________________
विनयरत्नसाधुज्ञातम् ।
भावसारगुरुभक्त्या गुरुप्रसादनाय यत्नः कर्त्तव्यः ।
‘अङ्गणमेव गृहाभ्यन्तरशोभां कथयति ।' इति लोकोक्तिरस्ति । ततः शिष्येण साऽतीतकालेऽज्ञायतेति विचिन्त्य ग्रन्थकारः प्रश्नयति चाटुवचनभाषक: शिष्य इमां लोकोक्तिं कथं न स्मरति ? इमां लोकोक्तिं मुग्धजना अपि जानन्ति । ततः शिष्योऽपीमां जानात्येव । तथापि स यत्तां न स्मरति तत्र बलवत्तरमोहनीयकर्मोदय एव कारणं ज्ञेयम् । एतद्दर्शनार्थमेव वृत्ते मूढशब्द उपन्यस्तः । अत्र प्रश्नकरणस्याऽयमाऽऽशयः चाटुवचनभाषिशिष्येण वृत्तोक्तलोकोक्तिरवश्यं स्मरणीया । ततश्च वचनमात्रेण गुरुरञ्जनार्थं न प्रयतनीयम् । अत्र विषये विनयरत्नसाधोरुदाहरणमुल्लेखयोग्यं वर्त्तते । स गुरोर्बाह्यप्रतिपत्तिमकरोत्, किन्तु तद्धृदयं गुरुभक्तिभावरहितमासीत् । एकदा तेन छुरिकया राज्ञः शीर्षं कर्त्तितम् । ततः स नष्ट: । तज्ज्ञात्वा तद्गुरुणाऽपि प्रवचनोड्डाहरक्षणार्थं स्वशीर्षं कर्त्तितम् । विनयरत्नस्तु ततो मृत्वा दीर्घं संसाररमटितवान् । तस्य व्यतिकरः श्रीधर्मदासगणिकृतोपदेशमालाया श्रीरामविजयगणिकृतटीकायामेकत्रिंशत्तमगाथाविवरणे एवमुपन्यस्तः - ' पाटलीपुत्रनगरे कोणिकसुत उदायिराजा बभूव । तेनोदायिराज्ञा कस्याऽपि नृपस्य राज्यमपहृतम् ।
-
–
१९३
ભક્તિ કરીને ગુરુને ખુશ કરવાનો પ્રયત્ન કરવો.
‘આંગણું જ ઘરની અંદરની શોભા કહે છે, આ કહેવત છે. તેથી શિષ્ય ભૂતકાળમાં તે જાણી હશે એમ વિચારી ગ્રંથકાર પૂછે છે.’ ‘મીઠું બોલનારો શિષ્ય આ કહેવતને કેમ યાદ નથી કરતો ?’ આ કહેવતને તો ભોળા લોકો પણ જાણે છે. તેથી શિષ્ય પણ આ કહેવતને જાણે જ છે, છતાં તેને તે યાદ નથી આવતી તેનું કારણ બળવાન એવા મોહનીય કર્મનો ઉદય જ જાણવો. આ જણાવવા માટે જ શ્લોકમાં ‘મૂઢ’ શબ્દ મૂક્યો
છે. અહીં પ્રશ્ન કરવાનો આશય એવો છે કે
મીઠું બોલનાર શિષ્ય શ્લોકમાં કહેલ કહેવત અવશ્ય યાદ કરવી અને તેથી માત્ર વચનથી ગુરુને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો.
અહીં વિનયરત્ન સાધુનું ઉદાહરણ ઉલ્લેખવા યોગ્ય છે. તે ગુરુની બાહ્યસેવા કરતો હતો, પણ તેનું હૃદય ગુરુભક્તિભાવ વિનાનું હતું. એક વાર તેણે રિથી રાજાનું માથું કાપી નાખ્યું. પછી તે ભાગી ગયો. તે જાણીને શાસનની હીલના ન થાય એ માટે ગુરુએ પણ પોતાનું માથું કાપી નાંખ્યું. વિનયરત્નસાધુ તો ત્યાંથી મરીને ઘણો કાળ સંસારમાં ભટક્યો. ઉપદેશમાળાની રામવિજયગણિકૃત ટીકામાં ૩૧ મી ગાથાના વિવરણમાં તેનો પ્રસંગ આ રીતે બતાવ્યો છે- ‘‘પાટલીપુત્રનગરમાં કોણિકનો પુત્ર ઉદાયિરાજા થયો. તેણે