________________
गौतमस्वामिनोऽद्वितीया गुरुभक्तिः ।
१५९
तमत्थं, विम्हियाहियओ सुणइ सव्वं ॥ ६ ॥ श्रीसिद्धर्षिगणिकृत-तट्टीकायामस्य श्लोकस्य विवरणमेवं दृश्यते 'भद्रः कल्याणः सुखञ्च तत्स्वरूपत्वात्तद्धेतुत्वाद्वा, विनीयते कर्माऽनेनेति विनयः, विशेषेण नीतः प्राप्तो विनयो येन स विनीतविनयः, कोऽसौ प्रथमगणधरोऽर्हदाद्यशिष्यः किंभूतः ? समाप्तं निष्ठां गतं श्रुतज्ञानं यस्य स समाप्तश्रुतज्ञानी, सर्वधनादेराकृतिगणत्वादिन्समासान्तः । अतः श्रुतकेवलित्वाज्जानन्नप्यवबुध्यमानोऽपि शेषजनबोधनार्थं प्रथमं पृच्छति, पश्चाद्भगवता कथ्यमानं तमिति प्राक्पृष्टमर्थं, तच्छब्दस्य प्रक्रान्तपरामर्शित्वात्प्राक्पृच्छा गम्यते, विस्मितं सकौतुकं, हृदयं चित्तं, रोमाञ्चोत्फुल्ललोचनता मुखप्रसादादीनां बहिस्तत्कार्याणां दर्शनात् यस्याऽसौ विस्मितहृदयः शृणोति आकर्णयति सर्वं निःशेषं तमर्थमिति । तदिदं गणधरचेष्टितमनुश्रुत्य तथैव गुरोर्वचः श्रोतव्यमिति भावः ॥ ६ ॥ '
गुरुसन्दिष्टं किमपि कार्यं ते हीनं नाऽमन्यन्त, किन्तु गुरुमुखनिर्गतं वचनं ते गुरुप्रसादरूपममन्यन्त । अत एव यदा गुरुणा ते आनन्दश्रावकाय मिथ्यादुष्कृतं दातुं प्रेषितास्तदा ते प्रसन्नचित्तेनैवाऽगच्छन् । तद्वृत्तान्तः पूर्वमुक्तः । यदा गुरुस्तदतिरिक्तस्याऽन्यस्य स्वशिष्यस्य गुणश्लाघामकरोत्तदा ते मनसि नाऽदूयन्त, किन्तु ते मनः प्रमोदपुलकितमेवाऽधारयन् । अत एव यदा श्रेणिकपृष्टेन श्रीवीरेण स्वचतुर्दशसहस्रशिष्येषु धन्यानगारस्य प्रवर्धमानाऽध्यवसायतोक्ता तदा ते मत्सराऽऽकुलिता नाऽभवन्, किन्तु हृष्टाः ।
પણ વિસ્મિત હૃદયે બધું સાંભળે છે.” શ્રીસિદ્ધર્ષિગણીરચિત ટીકામાં જણાવ્યું છે કે - ‘‘પોતે જાણતા હોવા છતાં શેષ લોકોને ખબર પડે માટે પૂછે છે. પછી ભગવાન વડે કહેવાતો જવાબ વિસ્મિત હૃદયે સાંભળે છે. રોમાંચ, આંખો વિકસિત થવી, મુખ પ્રસન્ન થવું વગેરે હ્રદય વિસ્મિત થવાના બાહ્ય કાર્યો છે. ગણધરની ચેષ્ટાને અનુસારે તે જ પ્રમાણે બીજાએ ગુરુનું वयन सांभवं."
ગુરુએ કહેલું કોઈ પણ કાર્ય તે નાનુ નહોતા માનતા, પણ ગુરુના મુખમાંથી નીકળતા વચનને તેઓ ગુરુકૃપારૂપ માનતા. માટે જ જ્યારે ગુરુએ આનંદશ્રાવકને મિચ્છામિ દુક્કડમ્ આપવા મોકલ્યા ત્યારે તેઓ પ્રસન્ન ચિત્તે જ ગયા. તેનો વૃત્તાન્ત પૂર્વે કહ્યો છે. જ્યારે ગુરુ તેમના સિવાય પોતાના બીજા શિષ્યના ગુણો વખાણતા ત્યારે તેઓ મનમાં જરાય દુભાતા નહોતા, પણ તેઓ મનને પ્રમોદભાવથી પુલકિત રાખતા. માટે જ જ્યારે શ્રેણિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રીવીરપ્રભુએ કહ્યું કે ‘મારા ચૌદ હજાર શિષ્યોમાં ધન્નો અણગાર ચઢતે પરિણામે છે.’ ત્યારે તેમને તેની ઇર્ષ્યા ન આવી, પણ તેઓ ખુશ થયા.