________________
१९०
अङ्गणमेव गृहाभ्यन्तरशोभा व्यनक्ति। अतः शिष्येण सदैव गुर्विच्छानुसारिणा भवितव्यम्, भिन्नेच्छानिरोधार्थं च यतनीयम् । ___ अयमत्र सङ्क्षिप्तोपदेशः - गुरुभक्तौ भावसारमेव प्रयतनीयम्, न तत्र माया कर्त्तव्या। इत्थं विस्तरेणैकादशश्लोको विवृतः ।
अधुना 'मायाविशिष्यस्य मनोगतो भावो न चिरं प्रच्छन्नो भवति' इति भावार्थकं द्वादशं वृत्तं वर्णयामः । गृहस्याभ्यन्तरां शोभामङ्गणमेव व्यनक्ति । गृहप्रवेशभूमिरङ्गणमित्युच्यते। यदि गृहं शोभनं भवति तङ्गणभूमिरपि शोभना भवति । यदि गृहं शोभाविहीनं भवति, तमुङ्गणभूमिरपि शोभारहिता भवति । केवलमङ्गणशोभया गृहशोभा न भवति । ततो यद्यङ्गणं सुशोभितं दृश्यते तर्हि गृहस्याभ्यन्तरा शोभाऽपि शोभना भवेत् । यद्यङ्गणं शोभारहितं दृश्यते तर्हि गृहस्याभ्यान्तरा शोभाऽपि तथैव स्यात् । कदाचित्कश्चिन्नरः शोभारहितस्याऽपि गृहस्याङ्गणं सुशोभितं कुर्यात् । तथापि तस्य शोभा तादृशी न स्याद्यादृशी सुशोभितगृहाङ्गणस्य भवति, कृत्रिमाकृत्रिमयोः किञ्चिद्भिन्नत्वात् । अन्यथा तयोरभेद एव स्यात् । ततश्च न कोऽप्यकृत्रिमार्थं यतेत, कृत्रिमेणाऽपि तत्कार्यसम्भवात् । ततः शोभारहितस्य गृहस्य सुशोभितमङ्गणं दृष्ट्वा कुशलस्तस्याऽभ्यन्तरशोभारहितत्वं जानाति, अङ्गणशोभया
અનુસરવી અને ભિન્ન ઇચ્છાનો નિરોધ કરવા પ્રયત્ન કરવો.
અહીં સંક્ષેપમાં ઉપદેશ આવો છે - ગુરુભક્તિ ભાવપૂર્વક જ કરવી, તેમાં માયા ન કરવી. આમ વિસ્તારપૂર્વક ૧૧મા શ્લોકનું વિવરણ કર્યું.
હવે “માયાવી શિષ્યના મનનો ભાવ લાંબા સમય સુધી છૂપો નથી રહેતો એવા ભાવાર્થવાળા બારમા શ્લોકનું વર્ણન કરીએ છીએ. ઘરની અંદરની શોભા આંગણું જ બતાવે છે. ઘરમાં પ્રવેશવાની ભૂમિને આંગણું કહેવાય. જો ઘર સારું હોય તો આંગણું પણ સારું હોય છે. જો ઘર શોભારહિત હોય તો આંગણું પણ શોભારહિત હોય છે. માત્ર આંગણે શણગારવાથી ઘરની શોભા નથી થતી. તેથી જો આંગણું સુશોભિત દેખાય તો ઘરની અંદરની શોભા પણ સારી હોય. જો આંગણું શોભારહિત દેખાય તો ઘરની અંદરની શોભા પણ તેવી જ હોય. કદાચ કોઈ માણસ શોભારહિત ઘરનું આંગણું પણ શણગારે. તો પણ તેની શોભા તેવી નથી હોતી જેવી સુશોભિત ઘરના આંગણાની હોય છે, કેમકે અસલી અને નકલીમાં ફરક હોય છે. જો તે બેમાં ફરક ન હોય તો બન્ને એક જ થઈ જાય. તો પછી કોઈ અસલી માટે પ્રયત્ન ન કરે, કેમકે તેનું કાર્ય નકલીથી પણ થાય છે. તેથી શોભારહિત ઘરનું સુશોભિત આંગણું જોઈને હોંશિયાર માણસ જાણી જાય કે આ ઘર અંદરથી શોભા રહિત છે, આંગણાની શોભાથી તે લોભાતો નથી. જો ક્યારેક