________________
अयुक्तमपि गुरुवचनमाराधनीयम् ।
२१३ गणिक्षमाश्रमणविरचितविशेषावश्यकभाष्यस्य मलधारिश्रीहेमचन्द्रसूरिनिर्मितटीकायां सप्ताधिकत्रयोविंशतिशततमगाथाविवरणे वर्णितः । तज्जिज्ञासुभिस्ततोऽवसेयः । पञ्चाशकप्रकरणे श्रीहरिभद्रसूरिभिरप्युक्तम् - १छट्ठट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरितो गुरुवयणं अणंतसंसारिओ होति ॥५/४६॥'
तदेवं जमालिज्ञातेन युक्तगुरुवचनविराधनाया अनिष्टं फलं ज्ञात्वा युक्तगुरुवचनाऽऽराधनार्थं यतितव्यम् । तत्किमयुक्तं गुरुवचनं न मन्तव्यम् ? न, तदपि मन्तव्यमेव । एतदेवाग्रे व्यक्तीकरोति ग्रन्थकारः ।
कदाचिदनाभोगेन, मतिमान्द्येन, पूर्वकर्मोदयेनाऽन्येन वा केनचित् कारणेन गुरुमुखादयुक्तं वचनं निःसरेत् । तथापि शिष्येण तद्वचनस्याऽऽराधनैव कर्त्तव्या । तेन तत्तीर्थस्वरूपं मन्तव्यम् तथैव च तस्याऽऽराधना कर्त्तव्या । तेन तस्यैकान्तेन लाभ एव भवति । यदि गुरुवचनमयुक्तं मत्वा शिष्यस्तदाऽऽराधनं न कुर्यात्, स्वमतिकल्पनानुसारेण च प्रवर्तेत तर्हि स स्वकार्ये सफलो न भवेत् । यदुक्तं रघुवंशमहाकाव्ये कविकालिदासेन - શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત વિશેષાવશ્યકભાષ્યની મલધારીશ્રીહેમચંદ્રસૂરિરચિત ટીકામાં ૨૩૦૭મી ગાથાના વિવરણમાં કહ્યું છે. તે જાણવાની ઇચ્છાવાળાઓએ ત્યાંથી જાણી લેવું. પંચાશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિમહારાજે પણ કહ્યું છે - ““છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસખમણથી યુક્ત એવો પણ જીવ જો ગુરુવચનનું પાલન ન કરે તો અનંતસંસારી થાય. (પ/૪૬)”
તેથી આ રીતે જમાલિના દૃષ્ટાન્ત ઉપરથી યોગ્ય ગુરુવચનની વિરાધનાનું ખરાબ ફળ જાણીને યોગ્ય ગુરુવચનની આરાધના કરવા યત્ન કરવો.
પ્રશ્ન - તો શું અયોગ્ય ગુરુવચન ન માનવું ? જવાબ - ના, તે પણ માનવું જ જોઈએ. ગ્રન્થકાર આ જ વાત આગળ કરે છે.
કદાચ ભૂલથી, ક્ષયોપશમ ઓછો હોવાથી, પૂર્વકર્મના ઉદયથી કે બીજા કોઈ કારણથી ગુરુના મુખમાંથી અયોગ્ય વચન નીકળે. છતાં પણ શિષ્ય તે વચનની આરાધના જ કરવી. તેણે તેને તીર્થરૂપ માનવું અને તે જ રીતે તેની આરાધના કરવી. તેનાથી તેને એકાંતે લાભ જ થાય છે. જો ગુરુવચન અયોગ્ય છે એમ માની શિષ્ય તેની આરાધના ન કરે અને પોતાની ઇચ્છા મુજબ પ્રવર્તે તો તે પોતાના કાર્યમાં સફળ ન થાય. રઘુવંશ મહાકાવ્યમાં કવિ કાલિદાસે કહ્યું છે, ‘પૂજયની પૂજાનું ઉલ્લંઘન કલ્યાણને અટકાવે છે.'
१. षष्ठाष्टमदशमद्वादशैः मासार्धमासक्षपणैः । अकुर्वन्गुरुवचन अनन्तसंसारिकः भवति ॥५/४६॥