________________
२३४
सर्वकार्येषु गुरोः प्रच्छनेन तस्य व्याघातो भवेदिति शङ्का तत्समाधानञ्च । प्रमार्जनादिसमयोक्तक्रियाकलापपुरःसरं शयनादि साधुना विधेयम् ।' अत्र साधुशयनादिकृत्यानां समयोक्तक्रियाकलापे गुरुप्रच्छनमादौ न्यस्तम् । तज्ज्ञायते यत्सर्वकृत्यानां समयोक्तक्रियाकलापे गुरुप्रच्छनं प्रधानभूतं वर्त्तते । अतः सर्वकृत्येषु प्रथमं गुरुप्रच्छनं विधेयम्।
यदि शिष्यो गुरुं पृष्ट्वा कार्यं करोति तर्हि तत्तस्य नम्रतां विनीतत्वं च द्योतयति। यदि स गुरुमनापृच्छ्य कार्यं करोति तहि तत्तस्य स्तब्धतामुद्धतत्वञ्च व्यञ्जयति । अतः स्वविनीतत्वनम्रतादिगुणकलापरक्षणार्थमपि तेन सर्वत्र गुरुः प्रष्टव्यः ।
ननु यदि सर्वकार्याणि गुरुं पृष्ट्वैव कर्त्तव्यानि तर्हि गुरोः स्वकार्येषु व्याघातो भवेत् ततश्च तत्कार्याणि सीदेयुः । अतः सर्वकार्येषु गुरुर्न प्रष्टव्यः, परन्तु केषुचिदतिमहत्त्वपूर्णकार्येष्वेव स प्रष्टव्यः । शेषकार्याणि तु स्वधिया विचार्यैव कर्तव्यानि । एवमेव च विनीतत्वं भवति । अन्यथा गुरुव्याघातकृतोऽविनयो भवति ? इति चेत्, न, शास्त्रकारैरुक्तं यदतिलघुकार्याण्येव बहुवेलादेशाभ्यां पृष्ट्वा कर्त्तव्यानि । इदमेव ज्ञापयति यत्शेषाशेषकार्याणि
જોવા અને પ્રમાર્જિવા વગેરે શાસ્ત્રમાં કહેલી ક્રિયા પૂર્વક સાધુએ શયન કરવું.” અહીં સાધુના સુવા વગેરે કૃત્યોની શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં ગુરુને પૂછવું એ પ્રથમ કહ્યું છે. તેથી જણાય છે કે બધા કૃત્યોની શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં ગુરુને પૂછવું એ પ્રધાન છે. માટે બધા કૃત્યોમાં પહેલા ગુરુને પૂછવું.
જો શિષ્ય ગુરુને પૂછીને કાર્ય કરે તો તે તેની નમ્રતા અને વિનીતપણાને બતાવે છે. જો તે ગુરુને પૂછ્યા વિના કાર્ય કરે તો તે તેની અક્કલતાને અને ઉદ્ધતપણાને જણાવે છે. માટે પોતાના વિનીતપણું, નમ્રતા વગેરે ગુણોના સમૂહનું રક્ષણ કરવા પણ તેણે બધા કાર્યોમાં ગુરુને પૂછવું.
પ્રશ્ન - જો બધા કાર્યો ગુરુને પૂછીને જ કરવાના હોય તો ગુરુને પોતાના કાર્યોમાં અંતરાય થાય. તેથી તેમના કાર્યો સીદાય. માટે બધા કાર્યોમાં ગુરુને ન પૂછવું, પણ કેટલાક ખૂબ મહત્ત્વના કાર્યોમાં જ ગુરુને પૂછવું. બાકીના કાર્યો તો પોતાની બુદ્ધિથી વિચારીને જ કરવા. એમ કરવાથી જ વિનીતપણે થાય છે. જો આમ ન કરે અને દરેક કાર્યમાં ગુરુને પૂછ-પૂછ કરે તો ગુરુને અંતરાય કરવાનો અવિનય થાય.
જવાબ - ના, તમારી વાત બરાબર નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે બહુ નાના કાર્યો જ બહુવેલના આદેશથી પૂછીને કરવા. આ જ જણાવે છે કે બાકીના દરેક કાર્યો ગુરુને