________________
१९८
शिष्येण गुरुव्रतेन भाव्यम् । तस्य सर्वा अपि प्रवृत्तयः गुरुमनश्चिन्ततसम्पादनार्था एव स्युः । यया प्रवृत्त्या गुरुमनो दूयेत सा प्रवृत्तिस्तेन सर्वथा वर्जनीया । तस्य जीवनस्यैकमेव प्रयोजनं स्यात् - गुर्विच्छापूरणम् । तत्कृते तेन सर्वाः स्वेच्छास्त्यक्तव्याः । तेन सर्वाऽपि स्वशारीरिकवाचिकशक्तिः, सर्वमपि बुद्धिनिपुणत्वं सर्वोऽपि च समयः गुर्विच्छापूरणार्थमेव प्रयोक्तव्यः । तस्य सर्वकार्येषु गुरुभक्तिरेव दृश्येत ।
बिलं प्रविशन्सर्पो सरलो भवति । यदि स वक्रो भवति तर्हि बिलं प्रवेष्टुं न शक्नोति । एवं मुक्तिं प्रवेष्टुकामेन शिष्येण गुरुमनोऽनुकूलकरणार्थमेव यतनीयम् । यदि स तदुपेक्ष्य स्वेच्छानुसारेण प्रवर्त्तते तहि मुक्तिं प्रवेष्टुं न शक्नोति ।
शिष्यजीवनस्यैकमेव मन्त्रं स्यात् - गुरुमनआराधना । स्वेच्छापूरणार्थं सर्वेऽपि यतन्ते । स्वेच्छां सर्वेऽपि पूरयन्ति । गुर्विच्छापूरणार्थं यो यतते गुर्विच्छां च यो पूरयति स एव शिष्यः कथ्यते । अनादिकालाज्जीवस्याऽयमेवाऽभ्यासो भवति यत् स्वेच्छानुसारेण प्रवर्तनीयं स्वेच्छा च पूरणीया । अत एव स संसारे भ्रमति । यदि स भवभ्रमणं
આરાધના કરવી. તેની બધી પ્રવૃત્તિઓ ગુરુએ મનમાં વિચારેલ કાર્યને પૂર્ણ કરવા માટે જ હોય જે પ્રવૃત્તિથી ગુરુનું મન દુભાય તે પ્રવૃત્તિ તેણે સર્વથા વર્જવી. તેના જીવનનું એક જ લક્ષ્ય હોય - ગુરુની ઇચ્છા પૂરી કરવી. તેની માટે તેણે પોતાની બધી ઇચ્છાઓ ત્યજવી. તેણે પોતાની બધી શારીરિક-વાચિક શક્તિ, બધા ક્ષયોપશમ, બધા સમયનો ઉપયોગ ગુરુની ઇચ્છા પૂરી કરવા માટે જ કરવો. તેના બધા કાર્યોમાં ગુરુભક્તિ જ દેખાય.
બિલમાં પ્રવેશ કરતો સાપ સીધો થાય છે. જો તે વાંકો થાય તો બિલમાં પેસી ન શકે. એમ મોક્ષે જવાની ઇચ્છાવાળા શિષ્ય ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવા માટે જ યત્ન કરવો જોઈએ. જો તે તેની ઉપેક્ષા કરીને પોતાની ઇચ્છાને અનુસાર વર્તે તો તે મુક્તિમાં પ્રવેશી ન શકે.
શિષ્યના જીવનનો એક જ મંત્ર હોય - ગુરુના મનની આરાધના. પોતાની ઇચ્છા પૂરી કરવા માટે બધા પ્રયત્ન કરે છે. પોતાની ઇચ્છાને બધા પૂરી કરે છે. ગુરુની ઇચ્છા પૂરી કરવા માટે જે પ્રયત્ન કરે છે અને જે પૂરી કરે છે તે જ ખરેખર શિષ્ય છે. અનાદિકાળથી જીવનો આ જ અભ્યાસ છે કે સ્વેચ્છા પ્રમાણે વર્તવું અને સ્વેચ્છાને પૂરી કરવી. માટે જ તે સંસારમાં ભમે છે. જો તે ભવભ્રમણ અટકાવવા ઇચ્છતો હોય તો તેણે મનનો