________________
कार्यं कृत्वा गुरुर्निवेदनीयः ।
न किमपि प्रयोजनमित्यर्थः ।
अयं समासार्थः । तद्विस्तरस्त्वेवम् - कार्यस्य तिस्रोऽवस्था भवन्ति पूर्वावस्था, करणावस्था, पाश्चात्यावस्था च । कार्यस्य पूर्वावस्थायां गुरुः प्रष्टव्यः । कार्यस्य करणावस्थायां कार्यं कर्त्तव्यम् । कार्यस्य पाश्चात्यावस्थायां कार्यसमाप्तिं गुरुर्निवेदनीयः । त्र्यवस्थाभाविकृत्यत्रये कृते सत्येव कार्यं कृतमित्युच्यते, अन्यतमस्याऽपि कृत्यस्याऽकरणे वस्तुतः कार्यस्य सम्पूर्णतयाऽकृतत्वात् । अतो विनीतेन शिष्येण कृत्यत्रयान्वितमेव सर्वं कार्यमनुष्ठेयम्, न यथाकथञ्चित् । कार्यपूर्वावस्थाभाविगुरुप्रच्छनरूपकृत्यं षोडशसप्तदशवृत्तयोः प्रपञ्चितम् । अस्मिन्वृत्ते कार्यपाश्चात्यावस्थाभावि गुरुनिवेदनरूपकृत्यं प्रदर्शयति ।
यावत्कार्याऽऽदेशकः कार्यसमाप्तिं न निवेद्यते तावत्कार्ये कृते सत्यपि कार्यं सम्पूर्णतया कृतं न भवति । अतः कार्यकरणानन्तरं तन्निवेदनमवश्यं गुरोः कर्त्तव्यम् । अत एव श्रुतकेवलि श्रीभद्रबाहुस्वामिप्रणीतकल्पसूत्रे श्रीवीरजिनचरित्रे यदा शक्रो हरिणैगमेषिदेवं सिद्धार्थभूपतिर्वा कौटुम्बिकपुरुषानाऽऽदिशति तदाऽऽज्ञाप्रत्यर्पणायाऽपि कथयति तेऽपि कार्यसमाप्त्यनन्तरं स्वस्वामिने आज्ञां प्रत्यर्पयन्तीति प्रदर्शितम् । तथा च तत्पाठः
ગુરુકુલવાસથી શું ફાયદો થાય ? અર્થાત્ કંઈ ફાયદો આ ટૂંકો અર્થ છે. તેનો વિસ્તાર આ પ્રમાણે છે
-
२५१
ન થાય.
કાર્યની ત્રણ અવસ્થાઓ હોય
-
કાર્ય કર્યા પહેલાની અવસ્થા, કાર્ય કરતી વખતની અવસ્થા અને કાર્ય કર્યા પછીની અવસ્થા. કાર્ય કરતા પહેલા ગુરુને પૂછવું. કાર્ય કરતી વખતે કાર્ય કરવું. કાર્ય કર્યા પછી ગુરુને જણાવવું. આ ત્રણે અવસ્થામાં કરવાના ત્રણે કૃત્યો કર્યા પછી જ કાર્ય કરાયું એમ કહેવાય, કેમકે ત્રણમાંથી કોઈપણ એક કૃત્ય પણ ન કરાય તો હકીકતમાં કાર્ય સંપૂર્ણ રીતે કરાયું નથી. માટે વિનીત શિષ્યે ત્રણે કૃત્યો સહિત જ કાર્ય કરવું, જેમ તેમ નહીં. કાર્ય કરતા પહેલા કરવાનું ગુરુને પૂછવારૂપ કૃત્ય ૧૬મા અને ૧૭મા શ્લોકમાં બતાવ્યું. આ શ્લોકમાં કાર્ય કર્યા પછી કરવાનું ગુરુને જણાવવા રૂપ કૃત્ય બતાવે છે.
જ્યાં સુધી કાર્ય સોપનારને કાર્ય પૂરું થયાની જાણ ન કરાય ત્યાં સુધી કાર્ય કરવા છતાં પણ કાર્ય સંપૂર્ણ રૂપે કરાયું નથી. માટે કાર્ય કર્યા પછી તેની જાણ અવશ્ય ગુરુને કરવી. માટે જ શ્રુતકેવલિ શ્રીભદ્રબાહુસ્વામીરચિત કલ્પસૂત્રમાં શ્રીવીરપ્રભુના ચરિત્રમાં જ્યારે ઇન્દ્ર હરિણૈગમેષી દેવને અથવા સિદ્ધાર્થ રાજા કૌટુંબિક પુરુષોને આદેશ કરે છે ત્યારે આજ્ઞા પાછી આપવાનું કહે છે અને તેઓ પણ કાર્ય પૂરું થયા પછી પોતાના સ્વામીને તેની જાણ કરે છે એમ કહ્યું છે. તે પાઠ આ પ્રમાણે છે - ‘‘તેથી હે દેવાનુપ્રિય !