________________
२८३
गोष्ठामाहिलज्ञातम्। बहुमानस्यैकान्तेनैव लाभकारित्वाद्गुरुखेदस्य चैकान्तेनैव हानिकृत्त्वात् शिष्येण बाह्यविषमपरिस्थितावपि गुरुबहुमानो दृढतमो धारणीयो गुरुखेदश्च सर्वथा त्याज्यः ।
अत्र गोष्ठामाहिलस्य दृष्टान्तो दर्श्यते । गोष्ठामाहिल आर्यरक्षितसूरेर्मातुल आसीत् । तत आर्यरक्षितसूरेरनन्तरं स स्वात्मनो गच्छनायकत्वमकाङ्क्षत । दुर्बलिकापुष्यमित्रो गोष्ठामाहिलाबहुश्रुत आसीत् । ततो गुरुणा दुर्बलिकापुष्यमित्राय स्वगणो दत्तः । ततश्च गोष्ठामाहिलो मनसि गुरौ खिन्नः । परिणामतः स निह्नवो जातः । एवं गुरुविषयको खेदो गोष्ठामाहिलस्याऽनर्थकार्यभवत् । ततो गोष्ठामाहिलहानिमवबुध्य शिष्यैर्गुरौ खेदो न कर्त्तव्यः । इदमतिसङ क्षेपेणोक्तम् । विस्तरतस्तु गोष्ठामाहिलवृत्तान्तः श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रणीतश्रीविशेषावश्यकभाष्यस्य मलधारिश्रीहेमचन्द्रसूरिनिर्मितटीकायामेकादशाधिकपञ्चविंशतिशततमगाथाविवरणे एवं दृश्यते – 'दशपुरं नाम नगरम् । तत्र च सोमदेवो नाम ब्राह्मणः । तस्य च रुद्रसोमा नाम भार्या । सा च जिनवचनप्रतिबुद्धा श्राविका । तयोश्च रक्षितो नाम चतुर्दशविद्यास्थानपारगः पुत्रो बभूव । तेन च मातृप्रेरितेन तोसलिपुत्राचार्याणां समीपे दीक्षा प्रतिपन्ना ।....ततः फल्गुरक्षितो नाम
ગુરુબહુમાન એકાંતે લાભકારી છે અને ગુરુ ઉપરનો ખેદ એકાંતે નુકસાનકારી છે. તેથી શિષ્ય બહારની પરિસ્થિતિ વિષમ હોય તો પણ મજબૂત ગુરુબહુમાન રાખવું અને ગુરુ ઉપરનો ખેદ સર્વથા ત્યજવો.
અહીં ગોઠામાહિલનું દૃષ્ટાંત બતાવીએ છીએ. તેઓ આર્યરક્ષિતસૂરિજીના મામા હતા. તેથી આર્યરક્ષિતસૂરિજી પછી તેઓ પોતે ગચ્છનાયક બનવા ઇચ્છતા હતા. દુર્બલિકાપુષ્યમિત્ર ગોષ્ઠામાહિલ કરતા વધુ ભણેલા હતા. તેથી ગુરુએ દુર્બલિકાપુષ્યમિત્રને પોતાનો ગણ આપ્યો. તેથી ગોઠામાહિલના મનમાં ગુરુ પ્રત્યે ખેદ થયો. પરિણામે તે નિદ્ભવ થઈ ગયા. આમ ગુરુ ઉપરનો ખેદ ગોષ્ઠામાહિલ માટે અનર્થકારી થયો. માટે ગોઠામાહિલનું નુકસાન જાણીને શિષ્યોએ ગુરુ ઉપર ખેદ ન કરવો. આ બહુ ટુંકમાં કહ્યું. વિસ્તારથી ગોષ્ઠામાહિલનો વૃત્તાન્ત વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં ૨૫૧૧મી ગાથાના વિવરણમાં મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આ રીતે જણાવ્યો છે “દશપુર નગરમાં સોમદેવ બ્રાહ્મણ રહે. તેની રુદ્રસોમાં નામે પત્ની હતી. તે શ્રાવિકા હતી. તેમનો રક્ષિતનામનો પુત્ર ૧૪ વિદ્યામાં પારગામી થયો. માતાની પ્રેરણાથી તેણે તોસલિપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી તેણે ભાઈ ફલ્યુરક્ષિત, માતા, પિતા, મામા ગોષ્ઠામાહિલ