________________
गुरुबहुमानः क्षपकश्रेणे/जम्।
२८१ तस्य मुक्तिः शीघ्रं भवति, गुरुय॑स्मै शिष्याय विशेषसन्मानादि न ददाति तस्य मुक्तिः स्थगिता भवतीति कोऽपि नियमो नास्ति । परन्तु नियमस्त्वीदृशोऽस्ति - यस्य शिष्यस्य हृदये विशेषगुरुबहुमानोऽस्ति तस्य मुक्तिः शीघ्रं भवति, यस्य शिष्यस्य हृदये विशेषगुरुबहुमानो नास्ति तस्य मुक्तिः स्थगिता भवति । अतः शिष्येण गुरुदत्तहीनाधिकसन्मानादि न प्रेक्षणीयम्, परन्तु स्वमनोगतगुरुबहुमानस्य हीनाधिकत्वमेव चिन्तनीयम् । गुरुबहुमानस्य क्षणार्थं वृद्ध्यर्थं च प्रयतनीयम् । गुरुकर्त्तव्यं शिष्येण न चिन्तनीयम्, तत्तु गुरुरेव चिन्तयिष्यति । शिष्येण तु स्वकर्त्तव्यमेव चिन्तनीयं तत्पालनार्थञ्च प्रयतनीयम् । सर्वैरपि शिष्यैः स्वगुरुर्गौतमस्वामितुल्यो मन्तव्यः । इदमुक्तं भवति । शिष्यहृदये यादृशो बहुमानो गौतमस्वामिविषयकोऽस्ति तादृश एव बहुमानस्तेन स्वगुरुविषयको धारणीयः । गुरुदत्तबहुसन्मानादिविशेषे सत्यपि यदि गुरुबहुमानो रक्ष्यते वर्ध्यते च तर्हि स क्षपकश्रेणे/जं भवति । क्षपकश्रेणिहि मनसा साधनीया । तदा बाह्यपरिस्थितिः समा विषमा वा स्यात् । विषमपरिस्थितावपि मनोगतशुभभावेनैव क्षपकश्रेणिः सिध्यति । यदि गुरुदत्तसन्मानादिविशेषे सत्यपि गुरुबहुमानः प्रवर्धमानो धार्यते तर्हि क्षपकश्रेणेः परिकर्मणा
સન્માનાદિ આપે તેનો મોક્ષ જલ્દી થાય અને ગુરુ જેને સન્માનાદિ ન આપે કે ઓછા આપે તેનો મોક્ષ ન થાય કે દૂર ઠેલાય એવો કોઈ નિયમ નથી. પણ નિયમ આવો છે - જેના હૃદયમાં વધુ ગુરુબહુમાન હોય તેનો મોક્ષ જલ્દી થાય અને જેના હૃદયમાં ગુરુબહુમાન ન હોય કે ઓછો હોય તેનો મોક્ષ ન થાય કે મોડો થાય. માટે શિષ્ય ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિ ન જોવા, પણ પોતાના મનમાં ગુરુબહુમાન વધુ છે કે ઓછુ તે વિચારવું, તેને વધારવું અને તેની રક્ષા કરવી. ગુરુએ શું કરવું જોઈએ એ શિષ્ય ન વિચારવું, એ તો ગુરુ જ વિચારશે. શિષ્ય તો પોતે શું કરવું જોઈએ તે જ વિચારવું જોઈએ અને તેનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધા શિષ્યોએ પોતાના ગુરુને ગૌતમસ્વામી જેવા માનવા જોઈએ. એટલે કે – શિષ્યના હૃદયમાં ગૌતમસ્વામી પ્રત્યે જેવું બહુમાન હોય તેવું જ બહુમાન તેણે ગુરુ વિષે પણ રાખવું. ગુરુએ આપેલું સન્માનાદિ ઓછુ-વધુ હોવા છતાં પણ જો ગુરુબહુમાનની રક્ષા કરાય અને વધારાય તો તે ક્ષપકશ્રેણીનું બીજ બને છે. ક્ષપકશ્રેણી મનથી સાધવાની હોય છે. ત્યારે બાહ્ય પરિસ્થિતિ સારી હોય કે ખરાબ પણ હોય. પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મનના શુભભાવોથી જ ક્ષપકશ્રેણી માંડી શકાય છે. જો ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિમાં પણ ગુરુબહુમાન ઉછળતું રખાય તો ક્ષપકશ્રેણીનો અભ્યાસ થાય છે. આમ અનેકવાર થવાથી શિષ્યનું મન સંપૂર્ણ