________________
मायास्वरूपम्।
१८१ १निच्छम्मो किर धम्मो सदेवमणुयासुरे लोए ॥३९४॥' कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिभिरपि योगशास्त्रे चतुर्थे प्रकाशे प्ररूपितम् -
‘असूनृतस्य जननी परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥१५॥ कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥१६॥ तदार्जवमहौषध्या जगदानन्दहेतुना । जयेज्जगद्रोहकरी मायां विषधरीमिव ॥१७॥'
विषयकषाया जीवं संसारे धारयन्ति । ते तस्य मोक्षं रुन्धन्ति । विषयेभ्योऽपि कषाया दुष्टतराः सन्ति । कषायेष्वपि माया दुष्टतमा । अतस्तत्सङ्गो न कर्त्तव्यः ।
इत्थं सामान्यतोऽपि माया त्याज्या । गुरुणा सार्धं माया त्वतिशयेनाऽहितकारिणी, अतोऽवश्यमेव त्याज्या । यतो गुरुणा सार्धं मायां कुर्वन् पूर्वोक्तजीवभेदेषु चतुर्थेऽधमाधमरूपे भेदेऽन्तर्भवति । अयं शिष्यः पूर्वोक्तविनय-बहुमानचतुर्भङ्ग्यां द्वितीयभङ्गवर्ती दृष्टव्यः ।
માયારહિત ધર્મ જ દેવો-મનુષ્યો-અસુરો સહિતના લોકમાં પ્રવર્તે છે.” કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે - “માયા જૂઠની માતા છે, શીયળરૂપી વૃક્ષ માટે કુહાડી સમાન છે, અવિદ્યાની જન્મભૂમી છે, દુર્ગતિનું કારણ છે. કુટિલતામાં હોંશિયાર, માયાથી બગલા જેવી વૃત્તિવાળા, વિશ્વને ઠગનારા, પાપીઓ પોતાની જાતને ઠગે છે. તેથી જગતને આનંદ આપવામાં કારણભૂત સરળતારૂપી મહા ઔષધીથી જગતનો દ્રોહ કરનારી માયાને સાપણની જેમ જીતવી.”
વિષય-કષાયો જીવને સંસારમાં પકડી રાખે છે. તેઓ તેના મોક્ષને અટકાવે છે. વિષયો કરતા પણ કષાયો વધુ દુષ્ટ છે. કષાયોમાં પણ માયા સૌથી વધુ દુષ્ટ છે. માટે તેનો સંગ ન કરવો.
આમ સામાન્યથી પણ માયા ત્યજવા યોગ્ય છે. ગુરુની સાથે માયા કરવાથી તો ઘણું અહિત થાય છે. માટે અવશ્ય તેને તજવી જોઈએ. કેમકે ગુરુની સાથે માયા કરનારો પૂર્વે કહેલા જીવોના ચાર ભેદોમાંથી ચોથા અધમાધમ ભેદમાં આવે છે. આવો શિષ્ય પૂર્વે કહેલી વિનય-બહુમાનની ચતુર્ભગીમાં બીજા ભાંગાવાળો જાણવો.
१. निश्छद्मः किल धर्मः सदेवमनुजासुरे लोके ॥३९४॥