________________
गुरुसेवायां भारण्डपक्षिवदप्रमत्तेन भाव्यम् ।
१८९ स्फुटति तदा गुरुस्तस्य सत्यस्वरूपं जानाति । ततश्च स न तस्मिन् प्रसीदति । नापि तन्मनोऽभीष्टसिद्धिर्भवति । एवं स उभयभ्रष्टो भवति । यदि स भावसारं गुरुमसेविष्यत तर्हि तस्य सर्वमनोवाञ्छितसिद्धिरभविष्यत् । इत्थं मायाविशिष्यकृतगुरुभक्तिस्तस्मै स्तोककालं फलं ददाति, परन्तु तत्पश्चात्स दीर्घकालं यावद्दुःखभाग्भवति । अतः शिष्यैर्गुरुभक्तौ माया न कर्त्तव्या, भावसारमेव तत्र प्रवर्तितव्यम् ।
अतीतकालेऽनेन जीवेन स्वेच्छानुसारेणैव प्रवृत्तिः कृता । अत एव सोऽद्यापि भवभ्रमणं करोति । अतो मोक्षाभिलाषिणा स्वेच्छा त्यक्तव्या, स्वमनस्यन्ये विकल्पा न कर्त्तव्याः, तत्पूरणार्थं गुरुर्न प्रसादनीयः, किन्तु गुर्विच्छैवानुसरणीया । तेन केवलं मोक्षकृते एव गुरुभक्तौ यतनीयम् । तेन गुरुभक्तौ भारण्डपक्षीवदप्रमत्तेन भाव्यम् । अस्य विहगस्यैकस्मिन्नेव शरीरे द्वौ जीवौ भवतः । तयोस्त्रयः पादा भवन्ति, द्वे ग्रीवे भवतः । मुखमपि द्वयोभिन्नम् । यदि तौ भिन्नफलखादनेच्छां कुर्यातां तर्हि म्रियेताम् । अतस्तौ सदाऽप्रमत्तौ भवतः । द्वावपि समानेच्छामेव कुरुतः । भिन्नेच्छानिरोधार्थं सावधानीभवतः । एवमेव यदि शिष्यो गुविच्छायाः सकाशाद्भिन्नामिच्छां कुर्यात्तर्हि तस्याऽपि भावमृत्युभवेत् । ઘડો ફૂટે છે ત્યારે ગુરુ તેનું સાચું સ્વરૂપ જાણી જાય છે. તેથી તેઓ તેની ઉપર ખુશ નથી થતા. તેના મનોરથ પણ પૂરા નથી હતા. આમ તે બન્ને રીતે પાયમાલ થાય છે. જો તેણે ભાવપૂર્વક ગુરુની સેવા કરી હોત તો તેના બધા મનોરથો પૂરા થાત. આમ માયાવી શિષ્ય કરેલી ગુરુભક્તિ થોડો સમય ફળ આપે છે, પણ તે પછી તે ઘણો કાળ દુઃખ ભોગવે છે. માટે શિષ્યોએ ગુરુભક્તિમાં માયા ન કરવી જોઈએ, તેમાં ભાવપૂર્વક જ પ્રવર્તવું જોઈએ. - ભૂતકાળમાં આ જીવ પોતાની ઇચ્છા પ્રમાણે જ વર્યો છે. માટે જ તે હજી સુધી સંસારમાં ભમે છે. માટે મોક્ષની ઇચ્છાવાળાએ સ્વેચ્છાનો ત્યાગ કરવો, પોતાના મનમાં બીજા વિકલ્પો ન કરવા, તે પૂરા કરવા માટે ગુરુને ખુશ ન કરવા, પણ ગુરુની ઇચ્છાને જ અનુસરવું. માત્ર મોક્ષ માટે ગુરુભક્તિ કરવી. ગુરુભક્તિમાં ભારંગપંખીની જેમ અપ્રમત્ત રહેવું. ભારંડપંખીના એક શરીરમાં બે જીવ હોય છે. તેના ત્રણ પગ હોય છે, બે ડોક હોય છે. મુખ પણ બન્નેનું જુદું જુદું હોય છે. જો તે બન્નેને ભિન્ન-ભિન્ન ફળ ખાવાની ઇચ્છા થાય તો તે બન્ને મરી જાય. માટે તે બન્ને હંમેશા અપ્રમત્ત રહે. બન્ને એક સરખી જ ઇચ્છા કરે. ભિન્ન ઇચ્છા અટકાવવા સાવધાન રહે. એ જ રીતે જો શિષ્ય ગુરુની ઇચ્છાથી ભિન્ન ઇચ્છા કરે તો તેનું પણ ભાવમૃત્યુ થાય. માટે શિષ્ય હંમેશા ગુરુની ઇચ્છા