________________
गुरुर्गौतमस्वामीव सेवनीयः ।
३१९ द्रव्यतश्च लोकाग्रवत्तिस्थानम्, उक्तञ्च वाचकवर्यश्रीउमास्वातिसूत्रिततत्त्वार्थाधिगमसूत्रस्य दशमाऽध्याये - ‘कृत्स्नकर्मक्षयो मोक्षः ॥१॥ तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् ॥२॥' तमिति मोक्षम्, साधयितुं - प्राप्तुं, इच्छथ - अभिलषथ, तीति गम्यम् , मा - निषेधे, कुविकल्पम् - कुत्सितः - अशुभो विकल्पः - विचार इति कुविकल्पः, तमिति कुविकल्पम्, चिन्तयत - कुरुत ।
अधुना विस्तारः क्रियते - यदि 'समय' शब्दस्य सिद्धान्त इत्यर्थः क्रियते तर्हि वाक्यार्थ एवं भवति - ये गुरवः सिद्धान्तानुसारिणः सन्ति ते गौतमस्वामीव सेवितव्याः । सिद्धान्तानुसारिणस्ते कथ्यन्ते येषां जीवने सर्वाः प्रवृत्तयः शास्त्रविहितविधिनैव भवन्ति, अशक्यानुष्ठानस्य च हृदये पक्षपातो भवति । पूर्वश्लोके येनोक्तं यत् 'मध्यस्था गुरवो न दृश्यन्ते' इति तस्मै ग्रन्थकार उत्तरं ददाति यत् 'यद्यपि साम्प्रतं प्रभूता लिङ्गमात्रोपजीविनः गुरवः सन्ति तथापि स्तोका गुरवः सिद्धान्तानुसारिणः सन्ति । लवणसमुद्रजलं लवणयुक्तं भवति । परन्तु तत्र केषुचित्प्रदेशेषु मधुरजलनिर्झराण्यपि सन्ति । तानि तु सामान्यनरो न जानाति । सर्वे मत्स्या लवणयुक्तमेव जलं पिबन्ति । शृङ्गीमत्स्यास्तु तन्मधुरजलमेव
દ્રવ્યથી લોકના અગ્ર ભાગે રહેલું સ્થાન. શ્રીઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રના દસમા અધ્યાયમાં કહ્યું છે - “બધા કર્મોનો ક્ષય એ મોક્ષ. ત્યાર પછી ઉપર લોકના છેડે જાય છે.' જે ગુરુઓ શાસ્ત્રો મુજબ સંયમ પાળે છે અને પળાવે છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી જોઈએ. જો મોક્ષે જવાની ઇચ્છા હોય તો મનમાં કુવિકલ્પો ન કરો.
હવે વિસ્તાર કરાય છે – જો ‘સમય’ શબ્દનો અર્થ સિદ્ધાન્ત કરીએ તો વાક્યનો અર્થ આવો થાય - જે ગુરુઓ સિદ્ધાંતને અનુસરનારા છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. સિદ્ધાંતને અનુસરનારા તે કહેવાય જેમની બધી પ્રવૃત્તિઓ શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબની હોય, અને ન થઈ શકતા અનુષ્ઠાનોનો મનમાં પક્ષપાત હોય. પૂર્વશ્લોકમાં જેણે કહ્યું હતું કે “મધ્યસ્થ ગુરુઓ નથી દેખાતા’ તેને ગ્રંથકાર જવાબ આપે છે, “જો કે હાલ ઘણા વેષધારી ગુરુઓ છે છતાં થોડા સિદ્ધાંતને અનુસરનારા ગુરુઓ પણ છે. લવણસમુદ્રનું પાણી ખારું હોય છે. પણ તેમાં કેટલીક જગ્યાએ મીઠા પાણીના ઝરા પણ હોય છે. તેને સામાન્ય માણસ નથી જાણતો. બધા માછલા ખારું પાણી જ પીવે છે. શૃંગી માછલા તે મીઠું જળ જ પીવે છે, ખારું જળ નથી પીતા. એમ લવણસમુદ્ર જેવો