________________
२६१
गुरौ भावप्रतिबद्धस्यैव द्रव्यगुरुकुलवासः सफलो भवति ।
यो गुरुकुलवासे वसति गुरुकृतसारणादिभिस्तस्याऽपायेभ्यो रक्षणं भवति । गुर्वनिवेदकाय गुरुगोपकाय च शिष्याय गुरुकृतसारणादि न रोचते । ततो गुरुरपि तमुपेक्षते । ततोऽपायेभ्यस्तस्य रक्षणं न भवति। अतोऽपि तस्य गुरुकुलवासो निष्फलो भवति ।
गुरुकुलवासे गुरोरन्येषाञ्च बहुश्रुतबालवृद्धग्लानतपस्विसाधूनां सेवया शिष्यस्य प्रभूता कर्मनिर्जरा भवति । गुर्वनिवेदको गुरुगोपकश्च शिष्यः स्वमनश्चिन्तितकार्यकरणमग्नो भवति, स न केषाञ्चिदपि सेवां करोति, उत्साहरहितत्वात्। ततस्तस्य कर्मनिर्जरालाभोऽपि न भवति । अतोऽपि तस्य गुरुकुलवासो मोघीभवति । एवमादिकोऽन्योऽपि गुरुकुलवासलाभस्तस्य न भवति, अयोग्यत्वात् । ___ अस्मिन् वृत्ते इदं ज्ञापितं यद् द्रव्यतोऽपि गुरुकुलवासस्तस्यैव सफलो भवति यस्य गुरौ भावप्रतिबन्धो भवति । यस्य तु गुरौ भावप्रतिबन्धो न भवति तस्य द्रव्यतो गुरुकुलवासे वसनेऽपि न कोऽपि लाभो जायते, द्वितीयभङ्गवर्तित्वात्, गोशालकवत् । गोशालकचरित्रं पूर्वमुक्तमेव । उक्तञ्चोपदेशमालायां श्रीधर्मदासगणिभिः -
જે ગુરુકુળવાસમાં વસે છે તેનું ગુરુ વડે કરાયેલા સારણા વગેરેથી અપાયો થકી રક્ષણ થાય છે. ગુરુને કાર્ય નહિ જણાવનારા અને ગુરુથી તે છુપાવનારા શિષ્યને ગુરુની સારણા વગેરે નથી ગમતા. તેથી ગુરુ પણ તેની ઉપેક્ષા કરે છે. તેથી અપાયોથી તેનું રક્ષણ થતું નથી. આ રીતે પણ ગુરુકુળવાસ તેના માટે નિષ્ફળ જાય છે.
ગુરુકુળવાસમાં ગુરુ અને બીજા બહુશ્રુત, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી સાધુઓની સેવા કરવાથી શિષ્યને ઘણી કર્મનિર્જરા થાય છે. ગુરુને નહિં જણાવનાર અને ગુરુથી છુપાવનાર શિષ્ય પોતાના મનમાં વિચારેલા કાર્યને કરવામાં મશગુલ હોય છે. તે કોઈની સેવા નથી કરતો, કેમકે તેને તેનો ઉત્સાહ નથી. તેથી તેને કર્મનિર્જરાનો લાભ પણ નથી થતો. આ રીતે પણ તેના માટે ગુરુકુળવાસ નિષ્ફળ જાય છે. આવા બીજા પણ ગુરુકુળવાસના લાભો તેને નથી મળતા, કેમકે તે અયોગ્ય છે.
આ શ્લોકમાં જણાવ્યું છે કે દ્રવ્યથી પણ ગુરુકુળવાસ તે જ શિષ્યનો સફળ થાય છે જેને ગુરુ સાથે ભાવથી સંબંધ હોય. જેને ગુરુ સાથે ભાવથી સંબંધ ન હોય તેને દ્રવ્યથી ગુરુકુળવાસમાં રહેવા છતાં પણ કોઈ લાભ થતો નથી, કેમકે તે બીજા ભાંગામાં રહેલો છે, ગોશાળાની જેમ. ગોશાળાનું ચરિત્ર પૂર્વે કહ્યું છે. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - “જેને ગુરુ વિષે ભક્તિ નથી, બહુમાન નથી,