________________
२६८
વિધા: શિષ્ય: I तद्दत्तप्रायश्चित्तकरणेन ते शुद्धा भवन्ति । तेषां हृदयं जीवनञ्च संयमसाधनासुवासितं भवति। ते मोक्षसाधकसर्वयोगसाधनतत्परा भवन्ति । ते सदोद्यमशीला भवन्ति । ते कुत्रापि न प्रमाद्यन्ति । त आराधनायामतृप्ताः सन्ति । तेऽधिकाधिकाऽऽराधनाकरणोद्यता भवन्ति । ते प्रज्ञापनीया भवन्ति । एवमादिस्वरूपा योग्यशिष्या भवन्ति । ____ अयोग्यशिष्याणां स्वरूपं त्वेवम् – ते शिथिला भवन्ति । तेऽनुष्ठानेषु विधिमतिक्रामन्ति । ते शक्तिं गोपायन्ति । तेषां हृदयं निष्ठुरं भवति । तेऽतिचाराऽऽलोचनां न कुर्वन्ति, न प्रायश्चित्तं प्रतिपद्यन्ते, नापि तदनुतिष्ठन्ति । ते सदा प्रमादशीला भवन्ति, तेऽल्पाऽऽराधनयाऽपि स्वात्मानमाराधनाप्रष्ठं मन्यन्ते । तेऽप्रज्ञापनीया भवन्ति । ते गुरुवचनं न शृण्वन्ति, श्रुत्वाऽपि तन्न कुर्वन्ति । ते गलिबलिवईसदृशा भवन्ति । ते पुनः पुनः प्रेरणे सत्येव कार्यं कुर्वन्ति । ते वक्रतुरङ्गवद्दुर्दमाः सन्ति । एवमादिस्वरूपा अयोग्यशिष्या भवन्ति । ___ शिष्याणामिदं योग्यायोग्यस्वरूपं गुरुर्बाह्यव्यवहारेण शिष्यप्रवृत्त्या तदाकारेङ्गिताभ्याञ्च जानाति । यथा शिष्या गुर्वाकारेङ्गिते ज्ञात्वा गुरुमनोगतभावानुमानकुशला भवन्ति तथा गुरुरपि शिष्याकारेगिताभ्यां तद्योग्यायोग्यस्वरूपज्ञानकुशलो भवति । एवं शिष्याणां
છે. તેમનું હૃદય અને જીવન સંયમની સાધનાથી સુવાસિત હોય. તેઓ મોક્ષ સાધનારા બધા યોગો સાધવામાં તત્પર હોય છે. તેઓ હંમેશા ઉદ્યમશીલ હોય છે. તેઓ ક્યાંય પ્રમાદ કરતા નથી. તેઓ આરાધનામાં અતૃપ્ત હોય છે. તેઓ વધુ ને વધુ આરાધના કરવા માટે તૈયાર હોય છે. તેઓ પ્રજ્ઞાપનીય - એટલે સમજાવી શકાય એવા હોય છે. આવા બીજા સ્વરૂપો પણ જાણવા.
અયોગ્ય શિષ્યોનું સ્વરૂપ આવે છે - તેઓ શિથિલ હોય છે. તેઓ ક્રિયાઓ વિધિ પ્રમાણે ન કરે. તેઓ શક્તિ ગોપવે. તેમનું હૃદય નિષ્ફર હોય. તેઓ અતિચારોની આલોચના ન કરે, પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે, સ્વીકાર્યું હોય તો તેને કરે નહીં. તેઓ હંમેશા પ્રમાદી હોય છે. તેઓ થોડી આરાધના કરીને પણ પોતાને આરાધક માને છે. તેઓ અપ્રજ્ઞાપનીય હોય છે. તેઓ ગુરુવચન સાંભળતા નથી. સાંભળીને પણ તેને કરતા નથી. તેઓ ગળિયા બળદ જેવા હોય છે. વારંવાર પ્રેરણા કરાય ત્યારે જ તેઓ કાર્ય કરે છે. તેઓ વાંકા ઘોડાની જેમ મુશ્કેલીથી દમી શકાય છે. આવા બીજા સ્વરૂપ પણ જાણવા.
શિષ્યોનું યોગ્ય કે અયોગ્ય સ્વરૂપ ગુરુ બાહ્યવ્યવહારથી, શિષ્યની પ્રવૃત્તિથી અને તેના આકાર-ઇંગિતથી જાણે છે. જેમ શિષ્યો ગુરુના આકાર-ઇંગિત જાણીને ગુરુના મનના ભાવને જાણવામાં હોંશિયાર હોય છે તેમ ગુરુ પણ શિષ્યના આકાર-ઇગિતથી તેમનું યોગ્ય કે અયોગ્ય સ્વરૂપ જાણવામાં હોંશિયાર હોય છે. આમ શિષ્યોનું યોગ્ય