________________
२७०
गुरुदत्तविशेषाः। योग्यशिष्यप्रेरणया गुरुः परम्परयाऽयोग्यशिष्यान्प्रेरयेत् । योग्यशिष्यप्रेरणां श्रुत्वाऽयोग्यशिष्याः स्वयमेव जानीयुर्यदस्माभिरेवं कर्त्तव्यमेवञ्च न कर्त्तव्यम् । यदि गुरुरयोग्यशिष्यान्साक्षात्प्रेरयेत्तर्हि ते क्रुध्येयुः । एवं विना विकारमयोग्यशिष्यशिक्षणार्थं गुरुर्योग्यशिष्यान्प्रेरयेत् । एवमादिकान्यन्यान्यपि कारणानि स्वधियाऽभ्यूह्यानि ।
एवमादिकारणैर्गुरवः शिष्येभ्यो विशेषसन्मानादि ददति । अत्र सन्मानशब्देन बहुजनमध्ये श्लाघनमुच्यते । गुरुर्बहुजनमध्ये शिष्यगुणान्श्लाघते । आदिशब्देन ज्ञानदान-शिष्यकरणवक्तृत्वकौशल्यनिष्पादन - शोभनानपानवस्त्रोपधिशय्यादिदान - भक्तिकारण - पृथग्चातुर्मासकारण - तपःकरणानुमतिदान - प्रेरणादिदान-प्रायश्चित्तदान-तिरस्करणोपालम्भन-ताडन - वात्सल्यवर्षण-सर्वकार्यप्रच्छनादीनि गृहीतव्यानि । १) कदाचिद्गुरुर्योग्यशिष्यं पाठयेत्, शीघ्रग्राहित्वात्, अयोग्यशिष्यं न पाठयेत्, विस्मरणशीलत्वात् । यद्वा गुररयोग्यं शिष्यं पाठयेत्, तत्स्थिरीकरणार्थम्, योग्यशिष्यं न पाठयेत्, तस्य स्वयं पठनशीलत्वात् । २) कदाचिद्गुरुः कस्यचित् शिष्यस्य शिष्यं कुर्यात्, अन्यस्य तु न
ઓછું નથી થતું. તેથી અયોગ્ય શિષ્યોની સામે યોગ્ય શિષ્યને ઠપકો આપીને ગુરુ પરંપરાએ અયોગ્ય શિષ્યોને ઠપકો આપે છે. યોગ્ય શિષ્યોને અપાતો ઠપકો સાંભળીને અયોગ્ય શિષ્યો સ્વયં જાણી જાય કે અમારે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ. જો ગુરુ અયોગ્ય શિષ્યોને સીધો ઠપકો આપે તો તેઓ ગુસ્સે થઈ જાય. આમ અયોગ્યશિષ્યોનું મન ન બગડે એ રીતે તેમને શિખામણ આપવા ગુરુ યોગ્ય શિષ્યોને ઠપકો આપે. આવા બીજા કારણો પણ પોતાની બુદ્ધિથી વિચારવા.
આવા કારણોસર ગુરુ શિષ્યને ઓછુ-વધુ સન્માનાદિ આપે. અહીં સન્માન એટલે ઘણા લોકોની વચ્ચે પ્રશંસા કરવી. ગુરુ ઘણા લોકોની વચ્ચે શિષ્યના ગુણોના વખાણ કરે. આદિ શબ્દથી ભણાવવું, શિષ્ય કરવા, વક્તા બનાવવા, સારા અન્ન-પાણી-વસ્ત્રપાત્રા-શપ્યા વગેરે આપવા, બીજા પાસે તેની ભક્તિ કરાવવી, જુદા ચોમાસા માટે મોકલવા, તપ કરવાની રજા આપવી, પ્રેરણાઓ કરવી, પ્રાયશ્ચિત્ત આપવું, તિરસ્કાર કરવો, ઠપકો આપવો, મારવું, વાત્સલ્ય વરસાવવું, પોતાના બધા કાર્યોમાં પૂછવું વગેરે સમજવા. ૧) કદાચ ગુરુ યોગ્ય શિષ્યને ભણાવે, કેમકે તે જલ્દીથી સમજી શકતો હોય, અને અયોગ્ય શિષ્યને ન ભણાવે, કેમકે તે ભૂલકણો હોય. અથવા ગુરુ અયોગ્ય શિષ્યને સ્થિર કરવા તેને ભણાવે, યોગ્ય શિષ્યને ન ભણાવે, કેમકે તે જાતે જ ભણવાના સ્વભાવવાળો હોય. ૨) ક્યારેક ગુરુ કોઈ શિષ્યનો શિષ્ય કરે, બીજા શિષ્યનો શિષ્ય ન