________________
१९४
विनयरत्नसाधुज्ञातम्। तदा तेन वैरिराजेनोक्तं यः कोऽप्युदायिराजानं मारयित्वा समागच्छति तस्य मनोऽभीष्टं ददामीति केनाऽपि तस्य सेवकेन तदङ्गीकृतम् । ततोऽसौ पाटलीपुत्रमागतः, बहूनुपायान् चिन्तयति, परं कोऽपि न लगति । तदा तेन दुष्टेन चिन्तितम् उदायिराजा विश्वासेन विना मरणं न प्राप्स्यति । तदा तेन गुरूणां समीपे गत्वा कापट्येन चारित्रं गृहीतम् । त आचार्या उदायिनृपस्यातीवमान्याः। तेषां समीपे स चारित्रं गृहीत्वाऽध्ययनं करोति । सोऽतीव साधूनां विनयकारको जातः। आचार्यादीनां चित्तानि तेन विनयगुणेन वशीकृतानि । उदायिराजाऽष्टम्यां चतुर्दश्यां चाहोरात्रिक पौषधं करोति । तदाऽऽचार्या धर्मदेशनार्थं रात्रौ तत्र गच्छन्ति । एकस्मिन् दिनेऽष्टम्यां गुरवस्तत्र गन्तुं प्रवृत्ताः । तदा नवदीक्षितेन तेनोक्तं-स्वामिन् ! भवतामाज्ञा भवति चेदहं सार्थे समागच्छामि गुरुभिरप्यज्ञातहृदयोऽयमिति विचार्य स सार्थे न गृहीतः, एवं प्रतिदिनं स वक्ति परं ते तं सार्थे न गृह्णन्ति । एवं द्वादश वर्षाणि जातानि । एकस्मिन्दिने चतुर्दश्यां विकालवेलायां गुरुवस्तत्र गच्छन्ति । तदवसरे तेन कपटसाधुनाप्युक्तं स्वामिन्नहमप्यद्य सार्थे समागच्छामि । भवितव्यतावशाद् गुरुभिरप्युक्तमागच्छेति ।
કોઈક રાજાનું રાજય હરી લીધું. ત્યારે તે વૈરી રાજાએ કહ્યું - “જે કોઈ ઉદાયિરાજાને મારીને આવશે તેને મનવાંછિત આપીશ.' એ સાંભળી તેના કોઈ સેવકે તે બીડું ઝડપ્યું. પછી તે પાટલીપુત્રમાં આવ્યો. ઘણા ઉપાય વિચારે છે, પણ કોઈ કામ નથી લાગતો. ત્યારે તે દુષ્ટ વિચાર્યું – “ઉદાયિરાજા વિશ્વાસ વિના મરશે નહીં.” પછી તેણે ગુરુ પાસે જઈને કપટથી ચારિત્ર લીધું. તે આચાર્ય મહારાજ ઉદાયિરાજાને ખૂબ માન્ય હતા. તેમની પાસે ચારિત્ર લઈને તે ભણ્યો. તે સાધુઓનો ખૂબ વિનય કરતો હતો. સૂરિ વગેરેના મન તેણે વિનયગુણથી વશ કર્યા. ઉદાયિરાજા આઠમે અને ચૌદશે અહોરાત્રીનો પૌષધ કરતો હતો. ત્યારે ધર્મદેશના આપવા રાત્રે સૂરિજી ત્યાં જતા. એકવાર આઠમે ગુરુ જવાની તૈયારી કરતા હતા, ત્યારે નવદીક્ષિત તે સાધુએ કહ્યું – “સ્વામી ! આપની આજ્ઞા હોય તો હું આપની સાથે આવું.” ગુરુએ પણ તેને અજ્ઞ જાણી ના પાડી. એમ વારંવાર તે કહે છે પણ ગુરુ સાથે નથી લઈ જતા. એમ બાર વરસ થયા. એકવાર ચૌદશે સાંજે ગુરુ ત્યાં જતા હતા ત્યારે તે કપટ સાધુએ પણ કહ્યું – “સ્વામી ! આજે હું પણ સાથે આવું છું.” ભવિતવ્યતાવશ ગુરુએ હા પાડી.