________________
गुरुमनोभावज्ञानं नाऽशक्यं किन्तु प्रयत्नसाध्यम् ।
११५
भवति । एवं शिष्यैर्गुर्विच्छापालने कृते गुरुशिष्ययोरुभयोरपि लाभ एव भवति । सोऽ न केवलं सामान्यः किन्तु विशिष्टतर एव । अतो मया गुर्विच्छाऽऽराधनोपदेशदानाय भृशं प्रयत्यते ।
न च वाच्यं छद्मस्थशिष्यः कथं गुरुमनोभावं ज्ञास्यतीति गुर्विङ्गिताऽऽकाराभ्यामनुमाय शिष्यैः स ज्ञातुं शक्यते । इदमपि न वक्तव्यम् - इङ्गिताऽऽकाराभ्यां मनोगतभावानुमानार्थं प्रभूतं कौशलमाऽऽवश्यकम् । तत्तु हीनतरेऽस्मिन्काले शिष्यस्य कथं सम्भवेत् ? ततो गुरुमनोभावज्ञानं प्राय अशक्यमेव । ततो न शिष्येण तदर्थं यतनीयमिति । प्रकृष्टप्रयत्नस्य न किमपि असाध्यम् । नित्यं गुरोरन्तिके वसनेन, पुनः पुनरभ्यसनेन, गुर्विच्छाज्ञानेच्छायास्तीव्रतराया करणेन च तादृग्विधः कर्मक्षयोपशमो भवति येन इङ्गिताऽऽकाराभ्यां गुर्विच्छा ज्ञातुं शक्यते । ततो यद्यपि गुरुमनोभावज्ञानं न सुकरं, तथापि नाऽशक्यम्, किन्तु प्रयत्नसाध्यम् । ततः शिष्येण तदर्थं यतनीयमेव । यतः प्रयत्नसाध्यं कार्यं प्रयत्नेनैव सिध्यति न त्वेवमेव ।
થાય. તેથી તેમને પણ કર્મનિર્જરા થાય. આમ શિષ્યો ગુરુની ઇચ્છાનું પાલન કરે તો બન્નેને લાભ જ થાય છે. તે પણ સામાન્ય લાભ નહીં, વિશિષ્ટ લાભ છે. માટે હું ગુરુની ઇચ્છાની આરાધના કરવાનો ઉપદેશ આપવા માટે ખૂબ પ્રયત્ન કરું છું.
પ્રશ્ન
શિષ્ય તો છદ્મસ્થ છે. તે ગુરુના મનના ભાવ શી રીતે જાણશે ? જવાબ - ગુરુના ઈંગિત અને આકાર ઉપરથી અનુમાન કરીને શિષ્યો તે જાણી શકે છે.
-
પ્રશ્ન - ઇંગિત અને આકાર ઉપરથી મનના ભાવનું અનુમાન કરવા ઘણી નિપુણતા જોઈએ. આ પડતા કાળમાં શિષ્યોમાં એટલી નિપુણતા ક્યાંથી હોય ? તેથી ગુરુના મનના ભાવ જાણવા અશક્ય જ છે. માટે શિષ્યે તે જાણવાનો પ્રયત્ન ન કરવો.
ન
જવાબ - તમારે આવું ન કહેવું, કેમકે પ્રકૃષ્ટ પ્રયત્ન માટે કંઈ અસાધ્ય નથી. સદા ગુરુની બાજુમાં બેસવાથી, વારંવાર અભ્યાસ કરવાથી અને ગુરુની ઇચ્છા જાણવાની ઇચ્છા વધુ તીવ્ર કરવાથી કર્મોનો તેવો ક્ષયોપશમ થાય છે કે જેથી ઇંગિત-આકાર ઉપરથી ગુરુની ઇચ્છા જાણી શકાય છે. તેથી જો કે ગુરુના મનના ભાવ જાણવા સહેલા નથી છતાં અશક્ય પણ નથી, પણ પ્રયત્ન કરવાથી તે જાણી શકાય છે. માટે શિષ્યે તે જાણવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. કેમકે પ્રયત્નથી સિદ્ધ થનારું કાર્ય પ્રયત્નથી જ સિદ્ધ થાય છે, એમ ને એમ નહીં.