________________
गुरुवचनं परिणामसुन्दरमेव भवति ।
२१७ अन्धकारे कश्चिन्मनुष्यः सर्पण दष्टः । स तं मूषकं ज्ञातवान् । ततो विषस्य तस्मिन्न कोऽपि प्रभावो जातः । अन्यो मनुष्योऽन्धकार एव मूषकेन दष्टः । स भयभीतो भूत्वाऽऽत्मानं सर्पदष्टं मतवान् । ततोऽचिरात् विषावेगस्तच्छरीरे प्रासरत् । तत्कालं स मृतः । एवमयुक्तमपि गुरुवचनं यदि तीर्थतुल्यं मन्यते तहि कल्याणं भवति । तदयुक्तं मत्वा यद्यनाद्रियेत तीन) भवेत् । ____अयुक्तगुरुवचनानुष्ठानेन कदाचित्तात्कालिकी हानिरपि भवेत्, परन्तु परिणामेन सा लाभरूपैव सम्पद्यते । यदुक्तं मलधारिश्रीहेमचन्द्रसूरिभिः पुष्पमालायाम् -
• १पढमं चिय गुरुवयणं मुम्मुरजलणु व्व दहइ भण्णंतं । परिणामे पुण तं चिय मुणालदलसीयलं होइ ॥३२९॥'
एवमन्याभिरपि गुरुप्रवृत्तिभिः कदाचित् शिष्यस्य तात्कालिकी हानिर्भवेत्, तथापि ताः परिणामसुन्दरैव भवन्ति । अत्रोपयोगिनमेकं लौकिकं दृष्टान्तं प्रस्तौमि - एको गरुस्तच्छिष्यश्च रात्रौ स्वाश्रमेऽस्वपितम् । मध्यरात्रे एकः पलादस्तत्राऽऽगतः । गुरुः
અંધારામાં કોઈ માણસને સાપ ડંખ્યો. એને એમ કે ઉંદરડો કરડ્યો. તેથી તેના શરીરમાં જરાય ઝેર ન ચઢ્યું. બીજા માણસને અંધારામાં ઉંદરડો કરડ્યો. તે ડરી ગયો. એને લાગ્યું કે “મને સાપ ડસ્યો.' થોડા સમયમાં તેના શરીરમાં ઝેર ફેલાઈ ગયું. તરત તે મરી ગયો. એમ અયોગ્ય પણ ગુરુવચન જો તીર્થરૂપ મનાય તો કલ્યાણ થાય. તેને અયોગ્ય માનીને જો તેનો અનાદર કરાય તો અનર્થ થાય.
અયોગ્ય ગુરુવચનના પાલનથી કદાચ તાત્કાલિક નુકસાન પણ થાય, પણ પરિણામે તે લાભરૂપ જ થાય છે. માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પુષ્પમાળામાં કહ્યું છે -
બોલાતું ગુરુવચન પહેલા જ અગ્નિની જેમ બાળે છે, પરિણામે તો તે જ કમળના પાંદડાની જેમ શીતલ થાય છે.”
એમ બીજી પણ ગુરુની પ્રવૃત્તિઓથી કદાચ શિષ્યને તાત્કાલિક નુકસાન થાય, છતાં તે પરિણામે સુંદર જ થાય છે. અહીં ઉપયોગી એવું એક લૌકિક દૃષ્ટાંત રજૂ કરીએ છીએ. - ““એક ગુરુ અને તેનો શિષ્ય રાત્રે પોતાના આશ્રમમાં સૂતા હતા. અડધી રાતે એક રાક્ષસ ત્યાં આવ્યો. ગુરુ જાગી ગયા. શિષ્ય ઉંઘમાં હતો. ગુરુએ રાક્ષસને પૂછ્યું १. प्रथममेव गुरुवचनं मर्मुरज्वलन इव दहति भण्यमाणम् ।
परिणामे पुनस्तदेव मृणालदलशीतलं भवति ॥३२९॥