________________
गुरुवचनं तीर्थरूपम् ।
२०९ द्विविधम् - द्रव्यतीर्थं भावतीर्थञ्च, तत्र नद्यादिसुखावताररूपं द्रव्यतीर्थम्, संसारतारकं भावतीर्थम्, अत्र तीर्थशब्देन भावतीर्थं ग्राह्यम् । अयुक्तमपि गुरुवचनं कथं तीर्थभूतमुच्यते ? इति प्रश्नस्योत्तरं चरमपादेन ददाति, यत् - बहिर्दृष्ट्या हानिरूपं भासमानं अनिर्दिष्टनाम फलम्, भविष्यति - घटिष्यते, तत् - यत्पदोक्तं फलम्, अपि - किञ्चिदमङ्गलं नैव भविष्यति यदि भविष्यति तर्हि तदपि कल्याणरूपमेव भविष्यतीति द्योतनार्थम् । कल्याणम् - श्रेयोरूपम्, भविष्यतीत्यध्याहार्यम्, अयं सङ्क्षेपार्थः । व्यासार्थस्त्वेवम्
गुरुः पूर्वोक्तगुणकलापयुक्तः संविग्नो गीतार्थश्च भवति । ततस्तद्वचनं युक्तिसङ्गतमेव भवति । अतः शिष्येण विचारं विना तत् श्रद्धेयमनुष्ठेयञ्च । यदि युक्तमपि गुरुवचनं विराध्यते तर्हि तत् कटुविपाकं भवति । यथा भगवद्वीरजामातृजमालिना गुरुवचनविराधनेन स्वसंसारवृद्धिः कृता । ___ "क्रियमाणं कृतम्' इति वीरविभोर्वचनम्, यदुक्तं श्रीसुधर्मस्वामिप्रणीतभगवत्यपरनामव्याख्याप्रज्ञप्तिनामपञ्चमाने प्रथमशतकस्य प्रथमोद्देशके - “तए णं से भगवं गोयमे.... एवं वयासी-से नूणं भंते ! चलमाणे चलिए १, उदीरिज्जमाणे उदीरिए
દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. નદી વગેરેમાં સુખેથી ઊતરી શકાય એવું સ્થાન તે દ્રવ્યતીર્થ, સંસારથી તારે તે ભાવતીર્થ. અહીં ગુરુવચનને તીર્થરૂપ કહ્યું તે ભાવતીર્થરૂપ સમજવું.
પ્રશ્ન - અયોગ્ય ગુરુવચનને કેમ તીર્થરૂપ કહ્યું ?
જવાબ - અયોગ્ય ગુરુવચનથી કંઈ પણ અમંગળ નથી થતું. કદાચ થાય તો પણ તે માત્ર બહારથી અમંગળરૂપ લાગે, પરંતુ હકીકતમાં તે કલ્યાણરૂપ જ હોય છે.
આ સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તૃત અર્થ આ પ્રમાણે છે -
ગુરુ પૂર્વે કહેલા ગુણોના સમૂહથી યુક્ત, સંવિગ્ન = મોક્ષના અભિલાષી અને સંસારથી ડરનારા, અને ગીતાર્થ હોય છે. તેથી તેમનું વચન યોગ્ય જ હોય છે. માટે શિષ્ય વિચાર્યા વિના તેની ઉપર શ્રદ્ધા કરવી અને તેનું પાલન કરવું. જો યોગ્ય એવા પણ ગુરુવચનની વિરાધના કરાય તો તેનું ફળ કડવું મળે છે, જેમ પ્રભુવીરના જમાઈ જમાલિએ ગુરુવચનની વિરાધના કરીને પોતાના સંસારની વૃદ્ધિ કરી.
‘કરાતું હોય તે કરાયેલું છે” એ વીરપ્રભુનું વચન છે. શ્રીસુધર્માસ્વામીએ ભગવતીસૂત્રમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે – “પછી ભગવાન ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – “હે ભગવંત ! શું ચાલતું હોય તે ચાલ્યું છે, ઉદીરણા કરાતું હોય તે ઉદીરણા १. ततः सः भगवान् गौतमः....एवमवादीत् - अथ नूनं भगवन् ! चलन् चलितः १, उदीर्यमाणः