________________
१७६
गुरोर्दुष्प्रत्युपकार्यत्वेन शिष्येण तद्भक्तावत्यधिकं यतनीयम् । 'सगुणमपगुणं वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पण्डितेन ।
अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥' शिष्याश्च प्रेक्षापूर्वकारिणः सन्ति ? इति चेत्, न, अभिप्रायाऽपरिज्ञानात् । गुरोर्दुष्प्रत्युपकार्यत्वेऽपि यदि शिष्यो तद्भक्तौ यतते तहि तद्धृदयस्थगुरुबहुमानवृद्धिरेव भवति । तथा च तस्य मुक्तिनिकटवर्तिनी भवति । यदि गुरोर्दुष्प्रत्युपकार्यत्वस्य ज्ञानेन शिष्यस्तद्भक्तिं मुञ्चति तत्र वा प्रमाद्यति तर्हि तद्धृदयस्थगुरुबहुमानो नश्यति । तथा च तस्य मुक्तिर्दूरगामिनी भवति । अतो गुरोर्दुष्प्रत्युपकार्यत्वेऽपि शिष्यैः सदा तद्भक्तौ यतनीयम्, न तु तद्भक्तिस्त्यजनीया । अत्र गुरोर्दुष्प्रत्युपकार्यत्वस्य प्रदर्शनं शिष्याणां गुरुभक्तावधिकाधिकप्रयत्नेन योजनार्थं ज्ञेयम्, न तु तत्र तेषां शिथिलीकरणार्थम् ।
अयमत्रोपनिषदर्थः-गुरोरतिदुष्प्रत्युपकार्यत्वेन शिष्यैस्तद्भक्तावत्यधिकं प्रयतनीयम् ॥१०॥
अवतरणिका - एवं गुरोर्दुष्प्रत्युपकार्यत्वं प्रदाऽधुना गुरुभक्तौ माया न कर्त्तव्येतिभावार्थकं श्लोकमिथुनं प्रतिपादयति -
વિનાના કાર્યને યત્નપૂર્વક કરનારા પંડિતે પહેલા પરિણામ વિચારવું. ખૂબ ઉતાવળથી કરેલા કાર્યોનું વિપત્તિ સુધી હૃદયને બાળનારું શલ્યસમાન ફળ મળે છે.” શિષ્યો તો વિચારીને કાર્ય કરનારા હોય છે.
જવાબ – ના, તમે ગ્રન્થકારના અભિપ્રાયને જાણી શક્યા નથી. ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય હોવા છતાં જો શિષ્ય તેમની ભક્તિમાં યત્ન કરે તો તેના હૃદયમાં રહેલા ગુરુબહુમાનની જ વૃદ્ધિ થાય છે. તેથી તેનો મોક્ષ નજીક થાય છે. જો ‘ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે એવું જાણીને શિષ્ય તેમની ભક્તિ છોડી દે અથવા તેમાં પ્રમાદ કરે તો તેના હૃદયમાં રહેલું ગુરુબહુમાન નાશ પામે છે. તેથી તેનો મોક્ષ દૂર થાય છે. માટે ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય હોવા છતાં શિષ્યોએ સદા તેમની ભક્તિમાં યત્ન કરવો, તેમની ભક્તિ છોડવી નહીં. અહીં ‘ગુરુના ઉપકારનો બદલો વાળી શકાતો નથી” એમ બતાવ્યું તે ગુરુભક્તિમાં શિષ્યોને વધુને વધુ પ્રયત્નપૂર્વક જોડવા માટે, તેમાં તેમને શિથિલ કરવા માટે નહીં.
અહીં રહસ્યાર્થ આવો છે - ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય હોવાથી શિષ્યોએ તેમની ભક્તિમાં વધુ પ્રયત્ન કરવો. (૧૦)
અવતરણિકા - આમ “ગુરુના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે” એમ બતાવી હવે ‘ગુરુભક્તિમાં માયા ન કરવી’ એવા ભાવાર્થવાળા બે શ્લોક જણાવે છે.