________________
सम्प्रतिनृपज्ञातम् ।
'ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ॥ १ ॥
१७१
-
आर्यसुहस्तिसूरिभिरेकः रङ्कः प्रव्रज्यादानेनोपकृतः । स रङ्को द्वितीयभवेऽपि तं गुरुं प्रत्युपकर्तुं नाशक्तवान् । तच्चरित्रं कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्रसूरिनिर्मितपरिशिष्टपर्वैकादशसर्गे एवं दृश्यते 'इतश्च सम्प्रति नृपो ययावुज्जयिनीं पुरीम् । कदापि क्वापि तिष्ठन्ति स्वभूमौ हि महीभुजः ॥ २३ ॥ जीवन्तस्वामिप्रतिमारथयात्रां निरीक्षितुम् । आयातावन्यदावन्त्यां महागिरिसुहस्तिनौ ॥ २४ ॥ पृथक्पृथक्वसत्यां तौ तस्थतुः सपरिच्छदौ। तयोरतिमहागच्छस्ततो नैकत्र सङ्गमः ॥ २५ ॥ निर्ययौ चोत्सवेनाथ जीवन्तस्वामिनो रथः । मनोमयूरजलदः पौराणां भक्तिशालिनाम् ॥ २६ ॥ ताभ्यामाचार्यवर्याभ्यां श्रीसङ्खेनाखिलेन च । अन्वीयमानः स रथः पुर्यां पर्याटदस्खलन् ॥२७॥ गते राजकुलद्वारं रथेऽथ पृथिवीपतिः । वातायनस्थितो दूराद्ददर्शार्यसुहस्तिनम् ॥२८॥ दध्यौ चैवं मुनीन्द्रोऽयं मन्मनः कुमुदोडुपः । क्वापि दृष्ट इवाभाति न स्मरामि किं ह्यदः ॥२९॥ एवं विमर्षं कुर्वाणो मूच्छितो न्यपतन्नृपः । आः किमेतदिति
तु
"ज्ञानी, डियामां तत्पर, शांत, भेसे आत्माने लावित यो छे जेवो, भेगे इन्द्रियने જીતી છે એવો સાધુ સ્વયં સંસારસમુદ્રથી તરેલો છે અને બીજાને તારવા માટે સમર્થ છે.”
આર્ય સુહસ્તિસૂરિએ એક ભિખારીને દીક્ષા આપીને તેની ઉપર ઉપકાર કર્યો. તે ભિખારી બીજા ભવમાં પણ તે ગુરુના ઉપકારનો બદલો વાળી ન શક્યો. તેનું ચરિત્ર શ્રીહેમચન્દ્રસૂરિમહારાજ રચિત પરિશિષ્ટ પર્વમાં આ પ્રમાણે દેખાય છે - ‘સંપ્રતિ રાજા ઉજ્જયિની નગરીમાં ગયો, કેમકે રાજાઓ પોતાની ભૂમિમાં ક્યારે પણ ક્યાં પણ રહે છે. જીવિતસ્વામીની રથયાત્રા જોવા એકવાર મહાગિરિ-સુહસ્તિ નામના આચાર્યો ત્યાં આવ્યા. તે બન્નેનો ગચ્છ મોટો હતો. તેથી એક જગ્યાએ સમાવેશ થાય એમ ન હોવાથી તેઓ બન્ને પરિવાર સહિત જુદી જુદી વસતિમાં રહ્યા. ભક્તિવાળા નગરજનોના મનરૂપી મોર માટે વાદળ સમાન જીવિતસ્વામીનો રથ ઉત્સવપૂર્વક નીકળ્યો. તે બન્ને આચાર્યો અને સંઘ સાથે તે રથ નગરમાં ફર્યો. રાજદરબાર પાસે આવ્યા ત્યારે ઝરુખામાં બેઠેલા રાજાએ દૂરથી સુહસ્તિસૂરિને જોયા. તેણે વિચાર્યું - ‘મારા મનરૂપી કુમુદ માટે ચન્દ્ર સમાન આ આચાર્યને ક્યાંક જોયા હોય એવું લાગે છે, પણ યાદ નથી આવતું.' એમ વિચારતો રાજા મૂચ્છિત થઈને પડી ગયો. ‘અરે ! શું થયું ?' એમ કહેતા પરિવારજનો