________________
१७०
सुगुरुकुगुरुस्वरूपम्। अत्र गुरोः शुभविशेषणेनेदं सूचितं भवति यः संसारसागरात्तारयति स शुभगुरुर्भवति । गुरवो द्विविधा भवन्ति-सुगुरवः कुगुरवश्च । य आराधनया स्वात्मानं भवार्णवात्तारयन्ति परानपि धर्मे योजनेन भवार्णवात्तारयन्ति ते सुगुरवः कीर्तिताः । साधुवेषधारिणो ये विराधनया स्वयं भवार्णवे निमग्नाः परानपि तदुपदेशदानेन भवसमुद्रे पातयन्ति ते कुगुरवो मताः । इदमेव सुगुरुकुगुरुलक्षणं शब्दान्तरैरुक्तं योगशास्त्रे द्वितीयप्रकाशे कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिभिः - 'महाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८॥ सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशका गुरवो न तु ॥९॥ परिग्रहारम्भमग्नास्तारयेयुः कथं परान् ।
स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ॥१०॥' न्यायविशारदमहोपाध्यायश्रीयशोविजयगणिवरैरपि ज्ञानसारे क्रियाष्टके प्रोक्तं
અહીં ગુરુનું ‘શુભ' એવું વિશેષણ મૂકીને એવું સૂચિત કર્યું છે કે જે સંસારસાગરથી તારે તે શુભગુરુ. ગુરુ બે પ્રકારના હોય છે – સુગુરુ અને કુગુરુ. જે આરાધના કરીને પોતે સંસારસમુદ્રમાંથી કરે છે અને બીજાને પણ ધર્મમાં જોડવા વડે સંસારસમુદ્રથી તારે છે તે સુગુરુ છે. સાધુવેષને ધારણ કરનારા જેઓ વિરાધના કરીને પોતે સંસારસમુદ્રમાં ડુબે છે અને બીજાને પણ તેવો ઉપદેશ આપીને ડુબાડે છે તે કુગુરુ છે.
સુગુરુ-કુગુરુનું આ જ લક્ષણ યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ श्रीभयन्द्रसूरि मडा२।४ ची शोभा ४९॥ - "महाव्रतने ५२।२।, धार, ભિક્ષાથી જીવન ચલાવનારા, સામાયિકમાં રહેલા, ધર્મનો ઉપદેશ આપનારા ગુરુ છે. બધું ઇચ્છનારા, બધું ખાનારા, પરિગ્રહવાળા, બ્રહ્મચર્ય વિનાના, ખોટો ઉપદેશ આપનારા ગુરુ નથી. પરિગ્રહ અને આરંભમાં ડૂબેલા તેઓ શી રીતે બીજાને તારશે ? પોતે દરિદ્ર હોય તે બીજાને શ્રીમંત ન કરી શકે.”
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ જ્ઞાનસારના ક્રિયાષ્ટકમાં કહ્યું છે -