________________
निन्दया हानिर्गुणानुवादेन तु लाभ: ।
'मनसि वचसि काये पुण्यपीयुषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून्पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥" निन्दया निन्दकस्य द्विधा हानिर्भवति १) परस्थस्य यस्य गुणस्य निन्दा क्रियते स्वात्मनि वर्तमानः स गुणो नश्यतीति नियमः । ततो निन्दकस्य गुणहानिर्भवति । २) कर्मक्षयोपशमेन प्राप्ताया यस्या लब्धेर्दुरुपयोगः क्रियते, भवान्तरे सा लब्धिर्न प्राप्यते । निन्दको भाषालब्धेर्दुरुपयोगं करोति । ततो भवान्तरे स वचनलब्धि न प्राप्नोति । ततः स एकेन्द्रियो भवति । निन्दाकरणेन न कोऽपि गुणः प्राप्यते । एवं निन्दकस्य सर्वथा दोष एव भवति । अतः सामान्येनाऽपि निन्दा त्याज्या ।
गुणानुवादेन त्वेकान्तेनैव लाभो भवति । तद्यथा १) परस्थस्य यस्य गुणस्य श्लाघा क्रियते तस्य प्राप्तिर्वर्णकस्य सुलभा भवति । २) गुणश्लाघया परः स्वकार्ये उल्लसितो भवति । ततः सोत्साहं प्रवर्त्तते । ततस्तस्य प्रगतिर्भवति । ततः सदा गुणानुवादः कर्त्तव्यः । एवं सामान्येनाऽपि गुणानुवादोऽभ्युपगमनीयो भवति । गुरुस्तु महोपकार्यस्ति । तत्कृतोपकाराः पूर्वं द्वितीयवृत्तवर्णने वर्णिताः । ततस्तस्य गुणानुवादः सुतरां कर्त्तव्यः,
१४४
44
-
જોતા જ નથી.’ કહ્યું છે, ‘‘મન-વચન-કાયામાં પુણ્યરૂપી અમૃતથી ભરેલા, ઉપકારો વડે ત્રણ ભુવનને ખુશ કરતા, બીજાના અણુ જેવા ગુણોને પરમાણુ જેવા માની પોતાના હૃદયમાં વિકસાવનારા સજ્જનો જગતમાં કેટલા છે ? અર્થાત્ બહુ ઓછા છે.” નિંદાથી નિંદકને બે રીતે નુકસાન થાય છે - ૧) બીજાના જે ગુણની નિંદા કરાય, પોતામાં રહેલો તે ગુણ જતો રહે છે એવો નિયમ છે. તેથી નિંદકના ગુણો જતા રહે છે. ૨) કર્મના ક્ષયોપશમથી મળેલી જે લબ્ધિનો દુરુપયોગ કરાય, ભવાંતરમાં તે લબ્ધિ ન મળે. નિંદક બોલવાની લબ્ધિનો દુરુપયોગ કરે છે. તેથી ભવાંતરમાં એને બોલવાની લબ્ધિ નહીં મળે. તેથી તે એકેન્દ્રિય બને છે. નિંદા કરવાથી કોઈ લાભ થતો નથી. આમ નિંદકને બધી રીતે નુકસાન જ છે. માટે સામાન્યથી પણ નિંદા ત્યજવી.
ગુણાનુવાદથી તો એકાન્તે લાભ જ છે. તે આ રીતે ૧) બીજાના જે ગુણની પ્રશંસા કરાય તે ગુણ પ્રશંસા કરનારમાં આવે. ૨) ગુણની પ્રશંસા કરવાથી સામી વ્યક્તિને પોતાના કાર્યમાં ઉલ્લાસ જાગે છે. તેથી તે ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે. તેથી તેની પ્રગતિ થાય છે. માટે હંમેશા ગુણાનુવાદ કરવા. આમ સામાન્યથી પણ ગુણાનુવાદ કરવો જોઈએ. ગુરુ તો મહાઉપકારી છે. તેમણે કરેલા ઉપકારો પૂર્વે બીજા શ્લોકના વર્ણનમાં કહ્યા છે. તેથી તેમના ગુણાનુવાદ તો અવશ્ય કરવા જોઈએ અને નિંદા સર્વથા