________________
गुरुर्मातृवच्छिष्यस्य हितं चिन्तयति ।
१६९ दृष्टव्यम् । तेनेदं सूचितं भवति - अन्यकृतस्वल्पोपकारमपि प्रत्युपकर्तुं न शक्यते । एवं सामान्योपकारिणो दुष्प्रत्युपकार्यत्वं पूर्वार्धेन प्रदोत्तरार्धेन गुरोरतिदुष्प्रत्युपकार्यत्वं व्यञ्जयति । ___ माता बालकं प्रसूते, ततस्तं संवर्धयति, क्षीरानपानदानेन तं पुष्णाति, अपायेभ्यस्तं रक्षति, यावज्जीवं तद्धितं चिन्तयति तदर्थं च सदैवोद्यता भवति । एवं गुरुरपि धर्मस्य प्रबोधनेन शिष्यस्य भावदेहं प्रसूते, ग्रहणाऽऽसेवनशिक्षाप्रदानेन तं संवर्धयति, वाचनादानेन तं पुष्णाति, सारणादिकरणेन तं सर्वापायेभ्यो रक्षति, यावज्जीवं तद्धितं चिन्तयति तदर्थं च यतते । गुरुकृतविशेषोपकाराः पूर्वं द्वितीयवृत्तवर्णने कथिताः । तदेवं गुरुः शिष्येभ्यो भवोदन्वत्तरणोपायं प्रयच्छति । तेन शिष्या आयत्यां भवोदधिं तरिष्यन्ति । ततोऽत्र गुरुः शिष्यान्भवार्णवात्तारयतीति यत्कथितं तद्भाविनि वर्तमानोपचारं कृत्वा कारणे वा कार्योपचारं कृत्वा द्रष्टव्यम् ।
जलदायक एकस्मान्मरणान्मोचयति, भवार्णवतारकगुरुरनन्तमरणेभ्यो मोचयति । तद्यदि जलदायकोऽपि दुष्प्रत्युपकार्यो भवति तर्हि भवार्णवतारकगुरुस्त्वतिदुष्प्रत्युपकार्यो भवत्येव । તે દષ્ટાન્તરૂપ સમજવું. તેથી એવું સૂચન કર્યું છે કે – બીજાએ કરેલા થોડા પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. આમ શ્લોકની પહેલી બે કડીથી સામાન્ય ઉપકારીના ઉપકારનો બદલો વાળવો પણ મુશ્કેલ છે એમ કહી પાછલી બે કડીથી જણાવે છે કે ગુરુના ઉપકારનો બદલો વાળવો તો અતિશય મુશ્કેલ છે.
માતા બાળકને જન્મ આપે છે, ઉછેરે છે, દૂધ પીવડાવી તેને પોષણ આપે છે, નુકસાનોથી તેનું રક્ષણ કરે છે, જીવનના છેડા સુધી તેનું હિત વિચારે છે અને તેની માટે હંમેશા તૈયાર રહે છે. એમ ગુરુ પણ ધર્મ પમાડવા વડે શિષ્યના ભાવશરીરને જન્મ આપે છે. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપીને તેને ઉછેરે છે. વાચના આપીને તેને પુષ્ટ કરે છે. સારણા વગેરે કરવા વડે બધા અપાયોથી તેનું રક્ષણ કરે છે. જીવનના છેડા સુધી તેના હિતને વિચારે છે અને તેની માટે યત્ન કરે. ગુરુએ કરેલા વિશેષ ઉપકારો પૂર્વે બીજા શ્લોકના વર્ણનમાં કહ્યા છે.
આમ ગુરુ શિષ્યોને સંસાર સમુદ્ર તરવાનો ઉપાય આપે છે. તેથી શિષ્યો ભવિષ્યમાં સંસારસમુદ્રને તરે છે. અહીં જે કહ્યું કે “ગુરુ શિષ્યોને સંસાર સમુદ્રમાંથી તારે છે તે ભવિષ્યમાં વર્તમાનનો ઉપચાર કરીને અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમજવું.
પાણી આપનાર એક મરણથી બચાવે છે. સંસારસમુદ્રથી તારનાર ગુરુ અનંત મરણોથી બચાવે છે. તેથી જો પાણી આપનારના ઉપકારનો બદલો વાળી ન શકાતો હોય તો સંસારસમુદ્રથી તારનાર ગુરુના ઉપકારનો બદલો વાળવો તે ખૂબ જ અશક્ય