________________
१५८
गौतमस्वामिनोऽद्वितीया गुरुभक्तिः । मुमुक्षुप्रतिबोधनाय । एवमन्यासामपि सर्वासामृद्धीनां प्राप्त्यर्थं शिष्येण गुरुभक्तावेव यतनीयम् । ततोऽल्पप्रयत्नेनद्धिप्राप्तिर्भवेत् । गुरुभक्तिमुपेक्ष्य केवलमृद्ध्यर्थं यतमानानां महानायासो भवति, ततोऽपि ऋद्धिप्राप्तिर्भवेन्न वा भवेत् । सर्वासामृद्धीनां प्राप्त्यर्थं गुरुभक्तिरेकैवाऽमोघकारणरूपा वर्तते ।
श्रीगौतमस्वामिनां गुरुभक्तिरद्वितीयाऽऽसीत् । तैः स्वमनोवचनकायाः सम्पूर्णतया गुरवे समर्पिताः । ते गुर्वाज्ञायाः प्रतिकूलं किमपि नाऽकुर्वन् । न केवलां गुर्वाज्ञां, गुर्विच्छामपि त आराधितवन्तः । ते सदा गुरोरन्तिक एवाऽवसन् । सदैव ते गुरुभक्तिप्राप्त्युत्सुका अभवन् । सर्वमपि कार्यं ते गुरुं पृष्ट्वैवाऽकुर्वन् । गुरुमनापृच्छ्य ते किमपि नाकुर्वन् । गुर्वाज्ञाया उपरि ते विचारं नाकुर्वन् । गुरौ तेषामन्धश्रद्धा नाऽऽसीत् अगाधश्रद्धाऽऽसीत् । स्वस्य चतुर्ज्ञानधरत्वेऽपि ते कदापि स्वीयं ज्ञानं नोपयुक्तवन्तः । कदाचित्शङ्कासम्भवे ते गुरुमेव समाधानं पृष्टवन्तः । स्वयं जानन्तोऽपि ते गुरुवचनं मुदितहृदयेनाऽशृण्वन् । यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः - भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । जाणतोवि જોઈએ. એમ બીજી પણ બધી ઋદ્ધિઓની પ્રાપ્તિ માટે શિષ્ય ગુરુભક્તિમાં જ યત્ન કરવો જોઈએ. તેનાથી થોડી મહેનતે ઋદ્ધિઓ મળી જાય છે. ગુરુભક્તિની ઉપેક્ષા કરીને માત્ર ઋદ્ધિ માટે પ્રયત્ન કરનારાઓને ઘણી મહેનત કરવી પડે છે, ત્યારપછી પણ ઋદ્ધિઓ મળે અથવા ન પણ મળે. બધી ઋદ્ધિઓ પ્રાપ્ત કરવાનું અમોઘ કારણ એક ગુરુભક્તિ જ છે.
શ્રીગૌતમસ્વામીની ગુરુભક્તિ અજોડ હતી. તેમણે પોતાના મન-વચન-કાયા સંપૂર્ણપણે ગુરુને સોંપી દીધા હતા. તેઓ ગુરુ આજ્ઞાને પ્રતિકૂળ કંઈ પણ કરતા ન હતા. માત્ર ગુવંજ્ઞા નહીં પણ ગુરુની ઇચ્છાને પણ તેઓ આરાધતા હતા. તેઓ હંમેશા ગુરુની નજીકમાં જ રહેતા. હંમેશા તેઓ ગુરુભક્તિ પામવા ઉત્સુક રહેતા. બધું કાર્ય તેઓ ગુરુને પૂછીને જ કરતા હતા. ગુરુને પૂછ્યા વિના તેઓ કંઈ કરતા ન હતા. ગુરુની આજ્ઞા ઉપર તેઓ વિચાર પણ કરતા નહીં. ગુરુમાં તેમને અંધશ્રદ્ધા ન હતી, અગાધશ્રદ્ધા હતી. પોતે ચારજ્ઞાનના ધણી હોવા છતાં તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા ન હતા. ક્યારેક શંકા થાય તો તેઓ ગુરુને જ તેનું સમાધાન પૂછતા હતા. પોતે જાણતા હોવા છતાં ગુરુનું વચન તેઓ હર્ષિત હૃદયે સાંભળતા. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણી મહારાજે કહ્યું છે – “કલ્યાણકારી, જેમણે વિશેષથી વિનય શીખ્યો છે એવા, શ્રુતકેવલી એવા પહેલા ગણધર શ્રીગૌતમસ્વામી તે વાત જાણતા હોય તો १. भद्रः विनीतविनयः, प्रथमगणधरः समाप्तश्रुतज्ञानी ।
जानन्नपि तमर्थं, विस्मितहृदयः शृणोति सर्वम् ॥६॥