________________
वेषो धर्म रक्षति ।
२०७ करोति तर्हि तस्य भावो दम्भमिश्रितो भवति । अतः शिष्येण स्वमनोवाक्कायेभ्यः स्वाधिपत्यमुत्थाप्य तेषु गुर्वाधिपत्यं स्थापयित्वाऽपि वेषपरिवर्तनादिका क्रिया त्ववश्यमनुष्ठेया। अपरं च वेषे सत्यस्थिरो भावः स्थिरो भवति । स्थिरो भावो दृढतरो भवति कदापि नापगच्छति । अन्यच्च वेषे सति शिष्योऽकार्यं कुर्वन्शङकते ततः प्रतिनिवर्तते च । उक्तञ्चोपदेशमालायाम
धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं रक्खइ, राया जणवउ व्व ॥२२॥' एवं वेषपरिवर्तनादिका क्रियाऽपि कर्त्तव्यैव । अत्र तस्या उपचाररूपत्वकथनं तु भावदीक्षाया महत्त्वख्यापनार्थं ज्ञेयम् ।
तदेवं शिष्यस्य स्वतन्त्रमनोवाक्कायानामभावे सति तत्कर्तृका सर्वाऽपि क्रिया गुरुविषयिणी गुरुप्रयुक्ता चाऽवगन्तव्या । ततो गुरुमनोऽनुकूलकार्यकरणस्य परमकलात्वादिकथनं यत्कृतं ग्रन्थकृता तद्युक्तिसङ्गतमेव । __इदमत्र हृदयम् - शिष्येण स्वजीवने एकमेव कार्यं करणीयम् - तच्च गुरुमनोऽनुकूलकार्यसम्पादनरूपम् ॥१३।। જો ક્રિયા ન કરાય તો તે ભાવ દંભની ભેળસેળવાળો છે. માટે શિષ્ય પોતાના મનવચન-કાયા ઉપરથી પોતાની માલિકી ઉપાડીને તેમની ઉપર ગુરુની માલિકી બેસાડીને પણ વેષપરિવર્તન વગેરે ક્રિયા તો અવશ્ય કરવી જોઈએ. બીજુ, વેષ હોય તો અસ્થિર ભાવ સ્થિર થઈ જાય, ભાવ સ્થિર હોય તો વધુ દઢ થાય અને ક્યારેય જાય નહીં. વળી વેષ હોય તો શિષ્ય અકાર્ય કરતા ડરે અને તેનાથી પાછો ફરે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિ મહારાજાએ કહ્યું છે - “વેષ ધર્મનું રક્ષણ કરે છે. વેષથી મનમાં શંકા થાય - મેં દીક્ષા લીધી છે. મારે અકાર્ય કેમ કરાય ? જેમ રાજા પ્રજાનું રક્ષણ કરે છે તેમ વેષ ઉન્માર્ગથી પડતા સાધુનું રક્ષણ કરે છે.” આમ વેષપરિવર્તન વગેરે ક્રિયા પણ અવશ્ય કરવી જ જોઈએ. અહીં તેને ઉપચારરૂપ કહી તે ભાવદીક્ષાનું મહત્ત્વ બતાવવા માટે.
આમ શિષ્ય પાસે સ્વતંત્ર મન-વચન-કાયા જ ન હોવાથી તેની બધી ક્રિયા ગુરુ સંબંધી અને ગુરુએ કરેલી જ સમજવી. તેથી ગ્રંથકારે ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવાને પરમ કળા વગેરે રૂપ જે કહ્યું છે તે યુક્તિસંગત જ છે.
અહીં કહેવાનો સાર આટલો છે - શિષ્ય પોતાના જીવનમાં એક જ કાર્ય કરવું જોઈએ અને તે છે ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવારૂપ કાર્ય. (૧૩)
१. धर्म रक्षति वेषः, शङ्कते वेषेण दीक्षितोऽस्मि अहम् ।
उन्मार्गेण पतन्तं रक्षति, राजा जनपदानिव ॥२२॥