________________
शिष्यसम्पदपि गुरुभक्तिप्रभावेणैव भवति ।
१५७ ननु कस्यचिद्गुरुभक्तिशून्यस्य महद्धिकत्वमपि दृश्यते । कस्यचिच्च गुरुभक्तियुक्तस्याल्पद्धिकत्वं दृश्यते । तत्किमर्थं ग्रन्थकृतार्थीनां गुरुभक्तिमूलकत्वमुक्तम् ? इति चेत्, सत्यम्, गुरुभक्तिशून्यस्य यस्य शिष्यस्य महद्धिकत्वं दृश्यते तेन पूर्वजन्मनि गुरुभक्तिः कृतेति दृष्टव्यम् । गुरुभक्तियुक्तस्य च यस्य शिष्यस्याल्पद्धिकत्वं दृश्यते स आयत्यां भवान्तरे वा महद्धिकत्वं प्राप्स्यतीति दृष्टव्यम् । विचित्रा हि कर्मणां गतिः । कदाचित्तस्मिन्नेव भवे तत्फलं प्राप्यते कदाचिच्च भवान्तरे । कर्मफलं निश्चितसमये एव प्राप्यते न तत्पूर्वम् । अतो ग्रन्थकृता युक्तमेवोक्तम् ।
शिष्यस्य महती विनीतशिष्यसम्पद्गुरुभक्तिप्रभावेणैव भवति । गुरुभक्तिं विना शिष्यस्य शिष्या नैव भवन्ति । कदाचिद्भवेयुस्तद्यपि ते तस्य भक्तिं नैव कुर्युः । यदुक्तं चन्द्रकवेध्यकप्रकीर्णके -
* १हंतूण सव्वमाणं, सीसो होऊण ताव सिक्खाहि ।
सीसस्स होंति सीसा, न होंति सीसा असीसस्स ॥४३॥' अतः शिष्यसम्पप्राप्त्यर्थमपि शिष्येण गुरुभक्तावेव यतनीयम्, न तु गुरुभक्तिमुपेक्ष्य
પ્રશ્ન - કેટલાક શિષ્યો ગુરુભક્તિ વિનાના હોવા છતાં તેમની મોટી ઋદ્ધિઓ દેખાય છે. અને કેટલાક ગુરુભક્તિવાળા શિષ્યો ઋદ્ધિ વિનાના કે ઓછી ઋદ્ધિવાળા દેખાય છે. તો શા માટે ગ્રન્થકારે ઋદ્ધિઓના મૂળ તરીકે ગુરુભક્તિ કહી ?
જવાબ - તમારી વાત સાચી છે. ગુરુભક્તિ વિનાના જે શિષ્યની મોટી ઋદ્ધિ દેખાય છે તેણે પૂર્વજન્મમાં ગુરુભક્તિ કરી હશે એમ સમજવું. ગુરુભક્તિવાળા જે શિષ્ય પાસે ઋદ્ધિ નથી અથવા ઓછી છે તેને ભવિષ્યમાં કે ભવાંતરમાં ઋદ્ધિઓ મળશે એમ સમજવું. કર્મોની ગતિ વિચિત્ર છે. ક્યારેક તે જ ભવમાં ફળ મળે છે અને ક્યારેક ભવાન્તરમાં મળે છે. કર્મોનું ફળ નિશ્ચિત સમયે જ મળે છે, એની પહેલા નહીં. માટે ગ્રંથકારે જે કહ્યું છે તે બરાબર જ છે.
શિષ્યને ઘણા અને વિનયવાળા શિષ્યો ગુરુભક્તિથી જ મળે છે. ગુરુભક્તિ વિના શિષ્યના શિષ્ય થતા નથી. કદાચ થાય તો ય તેઓ તેની ભક્તિ કરતા નથી. ચંદ્રકવેધ્યક પયજ્ઞામાં કહ્યું છે - “બધા માનને હણીને શિષ્ય થઈને પહેલા શીખ. શિષ્યના શિષ્ય થાય છે, અશિષ્યના શિષ્ય નથી થતા.” માટે શિષ્ય પરિવાર પામવા પણ ગુરુભક્તિ જ કરવી જોઈએ, ગુરુભક્તિની ઉપેક્ષા કરીને માત્ર મુમુક્ષુઓને પ્રતિબોધ કરવાનો યત્ન ન કરવો
१. हत्वा सर्वमानं शिष्यो भूत्वा तावत् अधीष्व ।
शिष्यस्य भवन्ति शिष्याः, न भवन्ति शिष्याः अशिष्यस्य ॥४३॥