________________
१२४
गुरुभक्तिभावरहितशिष्यजीवनं विडम्बनारूपम् । स्यात्, किन्तु मृदुखातुल्यः पत्ररेखातुल्यः काष्ठरेखातुल्यो वा स स्यात् तद्यपि तस्य जीवनं निष्फलम् । यत एतादृशस्य शिष्यस्य हृदये वर्तमान एतादृशो गुरुभक्तिभावः कदाचिदपगच्छत्यपि । ततः सो विश्वास्यो न भवति । वैद्योपदिष्टमौषधं नित्यं गृह्णानो नरो नीरोगी भवति, यो वैद्योपदिष्टमौषधं कदाचिद्गृह्णाति कदाचिच्च न गृह्णाति स नीरोगी न भवति, तस्यौषधग्रहणायासोऽपि व्यर्थ एव । एवं यस्य हृदये नित्यं गुरुभक्तिभावो निवसति स शीघ्रं मुक्तिं प्रयाति । ततश्च तस्य जीवनं सफलं भवति । यस्य हृदये कदाचिद्गुरुभक्तिभावोऽस्ति कदाचिच्च सोऽपगच्छति, तस्य भवरोगो न नश्यति । ततश्च दर्लभं मानुष्यं प्राप्य ततोऽपि दर्लभतरं चारित्रं प्राप्य सो मधैव हारयति । __ यदि गुरुर्जात्यसुवर्णवत्सर्वगुणसम्पन्नः स्यात्, किन्तु शिष्यहृदये गुरुभक्तिभावस्य वज्ररेखातुल्यो निवासो न स्यात् तहि शिष्यः स्वात्मानं निस्तारयितुं न शक्नुयात् । यदि गुरुस्तथाविधगुणसम्पन्नो न स्यात्, किन्तु शिष्य: स्वहृदये गुरुभक्तिभावं वज्ररेखामिव निवासयति तर्हि तस्य मोक्षगमनं निश्चितं भवति । उक्तञ्च पुष्पमालायाः स्वोपज्ञटीकायां मलधारिश्रीहेमचन्द्रसूरिभि:- ‘मोक्षार्थी सन् सदैव गुरुमेव सेवते, यतो गुरुसेवनमेव
જેવો ગુરુભક્તિભાવ ન હોય, પણ માટીની રેખા, કાગળની રેખા કે લકાડાની રેખા જેવો હોય તો પણ તેનું જીવન નિષ્ફળ છે. કેમકે શિષ્યના હૃદયમાં રહેલો આવો ગુરુભક્તિભાવ ક્યારેક જતો પણ રહે છે. તેથી તે વિશ્વાસ કરવા યોગ્ય નથી. વૈદ્ય બતાવેલ દવા રોજ લેનાર માણસ સાજો થાય. જે માણસ વૈદ્ય બતાવેલ દવા ક્યારેક લે અને ક્યારેક ન લે તે સાજો ન થાય. તેની દવા લેવાની મહેનત ફોગટ જાય. એમ જેના હૃદયમાં હંમેશા ગુરુભક્તિભાવ રહે છે તે જલ્દીથી મોક્ષે જાય છે. તેથી તેનું જીવન સફળ થાય છે. જેના હદયમાં ક્યારેક ગુરુભક્તિભાવ હોય અને ક્યારેક તે જતો રહે, તેનો ભવરોગ દૂર નથી થતો. તેથી દુર્લભ મનુષ્યભવ પામીને અને તેથી પણ દુર્લભ ચારિત્ર પામીને તે ફોગટ જ હારી જાય છે.
જો ગુરુ સો ટચના સોનાની જેમ બધા ગુણોથી સંપન્ન હોય, પણ શિષ્યના હૃદયમાં વજરેખા જેવો ગુરુભક્તિભાવ ન હોય તો શિષ્ય પોતાની જાતને તારી નથી શકતો. જો ગુરુ તેવા ગુણવાન ન હોય, પણ શિષ્ય પોતાના હૃદયમાં ગુરુભક્તિભાવને વજની રેખાની જેમ બનાવે તો તેનો મોક્ષ નિશ્ચિત છે. પુષ્પમાળાની સ્વોપજ્ઞ ટીકામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે - “મોક્ષની ઇચ્છાવાળો હંમેશા ગુરુની જ સેવા કરે