________________
२४०
शिष्यरोगिणा गुरुवैद्यान्न किमपि गोपनीयम् । गुरुः श्रद्धातव्यः । ततो न तस्मात्किमपि गोपनीयम् । यदि रोगी वैद्यात्किमपि गोपायति तर्हि तस्य रोगवृद्धिरेव भवति, वैद्यस्य तु न काऽपि हानिर्जायते, एवं शिष्योऽपि यदि गुरोः किमपि गोपायति तर्हि तस्य भवरोगवृद्धिरेव जायते, गुरोस्तु न किमपि हीयते । स्वजीवनस्य सर्वा मनोवाक्कायचेष्टा यो गुरोः पुरो मुत्कलहृदयेन प्रकटीकरोति, मोक्षमार्गस्तस्य मुत्कलो भवति । यः स्वजीवनचेष्टा गुरोर्गोपायति, मोक्षमार्गस्तस्य गुप्तो भवति ।।
मुमुक्षुणा शिष्येण स्वजीवने द्वौ नियमौ कर्त्तव्यौ – १) गुरुय॑त्कथयति तत्करणीयम्, २) स्वजीवनप्रवृत्तयो गुरवे निवेदनीयाः । अत्र कुलके प्रथमो नियमश्चतुर्दशवृत्तेन कथितः द्वितीयश्चानेन षोडशवृत्तेन सूचितः । ततोऽयमत्रोपनयः - गुरोः किमपि न गोपनीयम् ।
सर्वकार्याणि गुरुं पृष्ट्वा करणेन शिष्येण दशविधचक्रवालसामाचार्याश्चतुर्थपञ्चम्यौ सामाचार्या आराद्धे । पृच्छेति चतुर्थी सामाचार्यस्ति । तस्या अर्थः - गुरुं पृष्ट्वा कार्य कर्त्तव्यम् । पञ्चमी सामाचारी प्रतिपृच्छानाम्न्यस्ति । तस्या अर्थः - कार्यावसरे पुनर्गुरुं पृष्ट्वैव प्रवर्तनीयम् । यदुक्तं सामाचारीप्रकरणे तत्स्वोपज्ञटीकायाञ्च महोपाध्याय
ગુરુ ઉપર શ્રદ્ધા રાખવી. તેથી તેમના થકી કંઈ પણ છુપાવવું નહીં. જો રોગી વૈદ્યથી કંઈ પણ છુપાવે તો તેનો જ રોગ વધે, વૈદ્યને કંઈ નુકસાન ન થાય. એમ શિષ્ય પણ જો ગુરુ થકી કંઈ પણ છુપાવે તો તેનો જ સંસારરોગ વધે, ગુરુને કંઈ નુકસાન ન થાય. પોતાના જીવનની મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિઓ જે ગુરુ આગળ ખુલ્લા હૃદયે પ્રગટ કરે છે તેનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ જાય છે. જે પોતાના જીવનની પ્રવૃત્તિઓ ગુરુથી છુપાવે છે તેનો મોક્ષમાર્ગ બંધ થઈ જાય છે.
મોક્ષની ઇચ્છાવાળા શિષ્ય પોતાના જીવનમાં બે નિયમ કરવા - ૧) ગુરુ જે કહે તે કરવું, અને ૨) પોતાના જીવનની પ્રવૃત્તિઓ ગુરુને કહેવી. આ કુલકમાં પહેલો નિયમ ૧૪મા શ્લોકમાં સૂચવ્યો છે અને બીજો નિયમ આ ૧૬મા શ્લોકમાં સૂચવ્યો છે. તેથી અહીં ઉપનય આવો છે – ગુરુથી કંઈ પણ છુપાવવું નહીં.
બધા કાર્યો ગુરુને પૂછીને કરવાથી શિષ્ય દશવિધ ચક્રવાલ સામાચારીમાંથી ચોથી અને પાંચમી સામાચારીની આરાધના કરે છે. ચોથી સામાચારી – પૃચ્છા છે. તેનો અર્થ એ છે કે ગુરુને પૂછીને કાર્ય કરવું.” પાંચમી સામાચારી પ્રતિકૃચ્છા છે. તેનો અર્થ એ છે કે “કાર્ય કરતી વખતે ફરી ગુરુને પૂછીને જ કાર્ય કરવું.” સામાચારીપ્રકરણ અને તેની સ્વોપજ્ઞ ટીકામાં