमेव न जानाति । विद्वांसं मामुपेक्षते, मूर्खमन्यं श्लाघते । गुरुरसमर्थोऽस्ति - शिथिलसंयमानन्यान्शिष्यान्कथयितुं न शक्नोति, दृढसंयमं तु मां पुनः पुनस्तर्जयति । यद्वा गुरुः स्वयं शिथिलसंयमोऽस्ति । ततः शिथिलसंयमानन्यान्न किमपि कथयति, यथोचितक्रियाकारिणं तु मां हसति । यद्वा गुरौ न किमपि कलाकौशल्यं विद्यते। ततः स प्रवचनप्रभावनां कर्तुं न शक्नोति । कलानिष्णाता अन्ये साधवस्त्वत्यद्भुतां शासनप्रभावनां कुर्वन्ति । एवं मम गुरुर्दोषदृष्टोऽस्ति । दोषवति गरौ बहुमानः कथं स्यात् ? स्निग्धमदा
શિષ્યને ગુરુમાં ઘણા ગુણો દેખાય. માટે ક્યારેય એવું ન વિચારવું કે “ગુરુમાં કોઈ ગુણ નથી.” આવો વિચાર જણાવે છે કે એના હૃદયમાં ગુરુબહુમાન ઓછું થયું છે અથવા નાશ પામ્યું છે. ગુરુબહુમાનનો નાશ થવો એ તો શિષ્યનું ભાવમરણ જ છે.
શિષ્ય માત્ર ગુરુના ગુણો જ વિચારવા એવું નથી, પણ તેણે ગુરુના દોષ પણ ન જોવા. જો ગુરુ કોઈ શિષ્યને વધુ સન્માનાદિ આપે તો બીજા શિષ્ય વિચારે કે, “ગુરુ રાગી છે, પોતાની સેવા કરનાર ઉપર રાગ કરે છે, તેનાથી વધુ ગચ્છની સેવા કરનારા મારી ઉપર દ્વેષ કરે છે. જગતમાં રાગને જીતવો મુશ્કેલ છે. ઊંચા સ્થાને બેઠેલા ગુરુને પણ તે છોડતો નથી. ગુરુ મંદ છે. તેઓ યોગ્ય અને અયોગ્ય શિષ્યના ભેદને નથી જાણતા. વિદ્વાન એવા મારી ઉપેક્ષા કરે છે, મૂર્ખ એવા બીજાની પ્રશંસા કરે છે. ગુરુ અસમર્થ છે - શિથિલાચારી બીજા શિષ્યોને કહી નથી શકતા, સંયમમાં ચુસ્ત એવા મારો વારંવાર તિરસ્કાર કરે છે. અથવા ગુરુ પોતે શિથિલ છે. એટલે શિથિલાચારી બીજા શિષ્યોને કંઈ પણ કહી શકતા નથી, બરાબર ક્રિયાઓ કરનારા મારી મજાક કરે છે. અથવા ગુરુમાં કોઈ કળાની હોંશિયારી નથી. તેથી તેઓ શાસનની પ્રભાવના નથી કરી શકતા. કળાઓમાં હોંશિયાર એવા બીજા સાધુઓ અતિ અદ્ભુત શાસનપ્રભાવના કરે છે. આમ મારા ગુરુ જ દોષવાળા છે. દોષવાળા ગુરુ ઉપર બહુમાન શી રીતે થાય ? ચિકણી માટીથી ઘડો