________________
गुरुपृच्छापूर्वं कार्यकरणेन शिष्यस्यैकान्तेनैव लाभः ।
२३३ यदि स गुरुमनापृच्छयैव कार्यं करोति तर्हि तस्य गुरुपारतन्त्र्यं नश्यति । ततश्च स स्वच्छन्दो भवति । स्वेच्छया प्रवृत्तिस्त्वाराधनारूपा न भवति, किन्तु विराधनारूपैव । ततस्तस्य दीक्षाऽपि निरर्थिका भवति । ततः स मोक्षमार्गाद्धृश्यति । ततो मोक्षाभिलाषिणा शिष्येण दीक्षा सफलीकार्या । दीक्षासाफल्यं गुरुपारतन्त्र्येणैव जायते । गुरुपरतन्त्रता च सर्वकार्याणां गुर्वनुज्ञापूर्वकमेव करणेन भवति । ततः शिष्येण सर्वकार्येषु गुरुः प्रष्टव्यः ।
शिष्यस्य ज्ञानमल्पं भवति । ततः स लाभालाभौ न जानाति । शिष्यो यदि स्वेच्छया प्रवर्त्तते तहि कदाचित्तस्य हानिरपि भवति । गुरुस्तु गीतार्थो भवति । स दीर्घदर्श्यस्ति । स लाभालाभौ जानाति । स आयतिं चिन्तयति । ततो यदा शिष्यस्तं पृच्छति तदा यदि तत्कार्यं तद्धिताय स्यात्तद्देव सोऽनुमति ददाति । यदि तत्कार्यं शिष्यहानिकारि स्यात्तर्हि स तन्निषिध्यति । एवं गुरुपृच्छापूर्वकं कार्यकरणेन शिष्यस्यैकान्तेनैव लाभो भवति, अलाभकारिकार्यस्य गुरुणा निषिद्धत्वात् । अतो हानिनिवारणार्थमपि शिष्येण गुरुरवश्यमेव प्रष्टव्यः । उक्तञ्च श्रीनेमिचन्द्रसूरिरचितप्रवचनसारोद्धारस्य सप्तषष्टितमद्वारस्य वृत्तौ श्रीसिद्धसेनसूरिभिः - 'तथा गुरुप्रच्छनशरीरसंस्तारकभूम्यादिप्रतिलेखन
જો શિષ્ય ગુરુને પૂછયા વિના જ કાર્ય કરે તો તેની ગુરુપરાધીનતા નાશ પામે. તેથી તે સ્વચ્છન્દ બને. સ્વેચ્છાપૂર્વકની પ્રવૃત્તિ તે આરાધના નથી પણ વિરાધના જ છે. તેથી તેની દીક્ષા પણ નકામી થાય છે. તેથી તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. તેથી મોક્ષની ઇચ્છાવાળા શિષ્ય દીક્ષા સફળ કરવી જોઈએ. દીક્ષાની સફળતા ગુરુને પરતંત્ર રહેવાથી જ થાય છે. ગુરુપરતંત્રતા બધા કાર્યો ગુરુને પૂછીને જ કરવાથી થાય છે. માટે શિષ્ય બધા કાર્યોમાં ગુરુને પૂછવું.
શિષ્યનું જ્ઞાન થોડું હોય છે. તેથી તે લાભાલાભને ન જાણે. શિષ્ય જો સ્વેચ્છાથી પ્રવર્તે તો ક્યારેક તેને નુકસાન પણ થાય. ગુરુ તો ગીતાર્થ છે. તેઓ દીર્ઘદર્શી હોય. તેઓ લાભાલાભ જાણતા હોય. તેઓ ભવિષ્યનો વિચાર કરે. તેથી જ્યારે શિષ્ય તેમને પૂછે ત્યારે જો તે કાર્ય તેના હિત માટે હોય તો તેઓ રજા આપે, જો તે કાર્ય શિષ્ય માટે અહિતકારી હોય તો તેઓ તેનો નિષેધ કરે. આમ ગુરુને પૂછીને કાર્ય કરવાથી શિષ્યને એકાંતે લાભ થાય છે, કેમકે અહિતકારી કાર્યનો ગુરુ નિષેધ કરે છે. માટે નુકસાન અટકાવવા માટે પણ શિષ્ય ગુરુને અવશ્ય પૂછવું જોઈએ. પ્રવચન સારોદ્ધારના ૬૭માં દ્વારની વૃત્તિમાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ કહ્યું છે – ‘તથા ગુરુને પૂછવું, શરીર-સંથારો-ભૂમી